Home> Gujarat
Advertisement
Prev
Next

દીપડાએ તરાપ મારી સસલાને દબોચ્યું, શિકારના Live દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ

શિકારની શોધમાં ઘણી વખત વન્ય પ્રાણીઓ જંગલ વિસ્તાર છોડી રહેણાંક વિસ્તારમાં પહોંચી જતા હોય છે. ત્યારે આવી જ એક ઘટના વડોદરાના ઇટોલા ગામની સીમમાં બની છે. ઇટોલા ગામની સીમમાંથી મોડી રાત્રે એક ખેડૂત પોતાની કાર લઇને પસાર થઈ રહ્યો હતો

દીપડાએ તરાપ મારી સસલાને દબોચ્યું, શિકારના Live દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ

ઝી બ્યુરો, વડોદરા: રાજ્યમાં દીપડાના માનવ પર હુમલાના સમાચાર કે પછી રહેણાંક વિસ્તારમાં દીપડો દેખાયો હોવાના સમાચાર અવારનવાર સામે આવતા હોય છે. પરંતુ શું ક્યારે તમે દીપડાને શિકાર કરતા જોયો છે? ત્યારે વડોદરાના ઇટોલા ગામે મોડી રાત્રે દીપડાના શિકારના Live દ્રશ્યો સામે આવ્યા છે. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

શિકારની શોધમાં ઘણી વખત વન્ય પ્રાણીઓ જંગલ વિસ્તાર છોડી રહેણાંક વિસ્તારમાં પહોંચી જતા હોય છે. ત્યારે આવી જ એક ઘટના વડોદરાના ઇટોલા ગામની સીમમાં બની છે. ઇટોલા ગામની સીમમાંથી મોડી રાત્રે એક ખેડૂત પોતાની કાર લઇને પસાર થઈ રહ્યો હતો. તે સમયે દીપડાએ સસલાનો શિકાર કર્યો હતો. ખેડૂતે આ સમગ્ર ઘટનાને કેમેરામાં કેદ કરી લીધી હતી.

ભરતસિંહ સોલંકી સાથે પકડાયેલી યુવતી કોણ છે? જાણો કોણે નેતા સાથે કરાવ્યો હતો સંપર્ક

વીડિયોમાં જોઈ શકાય છે કે, ગામની સીમમાં દીપડો રસ્તાની એક બાજુ શિકારના આવવાની રાહ જોઈ રહ્યો છે. તે જ સમયે સામેથી એક સસલું આવી રહ્યું હતું. જેવું સસલું નજીક આવે છે કે દીપડો તરાપ મારી સસલાને દબોચી લે છે. ત્યારે દીપડાના શિકારના LIVE દ્રશ્યો ખેડૂતે પોતાના મોબાઈલમાં રેકોર્ડ કરી લીધા હતા. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

નવસારી: PI એ ધારાસભ્યનું ગળુ દબાવ્યું હોવાના આક્ષેપ, તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માંગ

ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેર નજીકના ઇટોલા ગામની આસપાસ દીપડાની હાજરીએ ગ્રામજનોમાં ભયનો માહોલ પેદા કર્યો છે. ત્યારે આ દીપડો ક્યાંથી આવ્યો તે અંગે વન વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More