Home> Gujarat
Advertisement
Prev
Next

સ્વરૂપવાન CID કોન્સ્ટેબલ નીકળી દારૂની તસ્કર, ગુજરાત પોલીસના જવાનોને કચડવાનો કર્યો પ્રયાસ

Kutch Police : કચ્છ સીઆઈડી ક્રાઈમમાં ફરજ બજાવતી તેજતર્રાર મહિલા કોન્સ્ટેબલે દારૂના બુટલેગરની સાથે કચ્છ પોલીસના જવાનોને મારવાનો પ્રયાસ કર્યો

સ્વરૂપવાન CID કોન્સ્ટેબલ નીકળી દારૂની તસ્કર, ગુજરાત પોલીસના જવાનોને કચડવાનો કર્યો પ્રયાસ
Updated: Jul 01, 2024, 08:21 PM IST

Kutch News : ગુજરાતમાં એક મહિલા પોલીસ કર્મચારી દારૂની તસ્કરીના મામલામાં પકડાઈ છે. આરોપી મહિલા પોલીસ કર્મી ગુજરાત સીઆઈડી (CID) માં તૈનાત હતી. રિપોર્ટ અનુસાર, જ્યારે પોલીસે દારૂની તસ્કરી મામલે એક ગાડીને પકડવાનો પ્રયાસ કર્યો, તો તેમાં સવાર આરોપીઓ અને મહિલા કોન્સ્ટેબલે ડ્યુટી કરી રહેલા પોલીસ કર્મીઓને મારીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. 

દારૂની તસ્કરીમાં પકડી ગઈ મહિલા કોન્સ્ટેબલ

આરોપી મહિલા કોન્સ્ટેબલની ઓળખ કચ્છ સીઆઈડી શાખામાં તૈનાત નીતા ચૌધરી તરીકે થઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કચ્છમાં પોલીસ પર ગાડી ચડાવી હત્યાનો પ્રયાસ કરાયો હતો. ભચાઉના ચોપડવા પુલ પાસે આ ઘટના બની હતી. ચીરઈના બુટલેગર યુવરાજસિંહ જાડેજાએ એલસીબી ટીમ પર થાર જીપ ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં સીઆઇડી ક્રાઈમમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ મીતા ચૌધરીનો સમાવેશ થાય છે. ગાડીમાં દારૂ સાથે પકડાયેલા યુવરાજ અને મીતા વિરુદ્ધ હત્યાના પ્રયાસ અને દારૂ અંગે ગુનો દાખલ કરાયો છે. 

પૃથ્વીને પેલે પાર એક નવી દુનિયા મળી, તેના રહસ્યોએ તો નાસાને પણ ચોંકાવી દીધું!

તાજેતરમાં પૂર્વ કચ્છ પોલીસની બાતમી મળી હતી કે, કચ્છના ભચાઉની નજીક એક સફેદ રંગની કારમાં કેટલાક લોકો દારૂની તસ્કરી કરી રહ્યાં છે. આ માહિતી મળ્યા બાદ ભચાઉ પોલીસે હાઈવે પર તપાસ શરૂ કરી છે. આ વચ્ચે ભચાઉના ચોપડવા નજીક એક સફેદ રંગની થાર ગાડી દેખાઈ હતી. પોલીસ જેમ થાર ગાડીની પાસે પહોંચી, તેમ ગાડીના ચાલકે ગાડી દોડાવવાનો પ્રયાસ કર્યો હતો, તેમજ પોલીસ કર્મીઓને કચડવાનો પણ પ્રયાસ કર્યો. 

પોલીસ કર્મીઓએ કોઈ રીતે પોતાનો જીવ બચાવ્યો હતો. આ દરમિયાન કારચાલક ત્યાંથી થાર ગાડી લઈને ફરાર થઈ ગયો હતો. પરંતું આગળ બીજા પોલીસ કર્મીઓને થાર ગાડીને રોકવામાં સફળતા મળી હતી. પોલીસે જ્યારે ગાડીનુ ચેકિંગ કર્યુ ત્યારે તેમના હોંશ ઉડી ગયા હતા. 

કારમા દારૂની તસ્કરી કરતા યુવરાજ સિંહની સાથે મહિલા પોલીસ કર્મચારી મીતા ચૌધરી પણ સવાર હતી. પકડાયેલી મહિલા પોલીસ કોન્સ્ટેબલ નીતા ચૌધરી પૂર્વીય કચ્છના ગાંધીધામ સીઆઈડી ક્રાઈમ (CID Crime) માં તૈનાત છે. થાર કારમાં પોલીસને દારૂની બોટલ પણ મળી આવી હતી. 

તો બીજી તરફ મહિલા કોન્સ્ટેબલની સાથે પકડાયેલા દારૂની તસ્કર યુવરાજ સિંહની સામે 16 થી વધુ ગુના પોલીસ ચોપડે નોંધોાયેલા છે.  

જુનાગઢમાં પૂર આવ્યું! રસ્તાઓ બંધ થયા, ગામના સંપર્ક કપાયા, કલેક્ટરે કરી અપીલ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે