Home> Gujarat
Advertisement
Prev
Next

ખોડલધામના નરેશ પટેલનું ચૂંટણી લડવા અંગે મોટું નિવેદન, જાણો શું કહ્યું

Naresh Patel : ખોડિયાર જયંતીએ ટ્રસ્ટી વિમલ પાદરીયાએ મા ખોડલને 14 તોલાનો સોનાનો હાર અર્પણ કર્યો... માલપુરના પરસોડા ગામમાં ખોડલ ટ્રસ્ટ દ્વારા આયોજિત પ્રાણ પ્રતિષ્ઠામાં નરેશ પટેલ ઉપસ્થિત રહ્યાં
 

ખોડલધામના નરેશ પટેલનું ચૂંટણી લડવા અંગે મોટું નિવેદન, જાણો શું કહ્યું

Khodaldham Temple : ગઈકાલે લેઉવા પટેલના કુળદેવી ખોડિયાર માતાની જયંતી હતી. મહાસુદ આઠમ એટલે કે ખોડિયાર જયંતી. ખોડિયાર જયંતીએ પાટીદારોમાં અનેરો ઉત્સાહ હોય છે. ખોડિયાર જયંતીએ મા ખોડલના પ્રાગટ્ય દિવસ કહેવાય છે. ત્યારે ખોડલધામના ટ્રસ્ટી વિમલ પાદરીયા દ્વારા મા ખોડલને 14 તોલાનો સોનાનો હાર અર્પણ કરાયો હતો. એક કાર્યક્રમમાં ખોડલધામના ચેરમેને ચૂંટણી લડવાની વાતને લઈને મોટું નિવેદન આપ્યું હતું. 

આજીવન સેવાકાર્ય સાથે જોડાયેલો રહીશ
ખોડલધામ કાગવડ ચેરમેન નરેશ પટેલ માલપુરના પરસોડા ગામમાં ખોડલ ટ્રસ્ટ દ્વારા આયોજિત પ્રાણ પ્રતિષ્ઠામાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે નરેશ પટેલે ચૂંટણીને લઈને મોટી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, નરેશ પટેલ ક્યારે ચૂંટણી નહીં લડે, સેવાકાર્યમાં આજીવન જોડાયેલ રહેશે. જે સારા ઉમેદવારોને મારી જરૂર હશે તેને ચોક્કસ મદદ કરીશું. દેશમાં સનાતન ધર્મ એ હાલ ટુરિઝમ તરીકે વિકસ્યું છે એ આનંદની વાત છે. 

ગુજરાતમાં તો આવું બધું ચાલ્યા કરે! 20 બાળકો શાળામાં હતા, અને શિક્ષકો તાળુ મારીને જતાં રહ્યાં

fallbacks

શ્રી ખોડલધામ મંદિરે ખોડિયાર જયંતીની ભક્તિમય વાતાવરણમાં ઉજવણી કરાઈ છે. મા ખોડલને 56 ભોગનો અન્નકૂટ ધરાવાયો હતો. ધ્વજારોહણ અને યજ્ઞ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે ટ્રસ્ટી વિમલ પાદરીયાએ મા ખોડલને 14 તોલાનો સોનાનો હાર અર્પણ કર્યો હતો. સવારથી જ ભક્તો માટે અન્નકૂટ દર્શન ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલે સૌ ભક્તોને ખોડિયાર જયંતીની શુભેચ્છા પાઠવી હતી.

સુરેન્દ્રનગરમાં મોટો અકસ્માત : લગ્નથી પરત ફરતા પરિવારની કારનું ટાયર ફાટતા 4 ના મોત

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More