Home> Gujarat
Advertisement
Prev
Next

Loksabha Election 2024: ગુજરાતની 4 બેઠક પર કયા નામ રેસમાં સૌથી આગળ? આમને લાગી શકે છે લોટરી

Loksabha Election 2024: ગુજરાતમાં ભાજપે 26માંથી 22 મુરતિયા તો જાહેર કરી જ દીધા છે. પરંતુ હજુ 4 નામ પર મંથન ચાલી રહ્યું છે. આ ચાર નામ કયા હશે તેના પર ભાજપનું હાઈકમાન્ડ મંથન કરી રહ્યું છે. અને ખુબ જ ઓછા સમયમાં આ ચારેય બેઠક પર ઉમેદવારનું નામ ભાજપ જાહેર કરી શકે છે.

Loksabha Election 2024: ગુજરાતની 4 બેઠક પર કયા નામ રેસમાં સૌથી આગળ? આમને લાગી શકે છે લોટરી
Updated: Mar 16, 2024, 11:20 AM IST

Loksabha Election 2024: લોકસભાની ચૂંટણીઓની તૈયારીઓ થઈ છે. અંતિમ ઢોલ પણ વાગી ગયો છે. આજે ચૂંટણીની જાહેરાત પણ થઈ જશે. હવે ઈન્તજાર માત્ર વિવિધ બેઠકના અલગ અલગ મુરતિયાઓનો...ગુજરાતમાં ભાજપે 26માંથી 22 મુરતિયા તો જાહેર કરી જ દીધા છે. પરંતુ હજુ 4 નામ પર મંથન ચાલી રહ્યું છે. આ ચાર નામ કયા હશે તેના પર ભાજપનું હાઈકમાન્ડ મંથન કરી રહ્યું છે. અને ખુબ જ ઓછા સમયમાં આ ચારેય બેઠક પર ઉમેદવારનું નામ ભાજપ જાહેર કરી શકે છે. ભાજપ આ બેઠકો માટે ગૂંચવણમાં મૂકાઈ છે. 

ગુજરાતની 26 બેઠકો પર 5 લાખની લીડનો ટાર્ગેટ પણ અમિત શાહની સીટનો અધધ...છે ટાર્ગેટ

  • લોકસભાની લડાઈમાં કોણ મારશે બાજી?
  • ભાજપે અત્યાર સુધી જાહેર કર્યા 22 નામ
  • જે 4 નામ બાકી તેમાં શું ગૂંચવાયેલું છે કોકડું?
  • શું ભાજપ મહિલાઓને આપશે પ્રાધાન્ય?
  • કયા નામ હાલ રેસમાં છે સૌથી આગળ?
  • ક્યારે જાહેર થશે બાકી રહેલા નામ?
  • ગુજરાતમાં ભાજપે જાહેર કર્યા 22 નામ, હજુ 4 કેમ બાકી?
  • જે 4 બેઠક બાકી તેમાં શું ગૂંચવાયું છે કોકડું?

શક્તિસિંહ ગોહિલનો આરોપ; 'ED-CBIની બીક બતાવી ભાજપ પાછલા બારણે ઉઘરાવે છે ચૂંટણી ફંડ'

ભાજપે હવે ગુજરાતમાંથી જે ચાર બેઠક પર નામ જાહેર થવાના બાકી છે. તેમાં મહેસાણા, જૂનાગઢ, અમરેલી અને સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે. આ ચાર બેઠક પર કોઈન કોઈ કારણોસર કોકડું ગૂંચવાયેલું છે. જે આ ચાર સીટ પર કોકડુ ગુચવાયેલું છે તે 18 માર્ચ પછી ઉકેલાઈ શકે છે. ભાજપ બાકી રહેલી ચાર સીટ પર મહિલાઓને વધુ પ્રાધાન્ય આપી શકે છે. ઝી 24 કલાકને સુત્રો પાસેથી જે જાણકારી મળી તે મુજબ ચારમાંથી 2 મહિલાને ટિકિટ મળી શકે છે. જેમાં મહેસાણા અને અમરેલીમાં ભાજપ મહિલા ચહેરા સાથે ઉતરે તો નવાઈ નહીં....

કઈ બેઠક પર નામ હજુ બાકી?

  • મહેસાણા, જૂનાગઢ, અમરેલી, સુરેન્દ્રનગર

શું ગુજરાતમાં ફરી ટેન્શન ખરું? ગરમી વચ્ચે વરસાદના ભણકારા, આ રાજ્યોમાં અપાઈ ચેતવણી

શું છે ભાજપની રણનીતિ? 

  • મહેસાણા, અમરેલીમાં ભાજપ મહિલા ચહેરા સાથે ઉતરે તો નવાઈ નહીં

પાણીની પારાયણ! વિકસિત ગુજરાતની સૌથી અવિકસિત તસ્વીર, પાણીના હેન્ડપંપ પણ ડચકા લે છે

ભાજપની બાકી રહેલી ચાર બેઠક પર જે નામ આગળ ચાલી રહ્યા છે તેમાં મહેસાણામાં તૃષા પટેલ, અમરેલીમાં ભાવના ગોંડલિયાને ભાજપ ટિકિટ આપી શકે છે. તૃષા પટેલ હાલ મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ છે. કડવા પાટીદાર સમાજમાંથી આવતા તૃષા પટેલ શિક્ષિત અને યુવા ચહેરો છે. તો અમરેલીના ભાવના ગોંડલિયા સહકારી ક્ષેત્રે મોટું નામ છે. તો અમરેલી બેઠક પર ભાજપ મહિલાને ટિકિટ ન આપે તો હિરેન હીરપરા પર પસંદગીનો કળશ ઢોળી શકે છે. તો વાત સુરેન્દ્રનગરની કરીએ તો, સુરેન્દ્રનગરમાં ભાજપ કારડિયા રાજપૂત અથવા કોળી સમાજને ટિકિટ આપી શકે છે. જ્યારે જૂનાગઢમાં જો કોઈ સારો નવો ચહેરો ન મળે તો કોળી સમાજના રાજેશ ચુડાસમા રિપિટ થઈ શકે છે. જો કે કારડિયા રાજપૂત સમાજે પણ જૂનાગઢ બેઠક માટે માગ કરી છે. 

'મારી ભૂલ હતી, શરત ચૂક હતી..., કહીને પાટીદાર સમાજ સામે 'નતમસ્તક' થયા વિપુલ ચૌધરી

કોને ક્યાં મળી શકે છે ટિકિટ? 

  • મહેસાણામાં તૃષા પટેલ, 
  • અમરેલીમાં ભાવના ગોંડલિયા મળી શકે ટિકિટ
  • તૃષા પટેલ હાલ મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ
  • કડવા પાટીદાર તૃષા પટેલ શિક્ષિત અને યુવા ચહેરો 
  • અમરેલીના ભાવના ગોંડલિયા સહકારી ક્ષેત્રે મોટું નામ 
  • અમરેલીથી ભાજપ હિરેન હીરપરા પર પસંદગીનો કળશ ઢોળી શકે 
  • સુરેન્દ્રનગરમાં ભાજપ કારડિયા રાજપૂત કે કોળીને ટિકિટ આપી શકે
  • જૂનાગઢમાં કોઈ નવો ચહેરો ન મળે તો રાજેશ ચુડાસમા રિપિટ થઈ શકે 

શિક્ષણજગતને શર્મસાર કરતી ઘટના! પીટી શિક્ષકે દિકરીની ઉંમરની સગીરાને બનાવી હવસનો શિકાર

તો વાત ભાજપે અત્યાર સુધી જે 22 ઉમેદવાર જાહેર કર્યા છે, તેની કરીએ તો. સાબરકાંઠાથી ભીખાજી ઠાકોર, અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલ, ભાવનગરથી નીમુબહેન બાંભણિયા, વડોદરાથી રંજનબહેન ભટ્ટ, છોટાઉદેપુરથી જશુભાઈ રાઠવા, સુરતથી મુકેશ દલાલ અને વલસાડથી ધવલ પટેલ, પાટણથી ભરતસિંહ ડાભી, કચ્છથી વિનોદ ચાવડા, ગાંધીનગરથી અમિત શાહ, અમદાવાદ પશ્રિમથી દિનેશ મકવાણા, બનાસકાંઠાથી રેખા ચૌધરી, રાજકોટથી પરશોત્તમ રૂપાલા, પોરબંદરથી મનસુખ માંડવિયા, જામનગરથી પુનમ માડમ, આણંદથી મિતેષ પટેલ, ખેડાથી દેવુસિંહ ચૌહાણ, પંચમહાલથી રાજપાલસિંહ જાદવ, દાહોદથી જશવંતસિંહ ભાભોર, ભરૂચથી મનસુખ વસાવા, બારડોલીથી પ્રભુ વસાવા અને નવસારીથી સી.આર.પાટીલના નામનો સમાવેશ થાય છે.

ભાજપે અત્યાર સુધી જે 22 નામ જાહેર કર્યા તેમાં 12 સાંસદને રિપિટ કર્યા છે. જ્યારે 10 નવા ચહેરાને તક આપવામાં આવી છે. હવે ભાજપ જે બાકી ચાર બેઠક છે તેમાં વર્તમાન સાંસદને રિપિટ કરે તેવી સંભાવના ઓછી છે. મહેસાણાથી શારદાબેન પટેલે તો સામેથી જ ચૂંટણી લડવાની ના પાડી દીધી છે. જો કે સુરેન્દ્રનગરમાં ભાજપ મહેન્દ્ર મંજપરાને રિપિટ કરે તો પણ નવાઈ નહીં.ત્યારે ભાજપના પટારામાંથી કોનું નામ ખુલે છે તે જોવું રહ્યું.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે