Home> Gujarat
Advertisement
Prev
Next

ઠાસરામાં પથ્થરમારામાં મોટા અપડેટ : મસ્જિદ પરથી મળ્યા પથ્થરો, અત્યાર સુધી 11 ની ધરપકડ

stone pelting in shivaji savari : ખેડાના ઠાસરામાં શિવજીની સવારી પર મદરેસામાંથી પથ્થરમારો કરનારા 11 પથ્થરબાજોની ધરપકડ... પોલીસે પથ્થરમારાની ઘટનામાં અલગ અલગ 3 ફરિયાદ નોંધી 13 લોકોની કરી છે અટકાયત... 
 

ઠાસરામાં પથ્થરમારામાં મોટા અપડેટ : મસ્જિદ પરથી મળ્યા પથ્થરો, અત્યાર સુધી 11 ની ધરપકડ
Updated: Sep 16, 2023, 12:27 PM IST

Kheda News નચિકેત મહેતા/ખેડા : ખેડાના ઠાસરામાં ગઈકાલે શીવજીની સવારી પર પથ્થરમારો કરનાર કુલ 11 આરોપીઓની ઠાસરા પોલીસે ધરપકડ કરી છે. ઠાસરામાં થયેલ પથ્થરમારા અંગે મોટા સમાચાર એ છે કે, પથ્થરમારાની ઘટનામાં 11ની ધરપકડ કરાઈ છે. ગઈકાલે શિવજીની યાત્રા પર પથ્થર મારવાનો મામલામાં ત્રણ જેટલી એફઆઇઆર નોંધવામાં આવી છે. 

ગઈકાલે બનેલી ઘટનામાં કુલ ત્રણ ફરિયાદ નોંધાઈ

ઠાસરામાં શિવજીની શોભાયાત્રામાં હિંસક પથ્થરમારાની ઘટનામાં કુલ ત્રણ પોલીસ ફરિયાદ દાખલ કરાઈ છે. મુસ્લિમ ફરિયાદીએ 1500 હિંદુઓના ટોળાં સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે, તો બીજી તરફ હિંદુ ફરિયાદીએ 17 મુસ્લિમ લોકોના નામ જોગ અને અન્ય 50 મુસ્લિમ લોકોના ટોળા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ઠાસરા પોલીસ મથકના પોલીસ કર્મચારીએ પોલીસ પર પથ્થરમારો કરી સરકારી કામગીરીમાં દખલ કરનાર લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરી છે. ચાર શખ્સો સામે નામજોગ અને 70 મુસ્લિમ લોકોના ટોળા સામે પોલીસ ફરિયાદ દાખલ કરાઈ છે. 

મધ્યપ્રદેશમાં ભારે વરસાદથી નર્મદા નદી તોફાની બની, ડેમના 5 દરવાજાથી પાણી છોડાયું

એફઆઇઆર ના આધારે પોલીસે કરી 11 લોકોની ધરપકડ

  • સૈયદ નિયાઝઅલી મહેબુબઅલી, 
  • પઠાણ ઈમરાનખાન અલીખાન
  • સૈયદ ઈર્શાદઅલી કમરઅલી, 
  • સૈયદ શકીલ અહેમદ આસીફઅલી
  • મલેક શબ્બીરહુસૈન અહેમદમિયાં, 
  • સૈયદ મહંમદઅમીન મનસુરઅલી
  • સૈયદ મહંમદકૈફ લિયાકતઅલી, 
  • તોહીદ પઠાણની ધરપકડ 
  • શોબીન પઠાણ,
  • કાસીમ પઠાણ,
  • માનાની ધરપકડ

દિલ્હીથી બે IAS ઓફિસરને આવ્યો બુલાવો, ગુજરાતના બંને અધિકારીઓને અપાયું ખાસ પોસ્ટિંગ

મસ્જિદ પરથી મળી આવ્યા પથ્થર
ઠાસરામાં શિવજીકી સવારી પર પથ્થર મારાનો મામલે ઠાસરા પોલીસ દ્વારા ઘટના સ્થળનું પંચનામું કરવામાં આવ્યું. ગઈકાલે તીન બત્તી પાસે આવેલ મસ્જિદ પરથી પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પોલીસે મસ્જિદ પર તપાસ હાથ ધરી હતી. જેમાં તપાસ દરમિયાન મસ્જિદ પર  મોટા પ્રમાણમાં પથ્થરો જોવા મળ્યા હતા. 

મહત્વનું છે કે ગઈકાલે શિવજીની યાત્રા પર પથ્થરમારો કરાયો હતો. જેના પછી સમગ્ર ઠાસરા શહેરમાં પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો અને વિવિધ વિસ્તારોમાં કોમ્બિંગની કામગીરી હાથ ધરી હતી. અત્યાર સુધી પોલીસે કુલ 15થી વધુ લોકોની અટકાયત કરી છે.

ગોંડલમાં બે માસુમ બાળકોના એકસાથે મોત, પિતા શંકાના ઘેરામાં, રોજ દરગાહ જમવા લઈ જતો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે