Home> Gujarat
Advertisement
Prev
Next

જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 દૂર કરવા મુદ્દે જાણો લલિત વસોયાએ શું કહ્યું...

જમ્મુ કાશ્મીર મામલે મોદી સરકાર દ્વારા ગતકાલે રાજ્યસભામાં કલમ 370 દૂર કરવા સંકલ્પ રજૂ કરાયો હતો. જેને રાષ્ટ્રપતિએ પણ મંજૂરી આપી છે. જેને લઇને સમગ્ર દેશમાં એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે

જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 દૂર કરવા મુદ્દે જાણો લલિત વસોયાએ શું કહ્યું...

અમદાવાદ: જમ્મુ કાશ્મીર મામલે મોદી સરકાર દ્વારા ગતકાલે રાજ્યસભામાં કલમ 370 દૂર કરવા સંકલ્પ રજૂ કરાયો હતો. જેને રાષ્ટ્રપતિએ પણ મંજૂરી આપી છે. જેને લઇને સમગ્ર દેશમાં એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા કાશ્મીર મુદ્દે લેવાયેલા નિર્ણયને સોશિયલ મીડિયાના માધ્યમથી આવકાર્યો છે અને જણાવ્યું હતું કે, રાજ્યસભામાં કાશ્મીર અંગે જે પણ નિર્ણય લેવાયોએ રાષ્ટ્રહિત માટેનો નિર્ણય છે એવું વ્યક્તિ ગત રીતે માનું છુ.

આ પણ વાંચો:- અલ્પેશ અને ધવલસિંહની મુશ્કેલીઓ વધારો, ક્રોસ વોટીંગ મુદ્દે કોંગ્રેસની હાઇકોર્ટમાં અરજી

ગઇ કાલે રાજ્યસભામાં મોદી સરકારે જમ્મુ કાશ્મીરમાં કલમ 370 દૂર કરવા સંકલ્પ રજૂ કર્યો છે. જેને રાષ્ટ્રપતિએ પણ મંજૂરી આપી છે જેને પગલે હવે જમ્મુ કાશ્મીર મામલે દાયકાઓથી ચાલી રહેલા રાજકારણનો અંત આવ્યો છે. નવા બિલ મુજબ કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 દૂર કરવા ભલામણ કરી છે અને જમ્મુ કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે જાહેર કર્યો છે અને લદાખને કાશ્મીરથી અલગ પાડ્યું છે અને એને પણ અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે આ મુદ્દે કોંગ્રેસના ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ સોશિયલ મીડિયાના માધ્યમથી નિર્ણયને આવકાર્યો છે.

આ પણ વાંચો:- ડાંગ: પૂર્ણા નદીના પાણી શાળામાં ભરાઇ જતા 300 વિદ્યાર્થિઓનું રેસક્યૂ કરાયું

લલિત વસોયાએ વધુમાં જણાવ્યું હતું કે, કાશ્મીર અંગે રાજ્યસભામાં જે નિર્ણય લેવાયોએ રાષ્ટ્રહિત માટેનો નિર્ણય છે એવું વ્યક્તિ ગત રીતે માનું છુ. રાષ્ટ્રહિતના કોઇ પણ નિર્ણયને પક્ષા પક્ષી પર રહી આવકારવોએ દરેક નાગરિકની ફરજ છે અને ફરજના ભાગ રૂપે નિર્ણયને આવકાર્યો છે. મોદી સરકારના આ નિર્ણયને આવકારવાની સાથે લલિત વસોયાએ સરકારની કાર્યપદ્ધતિની ટીકા પણ કરી હતી.

આ પણ વાંચો:- મધરાત્રે તળાવ ફાટતા ત્રણ ગામો બેટમાં ફેરવાયા, 1 વ્યક્તિ ડૂબ્યો

લલિત વસોયાએ વધુમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે તત્કાલીક રાજ્યસભામાં બીલ રજુ કર્યું અને વિપક્ષને વિશ્વાસમાં ના લીધા એ સૌથી મોટી ભુલ છે. ભુતકાળમાં જ્યારે પણ દેશ હિતના મોટા નિર્ણય થતા, ત્યારે વિપક્ષને વિશ્વાસમાં લેવાતો હતો. અટલ બિહારી વાજપાઇ, ઇન્દીરાગાંધી અને રાજીવ ગાંધીએ પણ વિપક્ષને વિશ્વાસમાં લીધા હતા.

જુઓ Live TV:-

ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More