Home> Gujarat
Advertisement
Prev
Next

મગફળી કાંડ મામલે કૃષિ અધિકારીએ મોટું નિવેદન, થઇ રહ્યો છે સરકારને બદનામ કરવાનો પ્રયાસ

જુનાગઢના ભેંસાણમાં ટેકાના ભાવે મગફળી ખરીદી મામલો હાલ ચર્ચાના ચગડોળે ચઢ્યો છે. ભેંસાણ માર્કેટ યાર્ડમાં રાત્રિના સમયે કોઈ હલકી ગુણવત્તાવાળી મગફળી ઘુસાડવામાં આવી છે. એક જાગૃત ખેડૂત દ્વારા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરાયો હતો. ત્યારે માર્કેટ યાર્ડમાં નબળી ગુણવત્તાવાળી મગફળી કોણે ઘૂસાડી તેની તપાસ શરૂ થઈ છે. ત્યારે જૂનાગઢની જેમ જ ભેંસાણમાં પણ મોટું કોભાંડ સામે આવે તેવી શક્યતા છે. આ મામલે કૃષિ અધિકારીને ખુલાસો કરવો પડ્યો છે.

મગફળી કાંડ મામલે કૃષિ અધિકારીએ મોટું નિવેદન, થઇ રહ્યો છે સરકારને બદનામ કરવાનો પ્રયાસ

જુનાગઢ :જુનાગઢના ભેંસાણમાં ટેકાના ભાવે મગફળી ખરીદી મામલો હાલ ચર્ચાના ચગડોળે ચઢ્યો છે. ભેંસાણ માર્કેટ યાર્ડમાં રાત્રિના સમયે કોઈ હલકી ગુણવત્તાવાળી મગફળી ઘુસાડવામાં આવી છે. એક જાગૃત ખેડૂત દ્વારા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરાયો હતો. ત્યારે માર્કેટ યાર્ડમાં નબળી ગુણવત્તાવાળી મગફળી કોણે ઘૂસાડી તેની તપાસ શરૂ થઈ છે. ત્યારે જૂનાગઢની જેમ જ ભેંસાણમાં પણ મોટું કોભાંડ સામે આવે તેવી શક્યતા છે. આ મામલે કૃષિ અધિકારીને ખુલાસો કરવો પડ્યો છે.

રાજ્યસભા ચૂંટણીમાં એસ જયશંકર અને જુગલજી ઠાકોરની જીતને પડકારતી અરજીને હાઈકોર્ટ ફગાવી

ઉલ્લેખનીય છે કે, ભેસાણ મગફળી કોભાંડ મામલામાં ભેસાણ માર્કેટયાર્ડના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં શંકાસ્પદ જથ્થાની હેરફેર કેમેરામાં દેખાઈ રહી છે. પાટીદાર ટ્રેડિંગ નામની પેઢીમાંથી શંકાસ્પદ જથ્થો ભરાઈ રહ્યો હોવાના આક્ષેપ કરાયો છે. ગત રાત્રીના પોલીસ અને મામલતદાર શંકાસ્પદ જથ્થો સીઝ કર્યો હતો. આ પ્રકારના અગાઉ અનેક વાહનો ઘૂસ્યા હોવાનો આક્ષેપ છે. 

આવી રીતે માઈક્રોવેવમાં બનાવો ઢોકળા, 10 મિનીટ પણ નહિ લાગે...

ભેંસાણમાં કોઈ કૌભાંડ થયું નથી 
કૃષિ અધિકારી સંજય મોદીએ જણાવ્યું કે, ભેંસાણમાં કોઈ કૌભાંડ થયું નથી. ગઈકાલે રાત્રે જ કોઈ ટેમ્પો મૂકી ગયો છે કોઈ રામજી નામના વ્યક્તિનો છે. મગફળી અંદર‌ છે પણ કોની છે તે ખબર નથી. આજે સાંજે સુધી રાહ જોવામાં આવશે.સરકારને‌ બદનામ કરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. કેટલાક તત્વો‌ હોઈ શકે, પણ અત્યારે તપાસ ચાલુ છે. બેથી ત્રણ દિવસમાં જે હશે તે સામે આવશે. મગફળીની ખરીદીની પ્રક્રિયા 92 ટકા પૂર્ણ થઈ છે. 13 મી ફેબ્રુઆરીએ છેલ્લો દિવસ છે, પણ 10 ફેબ્રુઆરીએ પૂર્ણ થશે તેવો અંદાજ છે. 

PFના નિયમમાં આવી રહ્યો છે મોટો બદલાવ, તમારા પગાર પર થશે સીધી અસર 

ભેસાણ મગફળી કૌભાંડ બાબતે કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, સરકાર પોતાની જવાબદારીમાંથી છટકવા ઠીકરું બીજા પર ફોડે છે. ભેસાણમાં કોંગ્રેસ શાસિત માર્કેટિંગ યાર્ડ છે, પણ ખરીદી તો સરકાર કરે છે. માર્કેટીંગ યાર્ડનો રોલ માત્ર અને માત્ર જગ્યા આપવા પૂરતો છે. બાકીની તમામ કામગીરી જિલ્લા ખરીદ સમિતિ કરે છે. ખરીદી સમિતિમાં કલેક્ટર, ડીડીઓ, ખેતીવાડી અધિકારી, પુરવઠા અધિકારી, પ્રાંત ઓફિસર, મામલતદાર, ટીડીઓ વગેરે સામેલ છે. તેની સામે કેમ કોઈ કાર્યવાહી નથી કરી. જ્યારે ઉચ્ચ અધિકારીઓની ખરીદ સમિતિ બનાવી છે તો તેમની કોઈ જવાબદારી કેમ નહિ...??? તેમની બેદરકારી બદલ કોઈ કાર્યવાહી કેમ નહિ...??? જિલ્લા પુરવઠા અધિકારીની સીધી જવાબદારી બને છે, તો તેની સામે કોઈ કાર્યવાહી કેમ નહિ....??? ખરીદ પ્રક્રિયામાં સરળીકરણ, પારદર્શિતા અને કોઈ ભ્રષ્ટાચાર ન થાય તે માટે વિજિલન્સ ટિમ બનાવી છે તો તેની કોઈ જવાબદારી શા માટે ન ગણવી....??? દરેક ખરીદ કેન્દ્ર પર એક નોડલ અધિકારીની નિમણૂક કરવામાં આવે છે આ નોડલ અધિકારીની કોઈ જવાબદારી કેમ નહિ....??? માત્ર અજાણ્યા શખ્સો સામે ફરિયાદ કરી સરકાર સંતોષ શા માટે માની રહી છે....??? મજૂર કક્ષાની કે કારકુન કક્ષાના લોકો સામે ફરિયાદથી ભ્રષ્ટાચાર રોકાશે ખરો....??? 10 જેટલા અધિકારીઓની મીઠી નજર, એમનું મૌન કે બેદરકારી વગર આ કૌભાંડ શક્ય છે ખરું.....??? ખેડૂત સંપૂર્ણપણે નિર્દોષ છે તેઓને તાત્કાલિક નાણાં ચૂકવી આપવામાં આવે. સરકારે ઉચ્ચ અધિકારીઓ સામે પગલાં લઈ દાખલો બેસાડવો જોઈએ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More