Home> Gujarat
Advertisement
Prev
Next

આઠમાં નોરતે લોક રોષનો ભોગ બની કિંજલ દેવ, લોકોએ રોકી તેની કાર, વીડિયો થયો વાયરલ

અમદાવાદમાં સાયન્સ સીટી નજીકના પાર્ટી પ્લોટમાં કિંજલ દવેએ બુધવારે રાત્રે એક ગરબા કાર્યક્રમ દરમિયાન લોકરોષનો ભોગ બનવું પડ્યું હતું.

આઠમાં નોરતે લોક રોષનો ભોગ બની કિંજલ દેવ, લોકોએ રોકી તેની કાર, વીડિયો થયો વાયરલ

અમદાવાદ: ‘ચાર ચાર બંગડી વાળી ગાડી’ ગીતથી ફેમસ બનેલી કિંજલ દવેનો સાયન્સીટી નજીક એક પાર્ટી પ્લોટમાં વિરોધ કરવામાં આવ્યો હતો. પાર્ટ પ્લોટમાં કિંજલ દવેના કાર્યક્રમ સ્ટેજ પાસેથી ખેલૈયાઓને હટાવવામાં આવ્યા હતા જેનો ખેલૈયાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. જેના કારણે કિંજલ દવેનો કાર્યક્રમ બંધ કરવામાં આવ્યો હતો.

વાંચવા માટે ક્લિક કરો: સિંહોના મોત અંગે વિરોધ પક્ષે રૂપાણી સરકાર સામે કર્યા આકરા સવાલો

fallbacks

અમદાવાદમાં સાયન્સ સીટી નજીકના પાર્ટી પ્લોટમાં કિંજલ દવેએ બુધવારે રાત્રે એક ગરબા કાર્યક્રમ દરમિયાન લોકરોષનો ભોગ બનવું પડ્યું હતું. ઉલ્લેખનિય છે કે સાયન્સ સીટી નજીક આવેલા એક પાર્ટી પ્લોટમાં યોજવામાં આવેલા ગરબામાં સીંગર તરીકે કિંજલ દવે અને તેના ગ્રુપને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં હોબાળો થયો હતો. કાર્યક્રમ દરમિયાન સ્ટેજ નજીક રમી રહેલા ખેલૈયાઓને ખસેડવાનો આદેશ કરવામાં આવતા હોબાળો શરૂ થયો હતો.

વાંચવા માટે ક્લિક કરો: અમદાવાદઃ નવરાત્રિમાં છેડતી કરનાર સામે પોલીસની લાલ આંખ, 141 રોમિયો ઝડપાયા

fallbacks

જે બાદમાં ખેલૈયાઓએ વિરોધ કર્યો હતો. વાત ઉગ્ર બનતા બાઉન્સરો અને આયોજકોએ પરિસ્થિતિ સંભાળવી પડી હતી. ગરબાના કાર્યક્રમમાં થયેલી બબાલ બાદ સંચાલકોએ કાર્યક્રમ નિર્ધારિત સમય પહેલા પૂર્ણ જાહેર કરી દીધો હતો. અમુક લોકોએ કિંજલ દવેની કારને પણ રોકી હતી. જોકે, પોલીસે દરમિયાનગીરી કરીને મામલો થાડે પાડ્યો હતો.

ગુજરાતના સમાચાર વાંચવા માટે ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More