Home> Gujarat
Advertisement
Prev
Next

AMC સામે પશુપાલકોનો મોરચો; જાણો પશુપાલકોએ કેમ અમદાવાદ મનપા સામે ફરી ચઢાવી બાંયો?

અમદાવાદ મનપાની નવી ઢોર નિયંત્રણ નીતિનો પશુપાલકો પહેલાથી જ વિરોધ કરી રહ્યા છે. જો કે હવે પશુપાલકોના રોષમાં વધારો થયો છે. તેનું કારણ છે શહેરના દાણીલીમડા વિસ્તારમાં આવેલા મનપાના ઢોરવાડામાં થતાં પશુઓના મૃત્યુ.

AMC સામે પશુપાલકોનો મોરચો; જાણો પશુપાલકોએ કેમ અમદાવાદ મનપા સામે ફરી ચઢાવી બાંયો?

ઝી બ્યુરો/અમદાવાદ: શહેરમાં પશુપાલકોએ તંત્ર સામે ફરી બાંયો ચડાવી છે. AMCના ઢોરવાડામાં પશુઓના થતા મોત સામે પશુપાલકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. તેમનો આક્ષેપ છે કે તંત્રની બેદરકારીને કારણે પશુઓ મોતને ભેટી રહ્યા છે, પશુપાલકોના વિરોધમાં કોંગ્રેસ પણ જોડાઈ ગઈ. જો કે પશુઓના મૃત્યુ માટે તંત્રએ પશુપાલકોને જવાબદાર ઠેરવ્યા છે, ત્યારે શું છે પશુપાલકોની માંગ?

પશુપાલકોએ તંત્ર વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યા
અમદાવાદ મનપાની નવી ઢોર નિયંત્રણ નીતિનો પશુપાલકો પહેલાથી જ વિરોધ કરી રહ્યા છે. જો કે હવે પશુપાલકોના રોષમાં વધારો થયો છે. તેનું કારણ છે શહેરના દાણીલીમડા વિસ્તારમાં આવેલા મનપાના ઢોરવાડામાં થતાં પશુઓના મૃત્યુ. જેના વિરોધમાં પશુપાલકોએ આખી રાત ઢોરવાડાની બહાર બેસીને વિરોધ નોંધાવ્યો. પશુપાલકોએ તંત્ર વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યા. તેમનું કહેવું છે કે તંત્રની બેદરકારીને કારણે ઢોરવાડામાં પશુઓ મોતને ભેટી રહ્યા છે. પશુઓને પૂરતો આહાર અને પૂરતી જગ્યા ન મળતી હોવા દાવોનો કરાયો છે. 

રાજ્ય સરકાર અને મનપા પર પ્રહાર કર્યા
પશુપાલકોનો એવો પણ આક્ષેપ છે કે મૃત પશુઓના મૃતદેહના નિકાલ માટે તંત્ર દ્વારા નિયમોની અવગણના કરવામાં આવે છે. મૃતદેહોને દફન કરવાની જગ્યાએ રઝળતાં મૂકી દેવામાં આવે છે. પશુપાલકોના વિરોધમાં કોંગ્રેસ પણ જોડાઈ હતી. કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડા વિરોધ પ્રદર્શનમાં સામેલ થયા હતા, તેમણે ઢોરવાડાનું અંદરથી નિરીક્ષણ પણ કર્યું. આ મુલાકાત બાદ તેમણે રાજ્ય સરકાર અને મનપા પર પ્રહાર કર્યા હતા. તેમણે સરકાર પર ગાયોનો ઉપયોગ ફ્ક્ત મત મળવવા માટે કરવાનો અને તેમની દરકાર નહીં લેવાનો આક્ષેપ કર્યો.

તંત્રએ પશુઓના મોત માટે પશુપાલકોને જવાબદાર ઠેરવ્યા
પશુપાલકોની માગ બાદ AMCના CNCD વિભાગે બે મૃત પશુઓનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. જેમાં સામે આવ્યું કે બંને પશુઓની હોજરીમાં પ્લાસ્ટીકની મોટી માત્રા હતી. જેના આધારે તંત્રએ દાવો કર્યો છે કે પશુઓના મૃત્યુ પ્લાસ્ટિક આરોગવાથી થયા છે અને તંત્રએ આ પશુઓને પકડ્યાં તે પહેલાં પશુઓએ પ્લાસ્ટિક આરોગ્યું હતું. એટલે કે તંત્રએ પશુઓના મોત માટે પશુપાલકોને જવાબદાર ઠેરવ્યા છે.

હવે જોવું એ રહેશે કે આ મામલો આગળ જઈને શું વળાંક લે છે. પશુઓના મૃત્યુને રોકવા માટે અને તેમના માટેની જગ્યા વધારવા કોઈ પગલાં લેવાય છે કે કેમ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More