Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતમાં 11 લોકસભા માટે ભાજપના આ નેતાના નામોની ચર્ચા, જાણો કોને લાગશે લોટરી

Lok Sabha Election 2024: લોકસભાની ચૂંટણીઓને લઈને ભાજપે પહેલી યાદી જાહેર કરતાની સાથે જ કહીં ખુશી કહીં ગમ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. એવામાં હવે બીજી યાદી જાહેર થવાની તૈયારી છે ત્યારે સૌ કોઈનું ધ્યાન એક જ વાત પર છે કે આખરે આ યાદીમાં કોની લાગી શકે છે લોટરી....

ગુજરાતમાં 11 લોકસભા માટે ભાજપના આ નેતાના નામોની ચર્ચા, જાણો કોને લાગશે લોટરી

 હિતેન વિઠ્ઠલાણી, અમદાવાદઃ લોકસભાની ચૂંટણી પહેલાં ગુજરાતમાં માહોલ ગરમ બની રહ્યો છે. રાજ્યમાં આજથી રાહુલ ગાંધીની 4 દિવસ ન્યાયયાત્રા ચાલશે એ પહેલાં ભાજપે ખેલ પાડીને કોંગ્રેસના કદાવર નેતાઓનો પક્ષપલટો કરાવી દીધો છે. ગુજરાત ભાજપે 26માંથી 15 ઉમેદવારો જાહેર કરી દીધા છે. જેમાં 5 સાંસદોના પત્તા કપાયા છે. 15માંથી 2 મહિલા ઉમેદવારોના નામ જાહેર થયા છે. ભાજપે કેટલીક બેઠકો પર સાંસદોને રીપિટ કર્યા છે. હજુ 11 બેઠકોના નામ ફાયનલ થવાના બાકી છે. હાલમાં એમના નામની અટકળો ચાલી રહી છે પણ ભાજપના જાહેર થયેલા ઉમેદવારોએ ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. 

અમરેલીમાં કોને મળી શકે છે તક?
ગુજરાતમાં અમરેલી લોકસભા બેઠક પર પાટીદાર મહિલા ચહેરાને તક મળી શકે છે. સાબરકાંઠામાં પાર્ટી ઓબીસી ચહેરો મેદાનમાં ઉતારી શકે  અથવા દિપસિંહ રાઠોડ રીપિટ થશે. અમદાવાદ પુર્વમાં ગોરધન ઝડફિયા,વલ્લભ કાકડીયા (બ્રાહ્મણ, ઉત્તર ગુજરાત ના પાટીદાર) આ સિવાય પ્રદિપસિંહ જાડેજાનું નામ પણ ચાલી રહ્યું છે. મહેસાણામાં કોઇ મહિલાને ટીકીટ મળી શકે. કડવા પટેલ ઉમેદવારને અહીં લોટરી લાગી શકે છે.  વલસાડમાં પણ આદિવાસી યુવા ચહેરાને ભાજપ તક આપે તો નવાઈ નહીં.

જૂનાગઢમાં કોણ કરશે જમાવટ?
જુનાગઢમાં રાજેશ ચુડાસમા કોળી ઉમેદવાર હોવાથી અહીં રીપિટ થાય તેવી સંભાવના છે. સુરતમાં દર્શના જરદોશ અથવા હેમાલી બોઘવાલા અથવા નવા મહિલા ઉમેદવાર તક આપી શકે છે પાર્ટી, ભાવનગરમાં હિરા સોંલકીનું નામ ફાયનલ થવાની સંભાવના છે. અંબરિશ ડેરમાં ભાજપમાં પ્રવેશથી હીરા સોલંકી ભાવનગરની લોકસભા બેઠક લડશે એવી ચર્ચાઓ ચાલી રહી છે. ડેર માટે હીરા સોલંકી રાજુલાની બેઠક ખાલી કરશે. છોટા ઉદેપુરમાં રાઠવા પરિવારમાંથી કોઇને મળી શકે ટીકીટ સુરેંદ્રનગર માટે ડો મહેંદ્ર મુજપરા રીપીટ અથવા કુંવરજી બાવળિયાને તક મળી શકે છે (કોળી, ઠાકોર).  વડોદરામાં ડો એસ જયશંકર કે પુર્વ આઇપીએસ રાકેશ અસ્થાનાને મળી શકે ટીકીટ, દીપિકા ચિખલિયા (બ્રાહ્મણ)નું અહીં નામ ચાલી રહ્યું છે. આ ફક્ત ચર્ચાઓ છે. ભાજપ હંમેશાં કોથળામાંથી બિલાડું કાઢવા માટે જાણીતિ છે. આગામી દિવસોમાં લોકસભાનો માહોલ વધુ ગરમાવો પકડે તેવી પૂરી સંભાવના છે. ગુજરાતમાં કોંગ્રેસ અને આપે ગઠબંધન કર્યું છે. જેમાં ભરૂચ અને ભાવનગર સીટ આપને ફાળે ગઈ છે. જ્યારે બાકીની 24 સીટ પર કોંગ્રેસ પોતાના ઉમેદવાર ઉતારશે. 

લોકસભાની ચૂંટણીઓને લઈને ભાજપે પહેલી યાદી જાહેર કરતાની સાથે જ કહીં ખુશી કહીં ગમ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ભાજપના સાંસદ મોહન કુંડારિયાની ટિકિટ આ વખતે કપાઈ ગઈ છે. એમના બદલે આ વખતે રાજકોટની બેઠક પરથી પુરષોત્તમ રૂપાલાને ટિકિટ આપવામાં આવી છે. ત્યારે પત્તુ કપાયા બાદ કુંડારિયા કંઈક અલગ મિઝાઝમાં જોવા મળ્યાં. મોહન કુંડારિયાએ રાજકોટ ખાતે પત્રકાર પરિષદ કરી હતી. જેમાં તેમણે આડકતરી રીતે નામ લીધાં વિના પણ પોતાની જ પાર્ટીના દિગ્ગજ નેતા અને કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલા પર કટાક્ષ કર્યા હતા.

ભાજપે મોઢવાડિયા અને ડેરને બદલાવી પાર્ટી:
સૌરાષ્ટ્ર કોંગ્રેસ આ બન્ને મોટા નેતાઓએ કોંગ્રેસને રામ રામ કહી ભાજપનો કેસરિયો ખેસ તો ધારણ કરી દીધો. ભાજપને આશા છે કે આ બન્ને નેતા આવવાથી સૌરાષ્ટ્રની પોરબંદર, જામનગર, અમરેલી, ભાવનગર બેઠક પર ફાયદો થશે. કારણ કે આ બન્ને નેતાઓ જે સમાજમાંથી આવે છે તે મેર અને આહીર સમાજની વસ્તી આ લોકસભા બેઠકમાં વધુ છે. ભાજપ માટે હાલ દરેક સોદા ફાયદાના જ સાબિત થઈ રહ્યા છે. અને તેથી જ આવનારા નેતાઓ પણ કહી રહ્યા છે કે અમે માત્ર કાર્યકર તરીકે આવ્યા છીએ, કોઈ લોભ લાલચ કે પદ માટે નથી આવ્યા. પરંતુ તેઓ સંકેત પણ આપી રહ્યા છે કે પાર્ટી જે જવાબદારી સોંપશે તે કરીશું. આ જે જવાબદારી છે તેમાં જ બધુ છૂપાયેલું છે. સૌથી પહેલા તો આ બન્ને નેતાઓને તમે સાંભળી લો. ભાજપથી મોઢવાડિયા અને ડેરને કેટલો ફાયદો મળે છે તેતો સમય બતાવશે પરંતુ ભાજપને આ બન્ને નેતાથી ફાયદો ચોક્કસ મળવાનો છે તે નક્કી છે. અને તેથી જ ભાજપના નેતાઓ હાલ આ બન્નેના વખાણ કરી રહ્યા છે. રાજકારણમાં ક્યારેય કોઈ કંઈજ કહી શક્તું નથી. આ એવો વ્યવસાય છે કે જેમાં નતો કોઈ કાયમી દોસ્ત છે, નતો કોઈ કાયમી દુશ્મન...ક્યારે શું થાય તેનો કોઈ જ ખ્યાલ આવતો નથી. 

અમરેલી - 
બાવકુભાઇ ઉંધાડ
કૌશિક વેકરિયા - નાયબ દંડક
મુકેશ સંઘાણી
ભરત સુતરિયા

વડોદરા-
ડૉ એસ જય શંકર
રાકેશ અસ્થાના 
દીપિકા ચિખલિયા

છોટા ઉદેપુર-
નારણ રાઠવા અથવા સંગ્રામ રાઠવા

જૂનાગઢ-
કિરીટ પટેલ 
ભારતી આશ્રમના ઋષિ ભારતી બાપુ
ગીતાબેન માલમ

ભાવનગર -
હીરાભાઈ સોલંકી

સુરેન્દ્રનગર-
ડૉ મહેન્દ્ર મુંજપરા (બિનિવાદાસ્પદ)
કુંવરજી બાવળિયા
શંકર વેગડ 
પ્રકાશ વરમોરા

સુરત -
ડો. જગદીશ પટેલ
રણજીત ગિલિટવાલા
નિતીન ભજીયાવાળા
મુકેશ દલાલ
હેમાલી બોઘાવાલા

વલસાડ -
કે સી પટેલ રિપીટ નહિ થાય ઉંમર ૭૪ હની ટ્રેપ જેવા વિવાદ જેથી નવો ચેહરો

અમદાવાદ પૂર્વ-
ગોરધન ઝડફિયા
વલ્લભ કાકડિયા 
જગદીશ પટેલ

સાબરકાંઠા -
દીપસિંહ રાઠોડ
પ્રફુલભાઈ પટેલ
ગજેન્દ્રસિંહ પરમાર
મહેન્દ્રસિંહ બારૈયા
કૌશલ્ય કુંવરબા પરમાર

મેહસાણા -
જુગલ ઠાકોર
પ્રકાશ પટેલ
આનંદ પટેલ - શારદા બેન ના પુત્ર
ધનેશ પટેલ - એ કે પટેલ ના પુત્ર

જૂનાગઢ -
કિરીટ પટેલ
ભારતી આશ્રમ ના ઋષિ ભારતી બાપુ
ગીતા માલમ
મહેશગીરી બાપુ
ઇન્દ્રભારતી બાપુ

અમરેલી -
ડૉ ભરત કાનાબાર
હિરેન હીરપરા
બાવકુભાઈ ઉંઘાડ
કૌશિક વેકરીયા - નાયબ દંડક
મુકેશ સંઘાણી
ભરત સુતરીયા

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More