Home> Gujarat
Advertisement
Prev
Next

Kutch Lok Sabha Chunav Result: કચ્છમાં કોણ છે 52 હજારથી વધુ લીડથી આગળ? કોંગ્રેસે પાડ્યું ગાબડું કે ભાજપ જાળવી રહ્યું છે સીટ

Kutch lok sabha election result 2024: જેની કાગડોળે રાહ જોવાઈ રહી હતી તે દિવસ આવી ગયો છે. આજે પરિણામનો દિવસ છે. કચ્છની બેઠક કોણ જીતશે? વિગતવાર માહિતી માટે વાંચો અહેવાલ....

Kutch Lok Sabha Chunav Result: કચ્છમાં કોણ છે 52 હજારથી વધુ લીડથી આગળ? કોંગ્રેસે પાડ્યું ગાબડું કે ભાજપ જાળવી રહ્યું છે સીટ
Viral Raval |Updated: Jun 04, 2024, 11:18 AM IST

Kutch Lok Sabha Result Election 2024: લોકસભા ચૂંટણી 2024નો આજે પરિણામનો દિવસ છે. ગુજરાતની 26 લોકસભા બેઠકમાંથી સુરત બેઠક તો બિનહરિફ જાહેર થઈ ગઈ પરંતુ બાકીની 25 બેઠકોના આજે પરિણામ આવી રહ્યા છે. આ 25 બેઠકમાંથી એક છે કચ્છની બેઠક. જેના માટે ભાજપના વિનોદ ચાવડા અને કોંગ્રેસના નીતિશ લાલન વચ્ચે સીધી ટક્કર હતી. ચૂંટણી પંચના આંકડા મુજબ હાલ ભાજપ ઉમેદવાર આ સીટ પર આગળ છે. 

ભાજપ ઉમેદવાર આગળ

ચૂંટણી પંચના લેટેસ્ટ આંકડા મુજબ કચ્છ બેઠક પર ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા 53269 મતથી આગળ છે. તેમને અત્યાર સુધીમાં 184176 મત મળ્યા છે જ્યારે કોંગ્રેસના ઉમેદવાર નીતિશ લાલનને અત્યાર સુધીમાં 130907 મત મળ્યા છે. હજુ મતગણતરી ચાલુ છે. 

આ વખતે કચ્છની આ બેઠક પર ભાજપે અનુભવી નેતા અને બેવાર ચૂંટણી જીતી ચૂકેલા વિનોદ ચાવડાને ટિકિટ આપી હતી. જ્યારે કોંગ્રેસે મહેશ્વરની સમાજમાંથી આવતા નિતિશ લાલનને ચૂંટણી  લડાવી. આ બેઠક પરથી ભાજપ સાત ટર્મથી ચૂંટણી જીતતો આવ્યો છે. આમ જોતા ભાજપના અનુભવી ઉમેદવાર સામે કોંગ્રેસે નવાસવા ઉમેદવારને મેદાને ઉતાર્યા. 

કચ્છ બેઠકના કુલ મતદારો 19.39 લાખ જેટલા હતા. જેમાંથી 9.98 લાખ જેટલા  પુરુષો અને 9.40 લાખ જેટલા મહિલા ઉમેદવારો તથા 28 જેટલા ટ્રાન્સજેન્ડર મતદારો નોંધાયેલા હતા. આ મતદારોમાં લગભગ એક લાખ જેટલા મતદારો ક્ષત્રિયો હતા એટલે આ વખતે પરશોત્તમ રૂપાલા ફેક્ટર આ સીટ પર કામ કરે એવું  લાગતું હતું. ક્ષત્રિય સમાજનું આંદોલન મહત્વની ભૂમિકા ભજવી જાય તેવું જણાતું હતું કારણ કે તેમની માંગણી હતી કે પરશોત્તમ રૂપાલાની ઉમેદવારી પાછી નહીં ખેંચાય તો દરેક સીટ પર ભાજપ વિરુદ્ધ મતદાન થશે. 

2019ની લોકસભા ચૂંટણીનું પરિણામ
ગઈ વખતે એટલે કે 2019ની લોકસભા ચૂંટણીની વાત કરીએ તો કચ્છ બેઠક પરથી ભાજપના વિનોદ ચાવડા જ મેદાને હતા. જ્યારે કોંગ્રેસ તરફથી નરેશ એમ મહેશ્વરીને ટિકિટ અપાઈ હતી. ભાજપના વિનોદ ચાવડા આ ચૂંટણીમાં જંગી લીડ સાથે જીત્યા હતા. તેમને કુલ 6,37,034 મતો મળ્યા હતા. તેઓ 3,05,513ની જંગી લીડ સાથે આ ચૂંટણી જીત્યા હતા. તે વખતે આ બેઠક પર 58.71 ટકા મતદાન નોંધાયુ હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે