Home> Gujarat
Advertisement
Prev
Next

PM મોદીએ કહ્યું, '2002માં જ્યારે હું પ્રથમ વાર ચુંટણી લડ્યો ત્યારે ફોર્મમાં સહી કરવાની પેન પ્રમુખ સ્વામી આપતા...'

શતાબ્દી મહોત્સવનો પ્રારંભ કરાવ્યા બાદ મહંત સ્વામી, પીએમ નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ દેવવ્રત આચાર્યએ પ્રમુખ સ્વામી મહારાજની મૂર્તિ તરફ પ્રયાણ કર્યું હતું. શાસ્ત્રોક્તવિધિથી વાતાવરણ ગૂંજ્યું છે. PM મોદીએ પ્રમુખ સ્વામીની ચરણવંદના કરી હતી. ત્યારબાદ જંગી સભાને સંબોધન કરી રહ્યા છે.

PM મોદીએ કહ્યું, '2002માં જ્યારે હું પ્રથમ વાર ચુંટણી લડ્યો ત્યારે ફોર્મમાં સહી કરવાની પેન પ્રમુખ સ્વામી આપતા...'

ગૌરવ પટેલ/અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્રમોદી BAPS આયોજિત પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવના ઉદઘાટન પ્રસંગે અમદાવાદ એરપોર્ટથી પ્રમુખ સ્વામી નગર પહોંચ્યા છે. શતાબ્દી મહોત્સવનો પ્રારંભ કરાવ્યા બાદ મહંત સ્વામી, પીએમ નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ દેવવ્રત આચાર્યએ પ્રમુખ સ્વામી મહારાજની મૂર્તિ તરફ પ્રયાણ કર્યું હતું. પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવનો PM મોદીનો હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો છે, શાસ્ત્રોક્તવિધિથી વાતાવરણ ગૂંજ્યું છે. PM મોદીએ પ્રમુખ સ્વામીની ચરણવંદના કરી હતી. ત્યારબાદ જંગી સભાને સંબોધન કરી રહ્યા છે.

કાર્યક્રમમાં પીએમ મોદી Live:

  • પીએમ મોદીએ જયસ્વામીનારાયણથી પ્રવચનની શરૂઆત કરી હતી.

  • પીએમ મોદીએ કહ્યું કે,  મારૂ સૌભાગ્ય કે ઐતિહાસીક કાર્યક્રમમાં સાથી સહભાગી અને સત્સંગી બનવાનો મોકો મળ્યો, મેં જેટલો સમય અહી વિતાવ્યો ત્યારે દિવ્યતાની અનુભુતી થઇ. અહી અબાલ, વૃદ્ધો, સૌ માટે વિરાસત ધરોહર પ્રકૃતિને પરિસરમાં આવરી લેવાઇ છે. ભારતના રંગ અહી જોવા મળે છે. આવનારી પેઢીને આ આયોજન પ્રેરણા આપશે.

  • પીએમ મોદીએ જણાવ્યું હતું કે, દુનિયાભરમાંથી લોકો મારા પિતા તુલ્ય પ્રમુખ સ્વામીને શ્રધ્ધાંજલી આપવા માટે આવશે. વસુધૈવ કુટુંબકમની ભાવના આ નગરમાં જોવાય છે. આપણા સંતોએ વિશ્વને જોડાવાનુ કર્યુ. બાળપણમાં જ્યારે દુરથી પ્રમુખ સ્વામીના દર્શન કરતા ત્યારે સારૂ લાગતુ. કલ્પના ન હતી કે રૂબરૂ મળવાનુ થશે..

  • પીએમ મોદીએ ઉમેર્યું કે, ૧૯૯૧માં પ્રથમ વાર મળવાનો અને સત્સંગ કરવાનો મોકો મળ્યો, જેમાં માત્ર સેવાની જ વાત કરી. પ્રમુખ સ્વામી વ્યકિતની ક્ષમતા પ્રમાણે સત્સંગ પ્રવચન આપતા. કલામ વૈઘ્નાનિક હતા, તેમને પણ તેમની પાસેથી શીખવા મળતુ અને મારા જેવા સામૈજિક કાર્યકરને પણ શીખવા મળતુ.

  • પીએમ મોદીએ કહ્યું કે, ૨૦૦૨માં જ્યારે હુ પ્રથમ વાર ચુંટણી લડ્યો, ત્યારે ફોર્મમાં સહી કરવાની પેન પ્રમુખ સ્વામી આપતા. ત્યારથી લઇ કાશીમાં ફોર્મ ભર્યુ ત્યારે પણ પેન મોકલી હતી. છેલ્લા ૪૦ વર્ષથી દર વર્ષે મને કુર્તા પાયજામનુ કપડુ પ્રમુખ સ્વામી મોકલતા. આજે પ્રધાનમંત્રી છું, તેમ છતાં કપડા મોકલવાની પરંપરા મહંત સ્વામીએ ચાલુ રાખી છે.

  • પીએમ મોદીએ જણાવ્યું હતું કે, હું જયારે કચ્છના ભુકંપ સમયે સેવા કરવા ગયો ત્યારે મારા જમવાની ચિંતા પણ પ્રમુખ સ્વામી મહારાજ કરતા હતા. ૧૯૯૨માં હું જ્યારે કાશ્મીરના લાલચોકમાં તિરંગા લહેરાવા ગયો ત્યારે સૌથી પહેલો ફોન પ્રમુખ સ્વામીનો હતો કે તમે કુશળતો છોને...

  • પીએમ મોદીએ જણાવ્યું કે, અક્ષરધામ પર હુમલો થયો ત્યારે એ સંકટના સમયે પ્રમુખ સ્વામીએ મને ફોન કરી કહ્યું તારૂ ઘર તો સામે જ છે કોઇ તકલીફ નથીને.. આટલી સંકટની ઘડીમાં પણ પ્રમુખ સ્વામી સ્વસ્થ હતા.

  • પીએમ મોદીએ કહ્યું કે, પ્રમુખ સ્વામીએ સંત પરંપરાને સંપુર્ણ પણે બદલી, સંત સમાજ માટે છે.

  • પીએમ મોદીએ ઉમેર્યું કે, પ્રમુખ સ્વામી ઇચ્છતા તો અમદાવાદ કે ગાંધીનગરમાં રહી શકતા હતા, પણ તમણે સારંગપુર રહેવાનુ પસંદ કર્યુ. જ્યાં તેમણે સંતોનુ ટ્રેનીંગ સેન્ટર શરૂ કરી સંત બનાવ્યા. તેઓ દેવ ભક્તિ અને દેશ ભક્તિમાં અંતર નહોતા કરતા. આ સમારોહ નવી પેઢીના પ્રેરણાનુ કારણ બનશે. 

  • પીએમ મોદીએ કહ્યું, મને જાણવા મળ્યું છે કે અહીં 80 હજાર સ્વંયસેવકો સેવા કરી રહ્યા છે, ત્યારે મેં કીધું કે હું પણ એક સ્વયં સેવક છું. તમે પણ એક નામ જોડી દો.

બ્રહ્મ વિહારી સ્વામી

  • નરેન્દ્ર મોદી આજે પ્રધાનમંત્રી તરિકે નહી પુત્ર તરીકે આવ્યા છે
  • પ્રમુખ સ્વામી દિકરાની જેમ તેમની રાહ  જોતા
  • પ્રધાનમંત્રી પોતાના હાથે પીએમેઓના સ્ટાફને પ્રસાદ આપવાના છે
  • આપના માટે કોઇ કંઇ બોલે તો સ્વામીને દુખ થતુ
  • બાપાએ મોદીને કહેયુ હતુ કે સંન્યાસ લેવાનુ ન વિચારતા તમે દેશનુ ભવિષ્ય છો

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ

  • મુખ્યમંત્રી તરીકે મારો જાહેર કાર્યક્રમ પ્રધાનમંત્રી હાજરીમાં પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવથી થાય એનાથી સારુ કંઇ ના હોઇ શકે. 
  • પ્રમુખ સ્વામીએ માનવ ગડતરનુ કામ કર્યુ
  • માનવજીવનની સેવામાં જીવન ખપાવ્યુ
  • સ્વામીજીએ સુશિક્ષિત યુવાનોને વૈરાગીની પ્રેરણા આપી ૧૦૦૦ યુવાનો સમર્પિત કર્યા
  • અક્ષરધામ હુમલાના આતંકવાદીઓના મ્રુતદેહો પર પુપ્ષ પ્રમુખ સ્વામીજ વરસાવી શકે
  • વ્યસન સામે લડવાનુ આંદેલન પ્રમુખ સ્વામીએ છેડ્યુ હતુ
  • ઘરસભાનો વિચાર પ્રમુખ સ્વામીએ આપેલી સૌથી મોટી ભેટ
  • બીજાના ભલામાં આપણુ ભલુ અને બીજાના સુખમાં આપણુ સુખએ એમનો સંદેશ

કાર્યક્રમ Live:

  • પ્રધાનમંત્રી મોદી સ્વામિનારાયણ નગરમાં પ્રદર્શની નિહાળી રહ્યા છે.
  • આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના હસ્તે શાસ્ત્રોક્તવિધિથી પ્રમુખસ્વામી મહારાજ જન્મશતાબ્દી મહોત્સવનું ઉદઘાટન કરવામાં આવ્યું છે. 
  • આ દરમિયાન ભારતીય સંસ્કૃતિની ઝાંખી અને વિવિધ રાજ્યોના નૃત્યો પ્રસ્તુત કરવામાં આવ્યા હતા.
  • નરેન્દ્ર મોદી સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ દેવવ્રત આચાર્ય પણ ઉપસ્થિત છે. 
  • અમદાવાદ સહિત અન્ય શહેરમાંથી હરિભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે.
  • પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં પીએમ મોદીની સભામાં 1 લાખથી વધુ લોકો હાજર છે. 
  • પ્રધાનમંત્રીએ પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવના ઉદધાટનનો જળ સંકલ્પ કર્યો
  • પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવના મુખ્ય દ્વારનુ ઉદઘાટન કર્યુ
  • મહાનુભાવોનુ સ્ટેજ પ્રમુખ સ્વામીની પ્રતિમા તરફ આગળ વધી રહ્યુ છે, જ્યાં પ્રધાનમંત્રી પ્રતિમાનુ અનાવરણ કર્યું
  • મહોત્સવનો પ્રારંભ કરાવ્યા બાદ નરેન્દ્ર મોદી, મહંત સ્વામી, મુખ્યમંત્રી, બ્રહ્મવિહારી સ્વામી, રાજ્યપાલ સ્ટેજ પર બેઠા હતા

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાનના અમદાવાદ ખાતે આગમન વેળાએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટિલ, પ્રોટોકોલ રાજ્યમંત્રી જગદિશ વિશ્વકર્મા અને અમદાવાદના મેયર કિરીટભાઇએ સ્વાગત કર્યુ હતું. મુખ્ય સચિવ પંકજકુમાર, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, અધિક મુખ્ય સચિવ એ.કે. રાકેશ તેમજ પોલીસ મહાનિદેશક આશિષ ભાટિયા સહિતના વરિષ્ઠ અધિકારીઓએ પણ વડાપ્રધાનનો ભાવ સભર આવકાર કર્યો હતો. 

પ્રમુખસ્વામીનો શતાબ્દી મહોત્સવનો આજથી (14 ડિસેમ્બર) અમદાવાદના ઓગણજ ખાતે પ્રારંભ થઈ રહ્યો છે. આ મહોત્સવ માટે સાયન્સસિટી-ઓગણજ વચ્ચે સરદાર પટેલ રિંગ રોડના કિનારે 600 એકર જમીન પર એક વિશાળ સ્વામિનારાયણનગર ઊભું કરવામાં આવ્યું છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના હસ્તે પ્રમુખસ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવનું ઉદઘાટન થશે. 

સાંજના 5થી 7.30 વાગ્યા સુધી ઉદઘાટન સમારોહ ચાલશે. પીએમ મોદી અને મહંતસ્વામીની નિશ્રામાં શાસ્ત્રોક્ત વિધિ દ્વાર પૂજાપાઠ અને વિધિ કરીને રિબીન કાપીને મહોત્સવની શરૂઆત કરવામાં આવશે. પૂજ્ય મહંતસ્વામી મહારાજ સહિતના સંતો અને નવા મુખ્યમંત્રી સહિતના મંત્રીઓ હાજર રહશે. દેશ-વિદેશના હરિભક્તો અને મહેમાનનું સ્વાગત કરવામાં આવશે.

અમદાવાદમાં ન ભૂતો ન ભવષ્યતિ એવી ભવ્ય ઉજવણી થવા જઈ રહી છે. અમદાવાદના એસપી રિંગ રોડ સ્થિત 600 એકરની જગ્યામાં બનેલા પ્રમુખ સ્વામીનગરમાં પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જે એક મહિના સુધી ચાલશે. આજે સાંજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે પ્રમુખ સ્વામી નગરનું ઉદ્ઘાટન કરવામાં આવશે. જે પછી 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી દરમિયાન 1 મહિના સુધી પ્રમુખ સ્વામી નગરમાં વિવિધ ઉજવણી થશે. આ ઉજવણીમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવવાની શક્યતા છે. 

પ્રમુખ સ્વામી નગરની શું વિશેષતા છે તેની વાત કરીએ પ્રમુખ સ્વામી મહારાજની 45 ફૂટ ઊંચી મૂર્તિ તૈયાર કરવામાં આવી છે. નગરની અંદર અક્ષરધામ મંદિરની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. સાથે જ અહીં રાત્રિના સમયે ગ્લો ગાર્ડન પણ માણી શકાશે. 3,600 સ્વયં સેવકોએ ગ્લો ગાર્ડન તૈયાર કર્યું છે અને 8 હજાર 300 લાઈટ સ્કલપચર તૈયાર કર્યાં છે. બાળ નગરી પણ તૈયાર કરવામાં આવી છે. જેમા પ્રમુખ સ્વામી મહારાજનું જીવન ચરિત્ર પણ જોવા મળશે. બાળનગરીમાં 6થી 7 હજાર બાળકો એનું સંચાલન કરશે.

પ્રમુખ સ્વામી નગરમાં કુલ બે સભા ગૃહ છે. પ્રમુખ સ્વામી મહારાજ સભા ગૃહ અને નારાયણ સભાગૃહ જેમા વિચાર સમારોહ થશે. જો કોઈ પાસે સમય ઓછો છે તો 20 મિનિટમાં સાર સમજવો હોય તો એક લાઈટ એન્ડ સાઉન્ડ શો પણ છે...આપને જણાવી દઈએ કે પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં આધૂનિક ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More