Home> Gujarat
Advertisement
Prev
Next

બહેનના પ્રેમસબંધમાં યુવકની હત્યા, માત્ર કડું અને ટેટુના આધારે પોલીસે કેસ ઉકેલ્યો

લીંબાલી ગામમાં રહેતો 22 વર્ષીય યુવકને ગામની જ એક યુવતી સાથે પ્રેમસબંધ હોવાથી તે યુવતીના કિશોર વયના ભાઈ સહિત પાંચ જણાંએ ભેગાં મળીને આ યુવકની હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે. 

બહેનના પ્રેમસબંધમાં યુવકની હત્યા, માત્ર કડું અને ટેટુના આધારે પોલીસે કેસ ઉકેલ્યો
Updated: Jun 08, 2024, 08:02 PM IST

બુરહાન પઠાણ/આણંદ: જિલ્લાનાં લસોજીત્રા તાલુકાના લીંબાલી ગામમાંથી ગુમ થયેલા એક યુવકની લાશ બે દિવસ અગાઉ ચરા વિસ્તારમાંથી સળગેલી હાલતમાં મળી આવી હતી. પોલીસે ટેકનીકલ સર્વેલન્સ અને હ્યુમન સોસીસથી તપાસ હાથ ધરતા તેમજ ઘટના સ્થળેથી મળી આવેલા કડાં અને ટેટુના આધારે તપાસ કરતાં આ હત્યાનો ભેદ ઉકેલાઈ જવા પામ્યો હતો. આ યુવકને ગામની જ એક યુવતી સાથે પ્રેમસબંધ હોવાથી તે યુવતીના કિશોર વયના ભાઈ સહિત પાંચ જણાંએ ભેગાં મળીને આ યુવકની હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે. 

આ વિસ્તારોમાં કડાકા સાથે ધોધમાર, જામકંડોરણાના ગ્રામ્ય વિસ્તારોમા દોઢ ઈંચ વરસાદ

પોલીસે આ પાંચેયની અટકાયત કરી પુછપરછ કરતાં તેઓએ સૌપ્રથમ કેફીપીણું પીવડાવી માથામાં રીક્ષાની કીકનો સળીયો ફટકારી આ યુવકની હત્યા કરીને લાશને પુળા પાસે ઢસડીને લઈ જઈ સળગાવી દીધી હોવાની કબૂલાત કરી છે. જેના આધારે સોજીત્રા પોલીસે  બે કીશોર સહિત ત્રણ યુવકો વિરુદ્ધ હત્યાનો તેમજ અન્ય કલમો હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતના આ 15 વોટર પાર્કમાં GST વિભાગના દરોડા, સંચાલકોએ 57 કરોડથી વધુનો ખેલ કર્યો!

લીંબાલી ગામમાં રહેતો 22 વર્ષીય ઋત્વિક બચુભાઇ રાઠોડ ગત તારીખ 5 મી જુનના રોજ રાત્રીના દશેક વાગ્યે ઘરેથી નીકળ્યાં બાદ મોડી રાત સુધી પરત ફર્યો ન હતો. જેથી પરિવારજનોએ આ ગુમ થયેલા ઋત્વિકની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ તેનો ક્યાંય અતો પતો લાગ્યો ન હતો. તે દરમિયાન બીજા દિવસે એટલે કે, તારીખ 6 જુનના રોજ વહેલી સવારે છ વાગ્યાના અરસામાં પરિવારજનો  ઋત્વિકને શોધતાં-શોધતાં ગામના ચરામાં પહોંચ્યા હતાં. જ્યાં એક ખેતરમાં બનાવેલ ઓરડીના ઓસરીના ભાગે લોહીના તાજા નિશાન જોવા મળ્યાં. જ્યાં આસપાસ તપાસ કરતાં ત્યાંથી 500 મીટર દૂર ડાંગરના પરાળના ગંઠામાં સળગેલી હાલતમાં અજાણ્યાં યુવકની લાશ મળી આવી હતી. 

આઘા રહેજો! ચોમાસું હવે ગુજરાતથી ફક્ત 250 કિ.મી દૂર, આ ભાગોમાં થશે મોટા નવાજૂની!

ઘટના સ્થળેથી કડું મળી આવ્યું હતું. જેને લઇને પરિવારજનોએ ઋત્વિકની હોવાનું લાગી આવ્યું હતું. શંકાના આધારે પરિવારજનોએ આ અંગે સોજીત્રા પોલીસ મથકે જાણ કરતા પોલીસે જે તે સમયે અપમૃત્યુ નોંધ દાખલ કરી ઘટના સ્થળ પર દોડી આવી હતી અને લાશનો કબ્જો લઈ, ફોરેન્સિકમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. જેના રિપોર્ટમાં આ યુવકનું મોત માથામાં બોથડ પદાર્થ વાગવાથી થયું હોવાનું જાણવા મળ્યું હતું. 

તેમજ આ મૃતક બે દિવસ અગાઉ ગુમ થયેલ ઋત્વિક બચુભાઇ રાઠોડ જ હોવાનું બહાર આવ્યું હતું. જેને લઈને શુક્રવાર રાત્રિના નવ વાગ્યાના સમયે સોજીત્રા પોલીસે અજાણ્યાં ઈસમો વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધીને અલગ અલગ ટીમો બનાવી ઉંડાણપુર્વક તપાસ હાથ ધરી હતી.

ગુજરાતમાં જમજીર ધોધ કેમ કહેવાય છે 'મોતનો ધોધ', જિલ્લા કલેકટરનો મહત્વનો નિર્દેશ 

પોલીસે ટેક્નીકલ સર્વેલન્સ તથા હ્યુમન સોર્સીસ આધારે તપાસ કરતા ગામમાં જ રહેતાં 22 વર્ષીય મિત શૈલેષભાઇ પટેલ રહે-બી.એ.પી.એસ.મંદિર સામે, લીબાંલી, તા.સોજીત્રા, 20 વર્ષીય પ્રહલાદભાઇ ઉર્ફે પેલિયો મગનભાઇ સોલંકી રહે-નવી કોલોની, લીબાંલી,તા.સોજીત્રા, 20 વર્ષીય પરેશભાઇ ઉર્ફે લોટો રયજીભાઇ તળપદ રહે-નવી કોલોની, લીબાંલી, તા.સોજીત્રા અને બે કિશોરે ભેગાં મળીને રૂચિત બચુભાઈ રાઠોડની હત્યા કરી હોવાનું જાણવા મળ્યું  હતું. કિશોર વયના આરોપીની બહેન સાથે આ યુવકને પ્રેમસબંધ હોવાથી હત્યા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસે આ પાંચેયની અટકાયત કરી હતી.

પોલીસે પકડાયેલા પાંચેય હત્યારાની આકરી રીતે  પુછપરછ કરતાં, આ મૃતક ઋત્વિક બચુભાઇ રાઠોડને ગામમાં જ રહેતાં એક કિશોરની બહેન સાથે પ્રેમ-સંબંધ હતો. આ કિશોરે અવાર-નવાર ના પાડવા છતાં ઋત્વિક પ્રેમ સબંધ ચાલુ રાખ્યો હતો. જેથી કિશોરે પોતાના ચાર સાગરીતો સાથે મળી  ઋત્વિક ને કેફી પીણાથી નશો કરાવી મારી નાખવાનો પ્લાન બનાવ્યો હતો.

કોણ બનાવી રહ્યું છે ગુજરાતને "ઉડતા ગુજરાત", અહીંથી થયો ડ્રગ્સના રેકેટનો પર્દાફાશ

પ્લાન મુજબ કિશોરના સાગરીત પરેશભાઇ ઉર્ફે લોટો રયજીભાઇ તળપદ રહે. નવી કોલોની, લીબાંલી, તા.સોજીત્રા બાઈક પાછળ ઋત્વિકને બેસાડીને ચરામાં લઈ આવ્યો હતો. જે બાદ આ પરેશ ઉપરાંત મિત શૈલેષભાઇ પટેલ રહે-બી.એ.પી.એસ.મંદિર સામે, લીબાંલી, તા.સોજીત્રા , પ્રહલાદભાઇ ઉર્ફે પેલિયો મગનભાઇ સોલંકી રહે-નવી કોલોની, લીબાંલી,તા.સોજીત્રા અને બે કિશોરે ભેગાં મળીને ઋત્વિકને કેફીપીણું પીવડાવી, માથાના ભાગે રિક્ષાની કીકનો સળીયો મારી હત્યા કરી નાંખી હતી. જે બાદ ઋત્વિક ની લાશને ઢસડીને લીબાંલી ચરામાં ડાંગરના પરાળના ગંઠામાં ફેકી દઇ સળગાવી દીધી હોવાની કબુલત કરી છે. આ કબુલાતના આધારે પોલીસે પાંચે જણા વિરુદ્ધ હત્યાનો તેમજ અન્ય કલમો હેઠળ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે