Home> Gujarat
Advertisement
Prev
Next

લૉકડાઉનઃ દ્વારકામાં ફસાયો એક રશિયન પરિવાર, સરકારી તંત્રએ લીધી મુલાકાત


આ રશિયન દંપતી દ્વારકાધીશના ભક્ત પણ છે. તેઓ બીજી વખત અહીં આવ્યા છે. તેમણે કહ્યું કે, અમે મોસ્કો અને રશિયાની એમ્બેસી સાથે પણ સંપર્કમાં છીએ. 

લૉકડાઉનઃ દ્વારકામાં ફસાયો એક રશિયન પરિવાર, સરકારી તંત્રએ લીધી મુલાકાત

રાજુ રૂપારેલિયા/દેવભૂમિ દ્વારકાઃ યાત્રાધામ દેવભૂમિ દ્વારકામાં દેશ-વિદેશના લોકો ભગવાન શ્રીકૃષ્ણના દર્શને આવતા હોય છે. ત્યારે થોડા દિવસ પહેલા છેલ્લા છ મહિનાથી ભારત ભ્રમણે આવેલ એક રશિયન દંપતી પોતાના નાના બાળકની સાથે દ્વારકા પહોંચ્યા હતા. પરંતુ ત્યારબાદ કોરોના વાયરસની સ્થિતિને કારણે સમગ્ર દેશમાં લૉકડાઉન લગાવવામાં આવ્યું હતું. જેથી આ પરિવાર દ્વારકામાં ફસાય ગયો હતો. આ આ રશિયન પરિવાર દ્વારકાના એક બ્રાહ્મણ પરિવારની સાથે જ રોકાયા છે. 

તો હવે દ્વારકાના સરકારી તંત્ર અને આરોગ્યની ટીમ વ્રજધામ સોસાયટીમાં રહેતા રશિયન પરિવારની મુલાકાત લીધી હતી. આ રશિયન મહિલાને છ મહિનાનો ગર્ભ પણ છે. તેના પતિ અને એક બાળક પણ તેની સાથે છે. હાલ તેઓ અહીં પોતાને સુરક્ષમત માની રહ્યાં છે. તેમણે કહ્યું કે, રશિયા કે દિલ્હીમાં પણ સ્તથિતિ સારી નથી. તેથી તેમણે હાલ દ્વારકામાં રહેવાનું પસંદ કર્યું છે. 

આ રશિયન દંપતી દ્વારકાધીશના ભક્ત પણ છે. તેઓ બીજી વખત અહીં આવ્યા છે. તેમણે કહ્યું કે, અમે મોસ્કો અને રશિયાની એમ્બેસી સાથે પણ સંપર્કમાં છીએ. હાલ તેઓ ભારતના મહેમાન છે તેથી તંત્ર પણ તેમનું ખાસ ધ્યાન રાખી રહ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More