Home> Gujarat
Advertisement
Prev
Next

વિઠ્ઠલ રાદડિયાનો દેહ પંચમહાલભૂતમાં વિલીન, અંતિમ યાત્રામાં જોડાયા હતા 50 હજારથી વધુ લોકો

29 જુલાઈએ સવારે 10 વાગ્યે વિઠ્ઠલભાઈ રાદડિયાએ 60 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા હતા. લાંબી બીમારી બાદ વિઠ્ઠલ રાદડિયાનું અવસાન થયું છે. 

વિઠ્ઠલ રાદડિયાનો દેહ પંચમહાલભૂતમાં વિલીન, અંતિમ યાત્રામાં જોડાયા હતા 50 હજારથી વધુ લોકો

અમદાવાદ : જામકંડોરણામાં પૂર્વ મંત્રી અને પૂર્વ સાંસદ તેમજ સહકારી અગ્રણી વિઠ્ઠલભાઈ રાદડિયાની થોડી વારમાં અંતિમ યાત્રા નિકળશે. અંતિમયાત્રા પહેલા અનેક લોકોએ તેમના અંતિમ દર્શન કર્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ જામકંડોરણા પહોંચીને તેમના અંતિમ દર્શન કર્યા હતા. 29 જુલાઈએ સવારે 10 વાગ્યે વિઠ્ઠલભાઈ રાદડિયાએ 60 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા હતા. લાંબી બીમારી બાદ વિઠ્ઠલ રાદડિયાનું અવસાન થયું છે. 

અંતિમ યાત્રામાં માનવમહેરામણ ઉમટી પડ્યું
50 હજારથી વધુ લોકો વિઠ્ઠલ રાદડિયાની અંતિમ યાત્રામાં જોડાયા છે. તેમની અંતિમ યાત્રામાં અનેક લોકોના આંખમાંથી અશ્રુ નીકળી પડ્યા. ‘છોટે સરદાર અમર રહો, જય જવાન જય કિસાન અને વિઠ્ઠલભાઈ અમર રહો’ના નારા સાથે અંતિમ યાત્રા બહુ જ ગમગીન બની રહી છે. અંતિમયાત્રા માટે ખાસ શબવાહિનીને ફૂલોનો શણગાર કરવામાં આવ્યો છે. જામકંડોરણામાં સ્વયંભૂ બંધ પાળી વેપારીઓ અંતિમયાત્રામાં જોડાયા છે. અંતિમયાત્રા નીકળતા જ વિઠ્ઠલભાઇના પત્ની ચેતનાબેને હૈયાફાટ રૂદન કરતા વાતાવરણ ગમગીન બની ગયું છે. અંતિમયાત્રા નીકળતા જ ધોધમાર વરસાદ શરૂ થયો હતો.

fallbacks

મુખ્યમંત્રીએ અંતિમ દર્શન કર્યાં
વિઠ્ઠલભાઈના જવાથી સૌરાષ્ટ્રને મોટી ખોટ પડી છે. કિસાન નેતા તરીકે તેમણે પાયાના નાના માણસો માટે જે મહેનત, કામગીરી કરી હતી, તેના કારણે આજે લોકોના હૃદયમાં ગમગીની છે. ગરીબોના બેલી આપણી વચ્ચે નથી. ભાજપને પણ મોટી ખોટ પડી છે. મોટાગજાના નેતા ભાજપે ગુમાવ્યા છે. ગુજરાતના રાજકારણમાં જે જમીન સાથે જોડાયેલા નેતાઓમાં વિઠ્ઠલભાઈ હતા, પ્રભુ તેમની આત્માને સદગતિ આપે. તેમણે જે કામો લોકો માટે શરૂ કર્યા હતા, તે કામ જયેશભાઈ અને તેમની ટીમ આગળ વધારશે તેવી મને શ્રદ્ધા છે. વિઠ્ઠલભાઈની ખોટ પૂરી શકાય તેમ નથી. પણ તેમના સપના પૂરા કરવા એ બધાની જવાબદારી છે. 

દબંગ નેતા વિઠ્ઠલ રાદડિયાનો દબદબો એવો હતો કે, ચૂંટણી લડવા કોઈ પક્ષ કે ચિન્હની જરૂર ન હતી

વિઠ્ઠલ રાદડિયાના નિધનથી સૌરાષ્ટ્રના લોકોને ખેડૂત નેતાની ખોટ સાલશે. ત્યારે મોટી સંખ્યામાં મહાનુભાવો, તથા બંને પક્ષના નેતાઓ વિઠ્ઠલ રાદડિયાના અંતિમ દર્શન માટે પહોંચ્યા છે. આજે સવારે 7 વાગ્યાથી તેમના પાર્થિવ દેહને જામકંડોરણામાં અંતિમ દર્શન માટે મૂકાયો છે. ત્યારે 12 વાગ્યા સુધી તેમના અંતિમ દર્શન કરાશે. જેના બાદ તેમના અંતિમ યાત્રા નીકળશે. ઉલ્લેખનીય છે કે, બે વર્ષ પહેલા તેમને કેન્સરનું નિદાન થયું હતુ, જેના બાદથી તેઓ સતત બીમાર રહેતા હતા. આ કારણે જ તેમને 2019ની લોકસભાની ચૂંટણીમાં ટિકીટ ફાળવવામાં આવી ન હતી. 

fallbacks

ખેડૂત નેતા કહેવાતા વિઠ્ઠલ રાદડિયામાં અંતિમ સંસ્કારમાં વહેલી સવારથી જ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ પણ અંતિમ દર્શન કર્યા હતા. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More