Home> Gujarat
Advertisement
Prev
Next

કચ્છ બન્યું છે ડ્રગ્સ માટેનું સ્વર્ગ, 9 પાકિસ્તાનીઓએ પુછપરછમાં કર્યા ચોંકાવનારા ખુલાસા

જખૌ નજીકના મધદરિયેથી 9 પાકિસ્તાનની સાથે 280 કરોડના ઝડપાયેલા આ પ્રકરણમાં ધરપકડ કરાયેલા પાકિસ્તાનીઓને આજે ભુજની ખાસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ગુજરાત એ.ટી.એસ. દ્વારા 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. સ્પેશિયલ એન.ડી.પી.એસ. કોર્ટે દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. જખૌના દરિયામાંથી એ.ટી.એસ અને કોસ્ટગાર્ડની ટીમે નવ પાકિસ્તાની ખલાસી સાથે બોટને 56 કિલો ડ્રગ્સના જથ્થા સાથે પકડી પાડી હતી. 

કચ્છ બન્યું છે ડ્રગ્સ માટેનું સ્વર્ગ, 9 પાકિસ્તાનીઓએ પુછપરછમાં કર્યા ચોંકાવનારા ખુલાસા

રાજેન્દ્ર ઠક્કર/કચ્છ : જખૌ નજીકના મધદરિયેથી 9 પાકિસ્તાનની સાથે 280 કરોડના ઝડપાયેલા આ પ્રકરણમાં ધરપકડ કરાયેલા પાકિસ્તાનીઓને આજે ભુજની ખાસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ગુજરાત એ.ટી.એસ. દ્વારા 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. સ્પેશિયલ એન.ડી.પી.એસ. કોર્ટે દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. જખૌના દરિયામાંથી એ.ટી.એસ અને કોસ્ટગાર્ડની ટીમે નવ પાકિસ્તાની ખલાસી સાથે બોટને 56 કિલો ડ્રગ્સના જથ્થા સાથે પકડી પાડી હતી. 

મુકબધીર બાળાનું અપહરણ કરીને દુષ્કર્મ આચરનારને ફાંસીએ લટકાવી દેવાનો આદેશ

ભાગવા લાગેલા ઘૂસણખોરોને ઝડપી લેવા દરિયામાં ચેતવણી સૂચક ફાયરિંગ પણ કરવામાં આવી હતી. મંગળવાર રાત સુધી જખૌ ખાતે ખલાસીઓનું મેડીકલ પરીક્ષણ તેમજ પંચનામા સહિતની કાગળોની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આજે બુધવારે સવારે તમામ પાકિસ્તાની ખલાસીઓને ભુજ કોર્ટમાં 14 દિવસના રિમાન્ડની માંગણી સાથે રજૂ કરવામાં આવ્યા હતા.એન.ડી.પી.એસ. કોર્ટે દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. રિમાન્ડ મેળવ્યા બાદ ઇન્ટ્રોગેશન માટે અમદાવાદ લઇ જવામાં આવ્યા છે.

સદ્ગુરૂ જગ્ગી સ્વામી બનશે જામનગરમાં મહેમાન, વિદેશથી પરત ફરતાની સાથે જ બનશે મહેમાન

ગુજરાત એ. ટી.એસ. નાયબ પોલીસ અધિક્ષક ભાવેશ રોજીયાને ઇનપુટ મળ્યા હતા. બંન્ને સુરક્ષા એજન્સીઓની ટીમ આઇ.સી.જી. જહાજમાં ઇનપુટવાળી જગ્યાએ પહોંચી ગયા હતા. દરમિયાન ભારતીય સમુદ્રી સીમાની અંદર અંદાજે પાંચ નોટીકલ માઇલ અંતરે અલ-હજ બોટ આવતા તેને કોસ્ટગાર્ડની શીપ પરથી આંતરવાની કોશશ કરી હતી. પાકિસ્તાનીઓએ બોટમાં રહેલા કોથળા જેવી કેટલી બેગો દરિયામાં પણ ફેંકી હતી, તે તરતી હાલતમાં પકડી પડાઇ હતી. તેમજ બોટમાં સર્ચ કરતા અન્ય પેકેટ પણ નવ પાકિસ્તાની ઘુસણખોરોના કબજામાંથી 56 પેકેટ કિંમત 280 કરોડનો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો.

GUJARAT CORONA UPDATE: 15 નવા કેસ, 09 દર્દી સાજા થયા એક પણ મોત નહી

બોટમાંથી ગુલામ ઉમર મિઠી કચ્છી, અકબરઅલી ઇશા કચ્છી, વસીમ ઓસમાણગની મનત, મોહમદઅનવર મો.ઓસમાણ તોબાટીયા, આબીદ સીધીક કાલીયા, મુસા ઉમર દાંઢી, સાહીદ ઉમર હારુન, અહેમઅલી ગુલમોહમદ છેર, સહેજાદ ફકીર મોંહમદ (રહે. તમામ કરાચી)વાળાને ભજ કોર્ટ ખાતે 14 દિવસના રિમાન્ડ માટે રજૂ કરવામાં આવ્યા હતા.પ્રાથમિક પૂછપરછમાં કરાંચીથી મુસ્તફા નામના માફીયાએ ડ્રગ્સનો આ જથ્થો લોડ કરાવ્યો હોવાની હકીકત સામે આવી છે. રિમાન્ડ મળ્યા બાદ તમામને અમદાવાદ ઇન્ટ્રોગેશન માટે લઇ જવામાં આવ્યું છે. રિમાન્ડ દરમિયાન ખલાસીઓની પૂછપરછ કરવામાં આવશે જેથી જથ્થો કોને અને કયા કોડવર્ડથી આપવાનો છે. તે રિમાન્ડ દરમિયાન બહાર આવશે. કચ્છનો સાગરકાંઠે અવારનવાર કેફી દ્રવ્યો ઝડપાતા હાલે આ મુદ્દો ન માત્ર કચ્છ પરંતુ સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More