Home> Gujarat
Advertisement
Prev
Next

ભારે હૈયે વેદના ઠાલવી: ચોરે પોલીસને કહ્યું; રાત્રીના સમયે મકાનોમાં હથોડો અને છીણીનો ઉપયોગ કરીને...

તાજેતરમાં જ પૂર્વ વિસ્તાર એવા ખોખરા વિસ્તારમાં ઘરફોડ ચોરીના કેસમાં ખોખરા પોલીસે ત્રણ આરોપીઓમાંથી બે આરોપીઓની ધરપકડ કરી છે.

ભારે હૈયે વેદના ઠાલવી: ચોરે પોલીસને કહ્યું; રાત્રીના સમયે મકાનોમાં હથોડો અને છીણીનો ઉપયોગ કરીને...

મૌલિક ધામેચા/અમદાવાદ: શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ઘરફોડ ચોરીના બનાવોની ઘટનાઓ સામે આવી રહી છે. તાજેતરમાં જ પૂર્વ વિસ્તાર એવા ખોખરા વિસ્તારમાં ઘરફોડ ચોરીના કેસમાં ખોખરા પોલીસે ત્રણ આરોપીઓમાંથી બે આરોપીઓની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે સુનિલ ઉર્ફે ડોંગરો ચુનારા અને આઝાદ ચુનારા નામના શખ્સની ધરપકડ કરી ફરાર વિક્રની શોધખોળ પોલીસે હાથ ધરી છે.

પોલીસની ગિરફતમાં બંને આરોપીઓના નામ સુનિલ ઉર્ફે ડોંગરો અને આઝાદ ચુનારા છે. ખોખરા પોલીસે ચોરીનાં ગુનામાં બન્ને શખ્સોની ધરપકડ કરી છે. આરોપીની પૂછપરછ કરતા પોલીસ સમક્ષ એવી કેફિયત વર્ણવી છે કે છેલ્લા કેટલાક સમયથી છૂટક મજૂરી નહીં મળતા આખરે તેમણે ગુનાનો રસ્તો અપનાવ્યો હતો. અને પોતાની મજૂરી કરવાના સાધનો વડે જ ખોખરા વિસ્તારમાં ચોરી કરવાનું શરૂ કરી દીધું. હાલ ચોરીનાં બે ગુનાઓનો ભેદ ઉકેલી ચોરીમાં ગયેલો તમામ મુદ્દમાલ રીકવર કર્યો છે.

fallbacks

ગુજરાતનું શિક્ષણ જગત શરમજનક સ્થિતિમાં મૂકાયું, શિક્ષણધામમાં પ્રેમી પંખીડાની લીપ કિસ વાઈરલ

પકડાયેલ આરોપીઓએ પોલીસ સમક્ષ પોતાની વેદના પણ ઠાલવી કે છેલ્લા કેટલાય સમયથી છૂટક મજૂરી મળતી નથી અને જીવન ગુજારો કરવા બંને શખસોએ ચોરીના ગુનાને અંજામ આપવાનો વિચાર કર્યો અને બાદમાં મજૂરી કરવાના ઓજારો વડે જ ખોખરા વિસ્તારમાં હાથ સાફ કરવાની શરૂઆત કરી દીધી. 

જોકે ચોરીના કેસમાં એક આરોપી વિક્રમ ચુનારા પોલીસ ચોપડે વોન્ટેડ છે. જેની ધરપકડ કરવા અને પકડાયેલ આરોપીઓ અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલ છે કે કેમ તેં અંગે પૂછપરછ શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More