Home> Gujarat
Advertisement
Prev
Next

ટાટા અને આશીર્વાદને ટક્કર આપશે અમૂલ; હવે સમગ્ર ભારતમાં લોકો દૂધ-મધની માફક ખાશે 'અમૂલ સોલ્ટ'

કચ્છની સૌથી મોટી ડેરી સરહદ ડેરી છે. જેની સાથે કચ્છની 880 દૂધ ઉત્પાદક મંડળીના 55000 જેટલા પશુપાલકો જોડાયેલા છે. સરહદ ડેરીની આજે 14મી વાર્ષિક સામાન્ય સભા યોજાઇ હતી. આ સભામાં પ્રાકૃતિક ખેતી અને પ્રાકૃતિક ઉત્પાદકો તરફ વળવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો.

ટાટા અને આશીર્વાદને ટક્કર આપશે અમૂલ; હવે સમગ્ર ભારતમાં લોકો દૂધ-મધની માફક ખાશે 'અમૂલ સોલ્ટ'

રાજેન્દ્ર ઠક્કર/ભુજ: કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ દ્વારા આજે ચાન્દ્રાની દૂધ પ્રોસેસિંગ પ્લાન્ટ ખાતે સરહદ ડેરીની 14મી વાર્ષિક સામાન્ય સભા અને મિલ્ક ડે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વર્ષ દરમ્યાન દૂધ સંઘ દ્વારા કરવામાં આવેલ કામગીરીની ઝલક, સૌથી વધુ દૂધ ભરાવનાર તથા દાણ ખરીદનારને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.

ગુજરાતના આ વિસ્તારોમાં કડાકા સાથે ધોધમાર વરસાદ; અંબાજીમાં ધબધબાટી; બજારોમાં સન્નાટો

કચ્છની સૌથી મોટી ડેરી સરહદ ડેરી છે. જેની સાથે કચ્છની 880 દૂધ ઉત્પાદક મંડળીના 55000 જેટલા પશુપાલકો જોડાયેલા છે.સરહદ ડેરીની આજે 14મી વાર્ષિક સામાન્ય સભા યોજાઇ હતી. આ સભામાં પ્રાકૃતિક ખેતી અને પ્રાકૃતિક ઉત્પાદકો તરફ વળવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો. સરહદ ડેરી દ્વારા આગામી સમયમાં શ્વેત ક્રાંતિની જેમ મધ ક્રાંતિ લાવવામાં આવશે અને અમૂલ મધનું ઉત્પાદન શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત ટાટા અને આશીર્વાદ કંપનીની જેમ અમૂલ પણ પૂરા ભારતમાં અમૂલ સોલ્ટ બહાર પાડશે. આ સાથે જ આગામી જાન્યુઆરીમાં 50 હજાર લીટરની દૈનિક કેપેસિટી વાળુ આઇસ્ક્રીમનું પ્લાન્ટ પણ કાર્યરત કરવામાં આવશે.

મોતનો Live વીડિયો; રાજકોટમાં ગણેશ વિસર્જન દરમિયાન મામા-ભાણેજનુ મોત, પરિવારમાં કલ્પાત

દૈનિક એવરેજ 170 થી 260 લીટર દૂધ ભરાવત્તી મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. તો આ ઉપરાંત 880 મંડળીઓ પૈકી સૌથી વધુ દૂધ ભરાવતી 3 મંડળીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં દૈનિક એવરેજ 3460 કિલોથી 6065 કિલો દૂધ ભરાવતી મંડળીઓનુ સન્માન કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યું હતું.

સૌરાષ્ટ્રમાં તહસનહસ કરશે મેઘો! ફરી એકવાર અંબાલાલ પટેલે ભુક્કા કાઢી નાંખે તેવી આગાહી

સરહદ ડેરીના ચેરમેન અને અમૂલના વાઇસ ચેરમેન વલમજીભાઈ હુંબલે જણાવ્યું હતું કે, સરહદ ડેરી અંતર્ગત 880 દૂધ મંડળીઓ કાર્યરત છે જે પૈકી 79 મહિલા મંડળીઓ છે. જેમાં દૂધ સંપાદનની વાત કરવામાં આવે તો સંઘ સયોજિત દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ તેમજ મંડળ મારફતે દૈનિક સરેરાશ 3.84 લાખ કિલો દૂધ સંપાદિત કરેલ છે અને દૈનિક મહતમ 4.76 લાખ કિલો દૂધનું કલેક્શન કરવામાં આવ્યું છે. તો વાર્ષિક ટર્નઓવર 914.26 કરોડ જેટલું રહેતું હોય છે જે આગામી વર્ષમાં 1100 કરોડ સુધી પહોંચે તેવા પ્રયત્નો કરવામાં આવશે. વાર્ષિક નફો પણ 2.48 કરોડ જેટલો થયો હોવાનું જણાવ્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More