Home> Gujarat
Advertisement
Prev
Next

મોંઘાદાટ લગ્નોની ફેશનને તિલાંજલિ આપવા કડવા પાટીદારોની અનોખી પહેલ, સમૂહ લગ્નમાં ખોટી પ્રથાઓ બદલાશે

Patidar Samaj : ઉમિયા માતાજી સંસ્થાન વાંઢાય ખાતે કડવા પાટીદાર જ્ઞાતિનો સમૂહલગ્ન યોજાશે, જેમાં અખાત્રીજે 22 યુગલના સમૂહ લગ્નમાં ફેશનેબલ દાઢી, પ્રીવેડિંગને તિલાંજલિ આપવામાં આવશે, લગ્ન બાદ વ્યસન અને ફેશન મુક્ત રહેવાના શપથ પણ લેવડાવવામાં આવશે

મોંઘાદાટ લગ્નોની ફેશનને તિલાંજલિ આપવા કડવા પાટીદારોની અનોખી પહેલ, સમૂહ લગ્નમાં ખોટી પ્રથાઓ બદલાશે
Updated: Apr 30, 2024, 03:52 PM IST

Patidar Power રાજેન્દ્ર ઠક્કર/કચ્છ : ઉમિયા માતાજી સંસ્થાન વાંઢાય ખાતે અખાત્રીજના દિવસે કડવા પાટીદાર જ્ઞાતિના વ્યસન અને ફેશન મુક્ત 22 યુગલો લગ્નગ્રંથિથી જોડાશે. તેમને લગ્ન બાદ આશીર્વાદ સમારંભમાં ઉમિયા માતાજી સમક્ષ કાયમી વ્યસન અને ફેશન મુક્ત રહેવાના શપથ પણ લેવડાવવામાં આવશે.

આગામી સમૂહ લગ્નોત્સવના આયોજનને આખરી ઓપ આપવા હવનાષ્ટમીના આયોજન સમિતિના પ્રમુખ રવિલાલ રામજીયાણીના અધ્યક્ષ સ્થાને વાંઢાય ખાતે સભા મળી હતી. જેમાં વાલીઓને લગ્ન પત્રિકા, ભોજન પાસ તેમજ કાર્યક્રમની સૂચિ ઉપરાંત કન્યાને પસંદ કરાયેલા પાનેતર, વર પક્ષને તલવાર વગેરે દાતાઓના સહયોગથી અપાયા હતા. તંદુરસ્ત સમાજની પરિકલ્પનાને સાકાર કરવાના ઉદ્દેશ્યની ચર્ચા કરવામાં આવી હતી. 

અમિત શાહનો વીડિયો વાયરલ કરનારા બેની ગુજરાતથી ધરપકડ, એક મેવાણીનો પીએ, બીજો આપનો નેતા

હાલમાં યુવાનોમાં વધતું જતું વ્યસન અને ફેશનને અટકાવવાના ઉદ્દેશ્યથી આ સભામાં ર્વિશેષ ઠરાવ પાસ કરાયો હતો. જેમાં ઉપસ્થિતોએ એક સાથે હાથ ઊંચા કરી ઠરાવને અનુમોદન આપ્યું હતું. સમૂહલગ્નના ઉચિત અન્ય નિયમો જેવા કે ફેશનેબલ દાઢી, હલ્દી રસમ, પ્રીવેડિંગને તિલાંજલિ આપવા પણ સભાએ અનુમોદન આપ્યું હતું.

મહામંત્રી રમેશ પોકારે માહિતી આપતા જણાવ્યું હતું કે છેલ્લા 15 વર્ષમાં માત્ર અખાત્રીજના જ આ પટાંગણમાં 1096 દીકરા- દીકરીઓએ જોડાઈને સુખી રીતે પોતાનું જીવન ગુજારે છે.હંમેશની જેમ આગામી શ્રાવણ માસે રોકડ કન્યાદાન અર્પણ કાર્યક્રમ યોજાશે. સમૂહ લગ્નોત્સવ સવારે 6 કલાકે દીપ પ્રાગટયથી ખુલ્લો મુકાશે. દીકરીના માંડવા, વરરાજાના સામૈયા, હસ્તમેળાપ, સત્કાર સમારંભ, બપોરે નવયુગલોને પ્રીતિ ભોજન વિદાય અપાશે તેવી માહિતી અપાઈ હતી. સભામાં લગ્નનોંધણી તેમજ સરકારી યોજના સાત ફેરા અને કુંવરબાઈ મામેરુ માટેની માહિતી કાર્યકર્તાઓએ આપી હતી. લગ્નોત્સવના આયોજનને પહોંચી વળવા 22 જેટલી સમિતિઓ બનાવવામાં આવી છે. 

લાયા બાપુ લાયા,... ધાનાણી ચૂંટણી પ્રચારમાં મહિલાઓની ફેવરિટ પાણીપુરી લાવ્યા

સાથે જ દાતાઓના સહયોગથી વર-કન્યાઓને ભેટ અપાશે તેવી માહિતી સભામાં અપાઈ હતી. આ વર્ષે પણ કન્યાઓના વાલીઓની યોગ્યતા મુજબ સરકારની સાત ફેરા તેમજ કુંવરબાઈ મામેરાની યોજનાનો લાભ અપાવાશે. તો યુવા મહિલા અને મહિલા મંડળનાં અગ્રણીએ પણ આ ઠરાવને યથાર્થ બતાવીને ખોટા ખર્ચ અને વ્યસનથી બચવા વાત કરી હતી.

સાબરમતી નદીમાં પરિવારનો સામુહિક આત્મહત્યાનો પ્રયાસ, ચારેય એકસાથે નદીમાં કૂદ્યા

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે