Home> Gujarat
Advertisement
Prev
Next

જીવલેણ હાર્ટ એટેક! રાજ્યમાં આજે વધુ બે લોકોના મોત, વડોદરામાં 15 દિવસમાં 12 યુવકોનું દિલ ધબકતું બંધ થયું

Sudden cardiac arrest : ગુજરાતમાં હાર્ટ એટેકથી મોતના કિસ્સા વધી રહ્યાં છે... સુરત, વડોદરા, રાજકોટ જેવા શહેરોમાં રોજ હાર્ટ એટેકથી મોતની ઘટના બની રહી છે  

જીવલેણ હાર્ટ એટેક! રાજ્યમાં આજે વધુ બે લોકોના મોત, વડોદરામાં 15 દિવસમાં 12 યુવકોનું દિલ ધબકતું બંધ થયું

Heart Attack Death In Gujarat : ગુજરાતમાં હાર્ટએટેક જીવલેણ બની રહ્યો છે. રોજ ગુજરાતના કોઈને કોઈ શહેરમાં હૃદય બંધ પડી જવાથી મોતના કિસ્સા વધી રહ્યાં છે. ત્યારે આજે વધુ બે લોકોએ હાર્ટ એટેકથી જીવ ગુમાવ્યા છે. વડોદરામાં 32 વર્ષના યુવકનું હાર્ટ એટેકથી મોત થયુ છે. તો સુરતમાં હીરાના કારખાનામાં કામ કરતા 66 વર્ષીય વૃદ્ધ ચાલુ કામમાં જ ઢળી પડ્યા હતા. આ ઉપરાંત ચોંકાવનારો આંકડો એ પણ છે કે, વડોદરામાં ગત 15 દિવસમાં 2 યુવકોના હૃદયના ધબકારા બંધ થયા છે. 

વડોદરામાં જીવલેણ હાર્ટએટેક
વડોદરા શહેરમાં વધુ એક યુવાનનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે. છેલ્લાં 15 દિવસમાં હાર્ટ એટેકથી 12 યુવાનોના મોત થયા છે. 32 વર્ષના નયનકુમાર પટેલનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે. સામી દિવાળીએ યુવાનનું મોત થતા પરિવાર શોકાતૂર બન્યો છે. નયનકુમાર પટેલ બાજવા રોડ પર ગીરીરાજ નગરમાં રહે છે. ગત રોજ તે દાંડિયા બજાર પાનના ગલ્લા પર મિત્રને મળવા ગયો હતો, ત્યાં ગભરામણ થઈને વોમીટીંગ થઈ હતી. મિત્રએ તેને તાત્કાલિક સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડ્યો હતો. પરંતું ટૂંકી સારવાર બાદ નયનકુમાર પટેલનું મોત નિપજ્યુ હતું. 

ઠંડી-ગરમી વચ્ચે વરસાદની એન્ટ્રી : ગુજરાતના આ શહેરોમાં આજે 7 નવેમ્બરે વરસાદની આગાહી

તો બીજી તરફ, સુરત શહેરમાં પણ હાર્ટ એટેકના કિસ્સો સતત વધી રહ્યાં છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં હીરાના કારખાનામાં કામ કરતા 66 વર્ષના વૃદ્ધનું હાર્ટ એટેક આવતા મોત થયું છે. હીરાની ધંટી પર કામ કરતી વખતે વૃદ્ધને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. બાદમાં તેઓ ત્યાં જ ઢળી પડ્યા હતા. જેથી આજુબાજુના કારીગરો દોડી આવ્યા હતા. આ ઘટનામાં 66 વર્ષના બાબુભાઇ વાઘેલાનું હાર્ટ એટેકથી મોત થયું છે. વૃદ્ધના મોતની ઘટના કંપનીમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ હતી. 

આ હતું સુરતના સોલંકી પરિવારનું આપઘાતનું મુખ્ય કારણ, મનીષ લાખોની લોનનો હપ્તો ભરતો

મોરારીબાપુએ આપ્યો હાર્ટ એટેકથી બચવાનો રામબાણ ઈલાજ
મહુવા ખાતે ચાલતી રામકથા ની પૂર્ણાહુતિ સમયે મોરારી બાપુએ હાર્ટ એટેકને લઈ ચિંતા વ્યક્ત કરી હતી. મોરારી બાપુએ કથા દરમ્યાન મોટી સલાહ આપી હતી. તેમણે ભજન ગાતા સમયે તાળી પાડીને રામનું નામ લ્યો અને હાર્ટ એટેક અંગે વાત કરી હતી. મોરારી બાપુએ કથામાં કહ્યું કે, હાર્ટ એટેકથી બચવા તાળીઓ પાડવાથી આપો આપ બંધ નળીઓ ખુલી જશે. જૂના જમાનામાં ઋષિ મુનિઓ તાળી પાડીને ભજનો ગાતા હતા. તેમને ક્યારેય હાર્ટ એટેક નહોતા આવતા. ગામડાના લોકો ગરબા ભજન સમયે ઉલી ઊલીને તાલી પાડતા હોય છે એને હાર્ટ એટેક નથી આવતો. આજે યુવાનો કહે છે મારી નળી બંધ થઈ ગઈ છે. હું કહું છું તાલી પાડીને અંતરના દરવાજા ખોલજો, હાર્ટ એટેક નહિ આવે.

ધાંગ્રધાના મુખ્ય બજારમાં આવેલા કોમ્પ્લેક્સમાં લાગી ભીષણ આગ, 15 થી વધુ દુકાનો સળગી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More