Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતમાં સિંહો પર ફોકસ કરાયું, તો દીપડાનો આતંક વધી ગયો

છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં દીપડાની વસતી ગણતરી મુજબ તેમની વસ્તીમાં 20.25% ની વૃદ્ધિ થઇ રહી છે.  2011માં ગુજરાતમાં દીપડાની વસ્તી 1,160 હતી અને 2016માં તે વધીને 1,395 થઈ ગઈ છે, અને ત્યાર પછી દીપડાની વસ્તી સતત વધી રહી છે. 

ગુજરાતમાં સિંહો પર ફોકસ કરાયું, તો દીપડાનો આતંક વધી ગયો

હનીફ ખોખર/જુનાગઢ : દાહોદમાં માનવભક્ષી દીપડાએ કાળો કેર વર્તાવ્યા પછી અનેક સવાલો ઉઠી રહ્યા છે. વન્યપ્રાણી બાબતના જાણકાર અને ગીરના જંગલમાં કામ કરતા અભ્યાસકારુઓના મતે ભારતમાં ખાસ કરીને દીપડાની વસ્તીમાં ભારે વધારો થઇ રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં દીપડાની વસતી ગણતરી મુજબ તેમની વસ્તીમાં 20.25% ની વૃદ્ધિ થઇ રહી છે.  2011માં ગુજરાતમાં દીપડાની વસ્તી 1,160 હતી અને 2016માં તે વધીને 1,395 થઈ ગઈ છે, અને ત્યાર પછી દીપડાની વસ્તી સતત વધી રહી છે. 

સૌથી ચિંતાજનક બાબત એ છે કે, 2016 જયારે વસ્તી ગણતરી ચાલતી હતી તે દરમિયાન લગભગ 34% એટલે કે 470 દીપડાઓ માનવીય વસવાટની નજીકના ક્ષેત્રોમાં મળી આવ્યા હતા. રાજ્યમાં છેલ્લી વસ્તી અંદાજ ઉપર નજર કરીયે, તો દીપડાની સૌથી વધુ વસ્તી 354 જૂનાગઢમાં છે. 126 ના અંક સાથે બીજા નંબરે અમરેલી છે અને 111ની સંખ્યા સાથે અમરેલી ત્રીજા નંબરે છે તે ઉપરાંત અમદાવાદ, સુરેન્દ્રનગર ગુજરાતના તમામ જિલ્લાઓમાં દીપડાની વસ્તી છે અને એ વસ્તીમાં ઝડપ થી વધારો થઇ રહ્યો છે.    

ગુજરાત સરકાર અને વન વિભાગ દ્વારા જેમ જેમ સિંહના સંરક્ષણની સફળ કામગીરી કરાઈ રહી છે, તેની સાથે સાથે દીપડાઓ પણ સુરક્ષિત થઇ ગયા છે. પરિણામે દીપદાઓની વસ્તી કુદકેને ભૂસકે વધી રહી છે. વન્ય પ્રાણીઓના જાણકાર જયદીપ ઓડેદરાએ જણાવ્યું હતું કે, જેવી રીતે સિંહો માટે એક્શન પાલન બનાવવામાં આવ્યો છે, તે રીતે દીપડા માટે પણ એક્શન પ્લાન બનાવવો જોઈએ. કારણ કે, દીપડાની વસ્તીમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે અને માનવ ઉપર હુમલાના બનાવો પણ બની રહ્યાં છે. તેમણે કહ્યું કે, દીપડો એક એવું પ્રાણી છે જે કોઈપણ પ્રકારના વાતાવરણમાં જીવન જીવી શકે છે તેવી તેમાં કુંડારી તાકાત હોય છે. 

ગીરમાં અભ્યાસ કરતા વન્ય પ્રાણી અંગેના અભ્યાસુ જયદીપ ઓડેદરાએ જણાવ્યું કે દીપડો એવું હુમલાખોર પ્રાણી છે જે મોટાભાગે ચોરી છુપીથી અને પાછળથી જ હુમલો કરે છે. એટલે તેનાથી બચવા માટે દીપડા રહેતા હોય અથવા તો તેમની અવર-જવર હોય તેવા વિસ્તારમાં જવાનું ટાળવું જોઈએ. દીપડાના હુમલાથી બચવા બંધ મકાનમાં સૂવું જોઈએ અને માંસ-મચ્છી ખાનારા લોકોએ એઠવાડ અને વાસણોને ઘર બહારના ફેંકવા જોઈએ. કારણ કે મોટાભાગના કિસ્સાઓમાં તેની ગંધથી આકર્ષાઈને દીપડાઓ મજૂરોના ઝૂંપડાંઓની આજુબાજુમાં આવી જતા હોયે છે અને રાત્રીના સમયમાં નિંદ્રાધીન લોકો ઉપર હુમલો કરતા હોયે છે. આમ જોઈએ તો દીપડાઓ મોટા ભાગે બાળકો અને વૃદ્ધોને નિશાન બનાવતા હોય છે. 

આ પ્રકારે દીપડાની વસ્તી વધવાના કારણે હુમલાઓના આંકડામાં પણ વધારો થયો છે અને તે માટે હવે વન વિભાગે કોઈ નક્કર કાર્યક્રમ ચલાવી દીપડાની વધતી વસ્તી ઉપર નિયંત્રણ લડવું પડશે. અથવા તો દીપડાથી લોકોને બચાવવા માટે સરકારે કોઈ નક્કર કાર્યક્રમ શરૂ કરવો પડશે. દીપડાઓ વન વિભાગ માટે પણ માથાના દુખાવા રૂપ બન્યા છે. કારણ કે દીપડાઓના માનવો ઉપરના હુમલાઓ એટલા બધા વધી ગયા છે કે દીપડાઓને જેલમાં રાખવા માટે વન વિભાગ પાસે કોઈજ સગવડ નથી. મોટા ભાગના તમામ રેસ્ક્યુ સેન્ટરોના પિંજારાઓ ખૂંખાર દીપડાઓથી હાઉસફુલ થઇ ગયા છે.

ઉલ્લેખનીય છે કે,  દાહોદ જિલ્લાના ધાનપુર અને વાંછીયા ડુંગરી રેન્જ ફોરેસ્ટ વિસ્તારના ગામોમાં માનવભક્ષી દીપડાનો આતંક વધી ગયો છે. અહીં દીપડાએ ત્રણ લોકોને ફાડી ખાધા હતા. એક અઠવાડિયામાં પાંચ વાર દીપડાએ માનવો પર હુમલા કર્યા છે. જેને કારણે વનવિભાગની ટીમ દોડતી થઈ ગઈ છે. આ ઘટનાઓને પગલે આદિવાસી વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. સાંજ પડતા જ ગામ સૂમસાન થઈ જાય છે. આ વિસ્તારમાં દીપડો માત્ર માણસો પર જ હુમલો કરે છે. જેથી તેને પકડવા માટે ઠેરઠેર બકરાના પાંજરા ગોઠવવામાં આવ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More