Home> Gujarat
Advertisement
Prev
Next

જમણી બાજુ સુંઢ સાથે વિરાજમાન ગણેશ ભગવાનનું ગુજરાતનું એક માત્ર મંદિર, જાણો રસપ્રદ ઈતિહાસ

ગણેશપુરા મંદિર સાથે જોડાયેલી રસપ્રદ કથા. અહીં ગણેશ ભગવાન સ્વયંભૂ પ્રગટ થયા હોવાની લોકવાયકા છે.

જમણી બાજુ સુંઢ સાથે વિરાજમાન ગણેશ ભગવાનનું ગુજરાતનું એક માત્ર મંદિર, જાણો રસપ્રદ ઈતિહાસ

ઝી બ્યૂરો, અમદાવાદઃ કંઇ પણ શુભ કાર્ય કરતા પહેલા આપણે ગણપતીને આપણે યાદ કરતાં હોઇ છે. હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં જેમ કહેવામાં આવ્યું છે. કે શ્રી ગણશ એટલે કે સુખ-સમૃદ્ધ અને વિદ્યાના દાતા ગણવામાં આવે છે. ગણપતિની ઉપાસનાને મંગળકારી માનવામાં આવે છે. ત્યારે અમદાવાદ નજીક આવેલું છે ગણેશ ભગવાનનું અનોખું મંદિર. અન્ય ગણેશ મંદિરોથી આ મંદિર વિશેષ છે. કારણકે, સામાન્ય રીતે ભગવાન ગણેશ ડાબી બાજુ સુંઢ સાથેની મુદ્રામાં જોવા મળતા હોય છે. પરંતુ આ મંદિરમાં વિધ્નહર્તા તમને જમણી બાજુ સુંઢ સાથે દર્શન આપે છે. દૂર દૂરથી દર્શનાર્થીઓ પણ અહીં ભગવાનના દર્શને આવતા હોય છે. 

ગણેશપુરા મંદિરનો ઇતિહાસ
ગણપતપુરા મંદિરમાં ગણેશ ભગવાનતે સ્વંયભુ પ્રગટ થયા હોવાનું માનવામાં આવે છે. વિક્રમ સંવત 933ના અષાઢ વદ-4ને રવિવારનાં દિવસે હાથેલમાં જમીનનાં કેરડાનાં જાળાનાં ખોદકામનાં સમયે ગણપતિ દાદાની મૂર્તિ પગમાં સોનાનાં તોડા, કાનમાં કુંડળ, માથે મુગટ તથા કેડ પર કંદોરા સાથે પ્રગટ થયા હતા. વર્ષો પહેલા આ  સ્થળ પર જંગલ વિસ્તાર હતો. જમીનમાંથી મૂર્તિ મળી આવતા કોઠ, રોજકા, વણફૂટા ગામની વચ્ચે વિવાદ થયો હતો. ત્યાર પછી જ્યારે મૂર્તિને ગાડામાં મૂકવામાં આવી ત્યારે ચમત્કાર થયો. ગાડું તે ઓપોઆપ બળદ વગર ચાલવા લાગ્યું અને ગણપતિપુરાનાં ટેકરા પર જઇને ઉભું રહ્યુ. મૂર્તિ તે આપમેળ ગાડામાંથી નીચે ઉતરી ગઇ. આ પ્રંસગ સર્જાતા તે સ્થળનું નામ ગણેશપુરા રાખ્યું. તે જ દિવસે 5 કિમી દુર અરણેજમાં બૂટભવાની માતાજી સ્વંયમ પ્રગટ થયેલા તેથી પુજારી અંબારામ પંડિતનાં નામ પરથી તે ગામનું નામ અરણેજ પાડવામાં આવ્યુ.

ભગવાન શિવે ગણેશજી સિવાય આ લોકોના પણ કાપ્યાં હતા માથા, ભોગવવું પડ્યું આ પરિણામ

'ગણેશ'ના નામનો શાબ્દિક અર્થ એટલે ભયાનક અથવા ભયંકર થાય છે. કારણ કે ગણેશની શારીરિક રચનામાં મુખ હાથીનું તો ધડ પુરુષનું છે. સાંસારિક દ્રષ્ટિથી આ વિકટ સ્વરૂપ માનવામાં આવે છે. જો કે એ વાત પણ સત્ય છે કે ધર્મ અને અધ્યાત્મની દ્રષ્ટિએ આમાં અનેક ગૂઢ સંદેશ છૂપાયેલા છે. ગણપતિનાં સ્વરૂપમાં દરેક ચીજ એક ગૂઢ અર્થ ધરાવે છે. તે વાત સમજવા યોગ્ય છે. તમે જો શ્રી ગણેશ સામે હાથ જોડીને ઉભા રહો ત્યારે તેમના આ રૂપને જોતી વખતે પ્રેરણા લેશો તો વિધ્નહર્તાની કૃપાથી ક્યારેય તમારા કાર્યમાં વિધ્ન નહી આવે. ભગવાન ગણેશ તમારા જીવનના બધા દુ:ખ દુર કરીને તમારું જીવન સુખમય બનાવે છે. 

fallbacks

Defense: 2021માં ભારત રક્ષા ક્ષેત્રે લગાવશે હનુમાન કૂદકો: રેકોર્ડબ્રેક ડ્રોનથી લઈ મિસાઈલના થશે પરીક્ષણ

અમદાવાદ જિલ્લાનાં ધોળકા તાલુકામાં આવેલ ગણપતપુરાનાં ગણેશ ભગવાનનો અનોખો ઇતિહાસ છે. કોઠ ગામની પાસે આવેલ ગણેશ ભગવાન મંદિરને કારણે ગામનું નામમાં પણ ગણેશપુરા, ગણપતિપુરા નામથી ઓળખવામાં આવે છે. ગણપતિપુરા મંદિરની ખાસિયત એ છે. કે ગણેશ ભગવાનની મુર્તિ જે ક્યાય જોવા નહીં મળે તો અંહીયા જોવા મળશે. આ મુર્તિની ખાસ વાત એ છે. કે ગણેશજીની મુર્તિ જમણી બાજુ છે. તેમજ એક દંત અને સ્વયંભૂ પ્રગટ થયેલી મૂર્તિ છે. આ મૂર્તિ છ ફૂટ ઊંચાઇ ધરાવે છે. ગણપતિપુરામાં દર માસની વદ ચોથના દિવસે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનનો લાભ લેવા માટે આવતા હોય છે. ગુજરાત તેમજ બહારનાં રાજ્યોમાંથી અહીંયા લાખો લોકો ચોથના દિવસે દર્શન માટે આવે છે. અહીંયા દર્શને આવતા યાત્રિકો માટે ચા-પાણી અને ભોજનની વ્યવસ્થા મંદિર તરફથી કરવામાં આવતી હોય છે. 

fallbacks

મંદિરનો મહિમા
ચોથના દિવસે ગણપતિદાદાને પ્રિય એવા કિલો બુંદીના લાડુ અને કિલો ચૂરમાના લાડુ પ્રસાદ તરીકે ધરાવવામાં આવે છે. ચોથના દિવસે દાદાનાં દર્શન સવારે 4 વાગ્યાથી સાંજે 7 વાગ્યાની આરતી પછી અડધા કલાક સુધી ખુલ્લુ રાખવામાં આવે છે. આ મંદિરની પાછળ ભોજન માટે અન્નક્ષેત્ર પણ ચલાવવામાં આવે છે. સવારના 10.30થી બપોરના 1.00 વાગ્યાસુધી અહી અન્નક્ષેત્રમાં રોજ ભકતો લાભ લે છે. જમવામાં દાળ, ભાત, શાક, રોટલી તેમજ વાર-તહેવારના દિવસે પૂરી, મિષ્ટાન, દાળ, ભાત આપવામાં આવે છે. દર ચોથના દિવસે એક લાખથી સવા લાખ લોકો મોરૈયો અને કઢીનો પ્રસાદ અન્નક્ષેત્રમાં લે છે. હાલમાં મંદિરનો જીણોદ્વાર કરવામાં આવ્યો છે. ગણેશપુરામાં કેળાં ની વફેર માટે સમગ્ર ગુજરાતમાં વખણાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More