Home> Gujarat
Advertisement
Prev
Next

નીલકંઠ વિવાદ બાદ કોણે કોણે સ્વામીનારાયણ સંપ્રદાયનો એવોર્ડ પરત કર્યો, જાણો

મોરારી બાપુ એ નીલકંઠ મામલે કરેલ નિવેદન અંગે સ્વામિનારાયણ સંપ્રદાય અને સનાતન ધર્મના સંતો વચ્ચે શાબ્દિક ટીકા ટિપ્પણી થઈ રહી હતી. જે સમગ્ર મામલે વિવાદ પણ વકર્યો હતો. જે વિવાદ મંગળવારના રોજ પૂર્ણ થયો હતો. જૂનાગઢના ઇન્દ્રભારતી આશ્રમ ખાતે બંને પક્ષો વચ્ચે સમાધાન પણ થયું હતું. પરંતુ ગુરુવારના રોજ કલાકારો એ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા આપવામાં આવેલ સન્માનની રકમ અને એવોર્ડ પરત કર્યાની ઘટના સામે આવી છે. એક બાદ એક ખ્યાતનામ કલાકારોએ મોરારીબાપુના સમર્થનમાં એવોર્ડ પરત કરતા સૌરાષ્ટ્રમાં ખળભળાટ મચ્યો છે. જેમાં લોકગાયક ઓસમાણ મીર, લેખક જય વસાવડા, હાસ્ય કલાકાર સાંઈરામ દવે, જિગ્નેશ કવિરાજ, હનુભી ગઢવી તથા માયાભાઈએ આહિરે સ્વામીનારાયણ સંસ્થા દ્વારા અપાયેલ રત્નાકર એવોર્ડ પરત કર્યો છે.

નીલકંઠ વિવાદ બાદ કોણે કોણે સ્વામીનારાયણ સંપ્રદાયનો એવોર્ડ પરત કર્યો, જાણો

અમદાવાદ :મોરારી બાપુ એ નીલકંઠ મામલે કરેલ નિવેદન અંગે સ્વામિનારાયણ સંપ્રદાય અને સનાતન ધર્મના સંતો વચ્ચે શાબ્દિક ટીકા ટિપ્પણી થઈ રહી હતી. જે સમગ્ર મામલે વિવાદ પણ વકર્યો હતો. જે વિવાદ મંગળવારના રોજ પૂર્ણ થયો હતો. જૂનાગઢના ઇન્દ્રભારતી આશ્રમ ખાતે બંને પક્ષો વચ્ચે સમાધાન પણ થયું હતું. પરંતુ ગુરુવારના રોજ કલાકારો એ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા આપવામાં આવેલ સન્માનની રકમ અને એવોર્ડ પરત કર્યાની ઘટના સામે આવી છે. એક બાદ એક ખ્યાતનામ કલાકારોએ મોરારીબાપુના સમર્થનમાં એવોર્ડ પરત કરતા સૌરાષ્ટ્રમાં ખળભળાટ મચ્યો છે. જેમાં લોકગાયક ઓસમાણ મીર, લેખક જય વસાવડા, હાસ્ય કલાકાર સાંઈરામ દવે, જિગ્નેશ કવિરાજ, હનુભી ગઢવી તથા માયાભાઈએ આહિરે સ્વામીનારાયણ સંસ્થા દ્વારા અપાયેલ રત્નાકર એવોર્ડ પરત કર્યો છે.

આવતીકાલથી શ્રાદ્ધ : કયા દિવસે તમારા પિતૃઓનુ શ્રાદ્ધ કરવુ તેનું કન્ફ્યુઝન હોય તો વાંચી લો વિગત

મેં સ્વમાનભેર એવોર્ડ પરત કર્યો છે : જય વસાવડા
ઝી ૨૪ કલાક સાથેની વાતચીતમાં જય વસાવડાએ જણાવ્યું હતું કે, જે સંસ્થા દ્વારા મને એવોર્ડ આપવામાં આવ્યો હતો. તે જ સંસ્થા દ્વારા બાપુ પ્રત્યે અને શિવ પર જે ટિપ્પણી કરવામાં આવે તે ક્યારેય પણ સાંખી લેવામાં ન આવે. મેં જાહેરમાં એવોર્ડ સ્વીકાર્યો હતો, એટલે જાહેરમાં જ પરત કર્યો છે. મેં સ્વમાનભેર એવોર્ડ પરત કર્યો છે. કલાકાર માનવજાતનો હોય છે. મને વિવાદ વકરે તેમાં રસ નથી, પરંતુ મને સ્વમાન જળવાય તેમાં રસ છે. મેં મોરારીબાપુના સમર્થનમાં એવોર્ડ પરત કર્યો છે. બાપુ કલા રસિક છે, બાપુ કોઈને બંધનમાં નાંખતા નથી. મારા વિચારો બાપુ પ્રત્યે ઢળેલા છે. બાપુથી મોટો મુદ્દો શિવ છે. બાપુ કથામાં સહજ ભાવે બોલ્યા હતા. કથા માનસ રુદ્રાભિષેક પર હતી, જેથી સહજ બાપુ શિવ પર થનાર અભિષેક અંગે વાત કરે. હું બાપુનો પ્રેમી છું, બાપુનો પ્રતિનિધિ નથી. માત્ર હું જ નહીં પણ અનેક કલાકારો બાપુના પ્રેમી છે.

રાજ્યના વાહનચાલકો માટે સરકારનો મહત્વનો નિર્ણય : PUC અને HSRP નંબર પ્લેટ લગાવવાની મુદત વધારાઈ

ગુજરાતની આધ્યાત્મિક તંદુરસ્તી બગડી છે : સાંઈરામ દવે
જાણીતા કલાકાર ઓસમાણ મીરે પણ સ્વામીનારાયણનો એવોર્ડ પરત કર્યો છે. તેમણે એવોર્ડ પરત કરતા કહ્યું કે, સંતોએ મોરારીબાપુના વિશે જે નિવેદનો કર્યા તેનાથી હું દુઃખી થયો. કલાકારો વિશે સ્વામિનારાયણના સંતોએ ટિપ્પણી કરતા હું દુઃખી થયો છું. તો સાંઈરામ દવે પણ રત્નાકર એવોર્ડ અને રાશિ પરત કરશે. તેમણે કહ્યું કે, ગુજરાતની આધ્યાત્મિક તંદુરસ્તી બગડી ગઈ છે. બધા જ કલાકારોને દારૂડિયા ગણવાની વાતથી દુઃખ થયું છે. 

લાખણી : અંધારામાં પગપાળા અંબાજી જઈ રહેલા બે યાત્રીઓના કારની ટક્કરે મોત, 6 ઘાયલ 

ભાવનગરની સરધાર સ્વામિનારાયણની સંસ્થા દ્વારા દર વર્ષે ગુજરાતના મોટા કલાકારોને રત્નાકર એવોર્ડ આપવામાં આવે છે. મોરારીબાપુના નીલકંઠ વિવાદ મામલે આજ સંસ્થાના સ્વામી અને બગસરા મંદિર ચલાવતા વિવેક સ્વરૂપદાસજી કલાકારો અને મોરારીબાપુ વિશે ખરાબ શબ્દો બોલ્યા હતા. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More