Home> Gujarat
Advertisement
Prev
Next

Ahmedabad માં પાંચ માળની ઈમારત ધરાશાયી, જુઓ સમગ્ર ઘટનાનો Live Video

અમદાવાદમાં પાંચ માળની ઈમારત ધરાશાયી થવાનો વીડિયો સામે આવ્યો છે. અમદાવાદના જમાલપુર વિસ્તારના કાજી ધાબા પાસે પાંચ માળની ઈમારત ધરાશાયી થતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો

Ahmedabad માં પાંચ માળની ઈમારત ધરાશાયી, જુઓ સમગ્ર ઘટનાનો Live Video

ઝી મીડિયા બ્યુરો: અમદાવાદમાં પાંચ માળની ઈમારત ધરાશાયી થવાનો વીડિયો સામે આવ્યો છે. અમદાવાદના જમાલપુર વિસ્તારના કાજી ધાબા પાસે પાંચ માળની ઈમારત ધરાશાયી થતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. ત્યારે આ સમગ્ર ઘટના સ્થાનિકો દ્વારા કેમેરામાં કેદ કરવામાં આવી હતી. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

જુઓ ઈમારત ધરાશાયીનો Live Video:-

અમદાવાદના જમાલપુર વિસ્તારના કાજી ધાબા પાસે પાંચ માળની ઈમારત ધરાશાયી થઈ છે. આ ઘટનાને પગલે આસપાસના સ્થાનિક લોકો એકત્રિત થઈ ગયા હતા. મળતી માહિતી મુજબ ગઈકાલે આવેલા તૌકતે વાવાઝોડાને કારણે અને ઈમારતની નીચે ડ્રેનેજ લાઈન આવેલી હોવાથી ઈમારતમાં હલન ચલન થઈ હતી. જેના કારણે ઈમારતમાં રહેતા લોકોએ મોડી સાંજે ઈમારત ખાલી કરી દીધી હતી.

આ પણ વાંચો:- PM મોદીની ગુજરાતને 1 હજાર કરોડની સહાય, મૃતકોના પરિવારને 2 લાખની સહાય

જો કે, આ ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ નથી. ત્યારે ઇમારત ધરાશાયી થતા ફાયર વિભાગ અને પોલીસ તંત્ર ઘટના સ્થળે દોડી આવ્યું હતું. પોલીસ તંત્ર દ્વારા આ ધટના અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More