Home> Gujarat
Advertisement
Prev
Next

મોતની લિફ્ટ : અમદાવાદ બાદ હવે સુરતની ઈમારતમાં લિફ્ટ તૂટી, 14મા માળથી પટકતા 2 શ્રમિકોના મોત

Surat Lift collapse : સુરતના પાંડેસરા વિસ્તારમાં લિફ્ટ તૂટતાં બે શ્રમિકોનાં મોત, સોહમ સર્કલ પાસે બાંધકામ હેઠળની ઈમારતમાં લિફ્ટ સેટ અપ કરતી વખતે બની દુર્ઘટના
 

મોતની લિફ્ટ : અમદાવાદ બાદ હવે સુરતની ઈમારતમાં લિફ્ટ તૂટી, 14મા માળથી પટકતા 2 શ્રમિકોના મોત

ચેતન પટેલ/સુરત :અમદાવાદની એક ઈમારતમાં લિફ્ટ તૂટવાની ઘટના તાજી જ છે, 8 શ્રમિકોના મોતની ગુંજ હજી સંભળાઈ રહી છે. ત્યારે સુરતમાં સુરતમાં નિર્માણાધીન બિલ્ડિંગમાં દુર્ઘટના સર્જાઈ છે. સુરતમાં નિર્માણાધીન બિલ્ડિંગમાં દુર્ઘટનામાં 2 લોકોના મૃત્યુ થયા છે. 

અમદાવાદ બાદ સુરતમાં નિર્માણાધીન બિલ્ડિંગમાં દુર્ઘટના સર્જાઈ છે. સુરતના પાંડેસરાના પેરેલિયમ એપાર્ટમેન્ટમાં આ ઘટના બીન હતી. એપાર્ટમેન્ટના 14 માં માળે બિલ્ડિંગમાં લિફ્ટનું કામ ચાલી રહ્યું હતું. ત્યારે અચાનક લિફટનુ કામ કરતા એક શ્રમિક નીચે પટકાયો હતો. આટલે ઉંચેથી નીચે પટકાતા જ શ્રમિક મોતને ભેટ્યો હતો. પરંતું એટલી વારમાં બીજો શ્રમિક તેને બચાવવા ગયો હતો. જેથી તેનું પણ મૃત્યુ થયું. ઘટના બાદ પાંડેસરા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. 

આ પણ વાંચો : લગ્નના 6 વર્ષ બાદ મહિલાને ખબર પડી કે તેનો પતિ ટ્રાન્સજેન્ડર છે, ભાંડો ફૂટતા જ...  

ગુજરાતમાં બે દિવસના ગાળામાં જ લિફ્ટ તૂટવાની આ બીજી ઘટના છે. ત્યારે સતત બની રહેલી આ ઘટનાઓ અનેક સવાલો ઉભા કરે છે. ફરી એકવાર બેદરકારી સામે આવી છે. આવી રીતે કામ કરતા શ્રમિકોને કેમ સેફ્ટીના સાધનો આપવામાં આવતા નથી. પેરેલિયમ એપાર્ટમેન્ટમાં દુર્ઘટના માટે કોણ જવાબદાર? લિફ્ટ તૂટતાં 2 શ્રમિકો મોતને ભેટ્યા તો જવાબદારી કોની? શ્રમિકોની સલામતીની કેમ દરકાર ન લેવાઈ? સલામતીની સ્થિતિને કેમ નજર અંદાજ કરવામાં આવી? શું શ્રમિકોને સેફ્ટીની વ્યવસ્થા આપવામાં આવી હતી? નિર્માણાધીન બિલ્ડિંગમાં મજૂરોના મોત ક્યારે અટકશે? લિફ્ટ કેમ બની રહી છે મજૂરોના મોતનું કારણ? શું ઘટના પછી ફાયર બ્રિગેડને જાણ કરાઈ હતી? શ્રમિકોના મોત મામલે બિલ્ડર સામે કાર્યવાહી કરાશે? નિર્માણાધીન બિલ્ડિંગમાં કેમ તૂટી રહી છે લિફ્ટ?

આ પણ વાંચો : પિતા વર્સિસ પુત્ર : જુનાગઢ ભાજપમાં પાયાનો પથ્થર ગણાતા જેઠાભાઈના પુત્ર આપમાં જોડાયા 

અમદાવાદમાં બુધવારે લિફ્ટ તૂટતા 7 શ્રમિકોના મોત થયા હતા
મદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી પાસે નિર્માણધીન એસ્પાયર-2 નામની ઈમારતની લિફ્ટ તૂટી પડવાની ઘટનામાં 7 શ્રમિકોના મોત થયા હતા. તો એક શ્રમિક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. આ ઘટનામાં મૃત્યુ પામનાર તમામ શ્રમિકો જુવાનજોધ હતા, અને પરિવારનો આશરો હતો. પરંતુ એક દુર્ઘટનાએ આ તમામ શ્રમિક યુવકોનો જીવ લઈ લીધો. ત્યારે આ ઘટના પર સીધી આંગળી ઈમારતના બિલ્ડર પર ચીંધાઈ રહી છે. જેઓએ 3 કલાક સુધી આ ઘટનાને છુપાવી રાખી. સવારે 9.30 વાગ્યે બનેલી ઘટનામા કોઈને કાનોકાન ખબર ન પડી, અને મીડિયામાં સમાચાર આવ્યા બાદ તંત્ર દોડતુ નથી.  
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More