Home> Gujarat
Advertisement
Prev
Next

ગાંધીના ગુજરાતમાં કેટલાનો દારૂ ઝડપાયો? સ્ટેટ મોનિટરિંગ સેલે આ વર્ષે કર્યો રેકોર્ડબ્રેક

ગુજરાતમાં દારૂબંધી હોવા છતા દારૂ કેવી રીતે વેચવામાં આવે છે, સૌથી મોટો પ્રશ્ન એ પણ થાય છે કે દારૂ બંધી હોવા છતા પણ ગુજરાતમાં દારૂ આવે છે ક્યાંથી? રાજ્યમાં દારૂ પકડવા માટે અલગ અલગ એજન્સીઓ કામ કરે છે, છતાં કરોડો રૂપિયાનો દારૂ પીવાય છે.

ગાંધીના ગુજરાતમાં કેટલાનો દારૂ ઝડપાયો? સ્ટેટ મોનિટરિંગ સેલે આ વર્ષે કર્યો રેકોર્ડબ્રેક

ઝી બ્યુરો/અમદાવાદ: ગુજરાતમાં આમતો દારૂ વેચવો અને દારૂ પીવોએ ગુન્હો છે. પણ પોલીસની મીલી ભગતને કારણે ગુજરાતમાં દારૂની બિદાસ્ત હેરાફેરી કરવામાં આવી રહી છે. પ્રશ્નએ થાય છે, કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતા દારૂ કેવી રીતે વેચવામાં આવે છે, સૌથી મોટો પ્રશ્ન એ પણ થાય છે કે દારૂ બંધી હોવા છતા પણ ગુજરાતમાં દારૂ આવે છે ક્યાંથી? રાજ્યમાં દારૂ પકડવા માટે અલગ અલગ એજન્સીઓ કામ કરે છે, છતાં કરોડો રૂપિયાનો દારૂ પીવાય છે. પરંતુ આ વર્ષે દારૂ પકડવાના આંકડા પર નજર કરીએ તો તમામની આંખો ફાટી જાય તેમ છે. આ આંકડા પરથી તો સો ટકા એવું લાગે છે કે ગુજરાતમાં દારૂબંધી માત્ર નામની છે. સ્ટેટ મોનિટરિંગ સેલે આ વર્ષે રેકોર્ડ બ્રેક દારૂ ઝડપ્યો છે.

શું 15મી ડિસેમ્બરે ગુજરાત પર ત્રાટકશે વાવાઝોડું? પરેશ ગોસ્વામીએ કર્યો મોટો ખુલાસો

વર્ષ 2023માં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા એવી કાર્યવાહી કરવામાં આવી છે કે દારૂ માફીયાઓની કમર તોડી નાંખી છે. કરોડો રૂપિયાના દારૂ સાથે કરોડોનો મુદ્દામાલ પણ કબ્જે કર્યો છે, તેની સાથે નામચીન બૂટલેગરોને પણ જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. તમને જણાવી દઈએ કે મોનિટરિંગ સેલમાં નિર્લિપ્ત રાય SP બનીને આવ્યા ત્યારથી રેકોર્ડ બ્રેક દારૂ પકડાઈ રહ્યો છે.

હવે નહી થાય વીજચોરી! ગુજરાતમાં 1.65 કરોડ લાગશે સ્માર્ટમીટર, 308 કરોડ રૂપિયા સરકારે..

સ્ટેટ મોનિટરિંગ સેલના આંકડાની વાત કરીએ તો વર્ષ 2022માં કુલ 440 કેસ કર્યા હતા, જેમાંથી 10.40 કરોડથી વધુનો દારૂ સાથે કુલ 20.06 કરોડનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે તો રેકોર્ડબ્રેક દારૂ ઝડપ્યો છે. સ્ટેટ મોનિટરિંગ સેલે 12 ડિસેમ્બર સુધીમાં કુલ 419 કેસ કરીને કુલ 17.86 કરોડનો દારૂ સાથે 35.76 કરોડ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. 

ટ્રેનમાં સાચવજો! ભાઈના લગ્ન માટે ટ્રેનમાં અમદાવાદ આવેલી બહેનના લાખોના દાગીના ગુમ

ઉલ્લેખનીય છે કે, આ આંકડા પરથી અંદાજો લગાવી શકો છો કે સમગ્ર ગુજરાતમાં કેટલા કરોડનો દારૂ કબ્જે કરવામાં આવ્યો હોઈ શકે છે. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા જુગારના આંકડાની વાત કરીએ તો ચાલુ વર્ષે 133 કેસ, જેમાં 72.21 લાખ રોકડ સહિત કુલ 3.45 કરોડનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

ગુજરાતમાં જ્યાં જુઓ ત્યાં ચાલી રહ્યો છે નકલીનો ખેલ! હવે ઝડપાયો બોગસ DySP

ગુજરાતમાં દારૂબંધી ક્યારથી લાગુ થઈ
દરેકને માથુ ખંજવાળે એવો પ્રશ્ન એ છે કે ગુજરાતમાં દારૂબંધી કેવી રીતે લાગુ થઈ. ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ પડ્યા ત્યારે 1960 થી ગુજરાતમા સંપૂર્ણ દારૂબંધી છે. જોકે, દારૂ પર કન્ટ્રોલ અંગ્રેજો પર મૂક્યો હતો. ગુજરાતમાં દારૂ પર પ્રતંબિધ પહેલીવાર અંગ્રેજોએ દાખલ કરી. એ પહેલા દક્ષિણ ગુજરાતના લોકો તાડી અને ચોખામાંથી દારૂ બનાવતા હતા. આદિવાસીઓ પણ પોતાનો અલગ દારૂ બનાવતા હતા. અંગ્રેજોએ રેવન્યુ માટે સિસ્ટમ દાખલ કરવાનો પ્રયાસ કર્યો. સરકાર જાતે દારૂ બનાવશે અને લોકો ખરીદશે તેવી સિસ્ટમ તેઓ દાખલ કરવા માંગતા હતા. કાયદા પ્રમાણે ગુજરાતમાં કોઈ દારૂ પી શકે નહિ, પણ ડોક્ટરની મંજરી સાથે જ દારૂ પી શકાય. જોકે, ગાંધીજીનું નિધન 1948 માં થયું, અને ગુજરાતમાં દારૂબંધી 1960 માં આવી. ગુજરાત ઉપરાંત મિઝોરમ, નાગાલેન્ડ અને બિહાર જેવા રાજ્યોમાં દારૂ પર પ્રતિબંધ છે.

ગુજરાત કોંગ્રેસના નેતા અયોધ્યા મંદિરને લઈને સોશિયલ મીડિયામાં એવું તે શું કર્યું કે..

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More