Home> Gujarat
Advertisement
Prev
Next

દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર, 21 તાલુકાઓમાં નોંધાયો વરસાદ, 48 કલાકની આગાહી

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની સવારી આવી પહોંચતા ખુશીનો માહોલ સર્જાયો હતો. ગત્ત 24 કલાકમાં દક્ષિણ ગુજરાતનાં 21 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે સુરત જિલ્લામાં સુરત સિટી અને કામરેજમાં 1 ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે. જ્યારે અન્ય તાલુકાઓમાં પણ હળવો વરસાદ નોંધાયો હતો.

દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર, 21 તાલુકાઓમાં નોંધાયો વરસાદ, 48 કલાકની આગાહી

સુરત : દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની સવારી આવી પહોંચતા ખુશીનો માહોલ સર્જાયો હતો. ગત્ત 24 કલાકમાં દક્ષિણ ગુજરાતનાં 21 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે સુરત જિલ્લામાં સુરત સિટી અને કામરેજમાં 1 ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે. જ્યારે અન્ય તાલુકાઓમાં પણ હળવો વરસાદ નોંધાયો હતો.

Gujarat corona update: કોરોનાયુક્ત 872, કોરોના મુક્ત 502, સુરતમાં સ્થિતિ સ્ફોટક

હજુ આગામી બે દિવ વરસાદની શક્યતા
હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતમાં આગામી 48 કલાકમાં મધ્યમથી ભારે વરસાદ આવવાની શક્યતા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લામાં 24 કલાક દરમિયાન વરસાદ પડ્યો નથી. જો કે સુરત, નવસારી, તાપી અને વલસાડ જિલ્લામાં મધ્યમ વરસાદ નોંધાયો હતો. 

સુરતના યુવકના ઓર્ગન ડોનેશને અનેક જીવન ઉજાળ્યાં, અમદાવાદની મહિલાને હૃદય ટ્રાન્સપ્લાન્ટ

છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા વરસાદમાં સૌથી વધારે સુરત સિટીમાં 33 મિમિ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત કામરેજમાં 26, કુકરમુંડામાં 16 અને માંગરોળમાં 12 મિમિ વરસાદ નોંધાયો હતો. જો કે આગામી 48 કલાકમાં હજી પણ હળવાથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More