Home> Gujarat
Advertisement
Prev
Next

ST બસના ડ્રાઈવરનું દીકરીના ઉંમરની યુવતી સાથે ઈલુ ઈલુ, ડેપોમાં જ ખીલ્યા પ્રેમના ફુલ

Kutch Video Viral : શરમ કરો હવે તો હદ થાય છે. એક દીકરી સમાન યુવતી સાથે ભૂજના એસટી ડેપોના ડ્રાઈવરનો વીડિયો વાયરલ થયો છે. બસ ડ્રાઈવર યુવતી સાથે જાહેરમાં અશ્લિલ હરકત કરતા દેખાયો છે, સોશિયલ મીડિયામાં વીડિયો થયો વાયરલ

ST બસના ડ્રાઈવરનું દીકરીના ઉંમરની યુવતી સાથે ઈલુ ઈલુ, ડેપોમાં જ ખીલ્યા પ્રેમના ફુલ
Updated: Jun 26, 2024, 02:08 PM IST

Kutch News : તમે માનશો નહીં પણ ભુજના આઈકોનિક બસ પોર્ટમાં એસટી બસના ડ્રાઈવરના જાહેરમાં ચેનચાળા કરતા હોવાનો વીડિયો વાઈરલ થતા હડકંપ મચી ગયો છે. જેના બાદ બસના ડ્રાઈવરને સસ્પેન્ડ કરાયો છે. સાથે જ કચ્છ એસટી વિભાગે ખાતાકીય તપાસના આદેશ કર્યા છે અને એપ્રેન્ટીસ યુવતીને છુટા કરવાનો આદેશ અપાયો છે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Zee 24 Kalak (@zee24kalak)

પ્રાપ્ત માહિતી અનુસાર, કચ્છના ભુજમાં એસ.ટી. વિભાગમાં બસ ડ્રાઇવર તરીકે કાર્યરત બી.એન. જાડેજાનો શરમજનક વીડિયો સામે આવ્યો છે. ડ્રાઈવર બી.એમ.જાડેજા વિભાગમાં કામ માટે આવતી એપ્રેન્ટીસ યુવતી સાથે અશ્લીલ ચેનચાળા કરતો ઝડપાયો હતો. આ વીડિયો એસટી કેમ્પસનો જ હતો, જેમાં એસટી ડ્રાઈવર દીકરીની ઉંમરની યુવતી સાથે જાહેરમાં અશ્લીલ હરકતો કરતો જોવા મળ્યો હતો. 

દુનિયાના અંતની નવી ભવિષ્યવાણી, એક નવી મહામારીથી માણસો બની જશે ઝોમ્બી

સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થયો હતો. જેના બાદ કચ્છ એસટી વિભાગીય નિયામક વાય કે પટેલે ખાતાકીય પગલાં લેવાનો આદેશ કર્યો છે. સાથે જ દીકરીની ઉંમરની યુવતી સાથે પ્રેમલીલા કરતા ડ્રાઈવરને સસ્પેન્ડ કરી દેવાયો છે. તો યુવતીને છુટા કરવાનો આદેશ અપાયો છે. 

 

 

આમ, ગુજરાત એસટીમાં ફરજ બજાવતા ડ્રાઈવરને એસટી બસપોર્ટની અંદર જ જાહેરમાં એક યુવતી સાથે ચેનચાળા કરવા ભારે પડી ગયા છે. આ વીડિયો કોઈ પ્રવાસીએ બનાવીને સોશિયલ મીડિયામાં વાઈરલ કરતા મામલો ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચ્યો છે. એસટીના ડ્રાઈવરની આ હરકતથી ડિપાર્ટમેન્ટને નીચાજોણું થયું છે. 

અમદાવાદની ઈન્ડિયન બેંકના લોકરમાંથી 34 લાખના દાગીના ગાયબ, બેંકે હાથ અદ્ધ કર્યાં!

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે