Home> Gujarat
Advertisement
Prev
Next

તીડનો આતંક : પાકનો દુશ્મન તીડ કેવી રીતે ઘડીના છઠ્ઠા ભાગમાં ખેતર કરે છે સાફ? જાણો

હાલ કચ્છના લખપતમાં રણતીડનો આતંક છવાયેલો છે. પાકિસ્તાનથી આવેલા તીડે લખપતના ખેતરોને ઘેરી લીધા છે, અને લખપતને તીડમુક્ત બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા ટીમ મોકલવામાં આવી છે. આ પહેલા પણ બનાસકાંઠામાં રાજસ્થાન તરફથી આવેલા રણતીડનો આતંક હતો. ત્યારે આખરે આ રણતીડ શું છે અને કેમ તે ખેતી માટે નુકશાનકારક ગણાય છે તે જાણી લઈએ. 

તીડનો આતંક : પાકનો દુશ્મન તીડ કેવી રીતે ઘડીના છઠ્ઠા ભાગમાં ખેતર કરે છે સાફ? જાણો

અમદાવાદ :હાલ કચ્છના લખપતમાં રણતીડનો આતંક છવાયેલો છે. પાકિસ્તાનથી આવેલા તીડે લખપતના ખેતરોને ઘેરી લીધા છે, અને લખપતને તીડમુક્ત બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા ટીમ મોકલવામાં આવી છે. આ પહેલા પણ બનાસકાંઠામાં રાજસ્થાન તરફથી આવેલા રણતીડનો આતંક હતો. ત્યારે આખરે આ રણતીડ શું છે અને કેમ તે ખેતી માટે નુકશાનકારક ગણાય છે તે જાણી લઈએ. 

રુંવાડા ઉભા કરી દે તેવો Video, ગ્રાહકોની સામે વેપારીને હાર્ટ એટેક આવ્યો, અને ઢળી પડ્યા...

રણતીડની ઓળખ
રણતીડ સામાન્ય રીતે આપણે ત્યાં દેખાતા અન્ય તીતીઘોડા જેવા જ હોય છે. પરંતુ આ જીવાત મુખ્યત્વે રણમાં જોવા મળે છે. રણતીડ જમીનમાં 5થી 12 સેન્ટીમીટર નીચે ઈંડા મૂકે છે. ઈંડામાંચી 10-12 દિવસમાં બચ્ચા બહાર આવે છે. જેમાં 60 થી 100 જેટલા ઈંડા મૂકે છે. મોટા તીડ ટોળામાં પ્રવાસ કરીને એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં પ્રવેશે છે. 

ગુજરાતમાં ડેન્ગ્યુનો અજગર ભરડો, સૌથી વધુ કેસ જામનગરમાં, સૌથી ઓછા ડાંગમાં

તીડના ત્રાસથી બચવા શું કરવું

  • તીડનું ટોળુ આવતુ હોવાની માહિતી મળે તો તરત ચેતી જવું. ખેતરમાં ઢોલ, પતરાના ડબ્બા કે થાળીઓ વગાડી મોટા અવાજ કરવા.
  • તીડનું ટોળુ રાત્રે દેખાય તો કેરોસીનના કાકડા અછવા ફ્લેમથ્રોઅરથી સળગાવીને નાશ કરવો.
  • જે વિસ્તારમાં તીડે ઈંડા મૂક્યા હોય તે વિસ્તારની જમીન પર એક હેક્ટર જમીન દીઠ 25 કિલો મેલાથીઓન, 5 ટકા ક્વિનાલ્ફોસ કે 1.5 ટકા મિક્સ કરીને તેની ભૂકીના બે ફૂટ પહોળા પટ્ટા કરવા. 
  • તીડના બચ્ચા ખોરાકની શોધમાં આગળ જતા હોય છે. તેથી અનુકૂળ જગ્યાએ લાંબો ખાડો ખોડીને તીડના બચ્ચાના ટોળાને દાટી દેવા.
  • તીડના બચ્ચાના ટોળાને આગળ વધતા અટકાવવા ઝેરી પ્રલોભકા ( 100 કિલોની ડાંગરની કૂશકી સાથે 5 કિલો ફેનીટ્રોથીઓન અને 5 કિલો ગોળની રસી બનાવી જમીન વિખેરવી.
  • જ્યાં તીડના ટોળા બેસે ત્યાં 5 ટકા મેલાથીઓન કે 1.5 ટકા ક્વિનાલ્ફોસની ભૂકીનો છંટકાવ કરવો.
  • જમીન પર રાતવાસો કરવા ઉતરેલુ તીડનું ટોળુ સામાન્ય રીતે સવારના 10-11 વાગ્યા પછી જ પ્રયાણ કરતું હોય છે. ત્યારે 5 ટકા મેલાથીઓન અથવા 1.5 ટકા ક્વિનાલ્ફોસ ભૂકીનો છંટકાવ કરવો.
  • તીડને નિયંત્રણ કરવા સવારના સમયે ફેનીટ્રોથીઓન 50 ટકા અતવા મેલાથીઓન 50 ટકા ઈસી અથવા ક્લોરપાયારીફોસ 20 ટકા ઈસી દવા 1 લિટર પ્રમાણે 800થી 1000 લીટર પાણીમાં ભેળવીને એક હેક્ટર પાણીમાં છંટકાવ કરો.
  • તીડના ઈંડા મૂકાયા હોય તે વિસ્તારમાં ઊંડા ખેડ કરીને ઈંડાનો નાશ કરવો. 

પાકને આવી રીતે તીડથી બચાવો
 લીમડાની લીંબોડીની મીંજનો ભૂકો 500 ગ્રામ (5 ટકા અર્ક) અથવા લીંબડાનું તેલ 40 મીમી તેમજ ધોવાનો પાવડર 10 ગ્રામ અથવા લીંબડા આધારિત તૈયાર કીટનાશક 50 મિલી (1 ઈસી) થી 40 મીલી (0.15 ઈસી) 10 લીટર પાણીમાં ઉમેરી બનાવેલ દ્રાવણને છાંટવાથી આવા છોડ તીડ ખાતા નથી.

રાજકોટ : D-martની બદામમાંથી નીકળી જીવાત, જોઈને ચીતરી ચઢે તેવો વીડિયો ગ્રાહકે કર્યો વાયરલ

લખપતના 15 અને અબડાસાના 3 અને નખત્રાણાના 3 ગામોમાં તીડ દેખાયા છે. ત્યારે આ માટે જિલ્લા કક્ષાનો કંટ્રોલ રૂમ ભૂજ ખાતે ઉભો કરવામાં આવ્યો છે. હાલ કચ્છના કુલ 88 હેક્ટરમાં તીડ દેખાયા છે. આ તમામ વિસ્તારોમાં હાલ દવાનો છંટકાવ ચાલુ છે. રણ વિસ્તારના સરહદી ગામડાઓમાં તીડના ટોળાં ધીરેધીરે વ્યાપક બની રહ્યા છે. સમગ્ર વિસ્તારમાં તીડનું આક્રમણ વધ્યું છે. ત્યારે રાજ્ય સરકારે કચ્છને તીડના ત્રાસથી બચાવવા 28 ટીમોને તૈનાત કરી છે. કચ્છના કુલ 2000 હેક્ટરમાં સર્વે હાથ ધરાયો છે.

દવા છાંટવા ગયેલા સેવકો બીમાર પડ્યા
તીડ નિયંત્રણ- સર્વે માટે ગયેલાં 1 મહિલા સહિત 5 ગ્રામસેવક-તલાટીને ઝેરી દવાની અસર થતાં દોડધામ મચી જવા પામી હતી. લખપતના મોટી છેર ગામે તીડના કારણે ખેતરમાં થયેલાં તીડ નિયંત્રણની કામગીરી સાથે પાકની નુકસાનીનો સર્વે કરવા માટે ગયેલા તલાટી અને ગ્રામ સેવકને ઝેરી દવા ચડી ગઇ હતી. પાકમાં છેલ્લી વખત દવા છાંટવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે જ તલાટી અને અન્ય ગ્રામસેવકો ત્યાં પવનની દિશામાં હાજર હતા. જેથી પવનની સાથે આવેલી દવાની અસર તલાટી સહિત તમામને થઇહ તી. તેમને દવા ચડવા લાગી હતી. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More