Home> Gujarat
Advertisement
Prev
Next

ખાડીયા હત્યા કેસ: અંગત અદાવતમાં બોબીની હત્યા કરનાર મોન્ટુ નામદાર પકડાયો, સાગરિતો ફરાર

શહેરના ખાડિયા વિસ્તારમાં બુધવારે બપોરના સમયે એક વ્યક્તિની જાહેરમાં હત્યા થતા પોલીસ દોડતી થઇ ગઇ હતી. જો કે આ હત્યા કરનાર બીજું કોઈ નહીં પરંતુ સ્થાનીક નામચીન મોન્ટુ નામદાર અને તેના સાગરિતો જ હતા

ખાડીયા હત્યા કેસ: અંગત અદાવતમાં બોબીની હત્યા કરનાર મોન્ટુ નામદાર પકડાયો, સાગરિતો ફરાર

મૌલિક ધામેચા, અમદાવાદ: અમદાવાદના ખાડિયા વિસ્તારમાં જાહેરમાં હત્યા કરનાર મોન્ટુ નામદારની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. પુત્રની હત્યાનું કાવતરું ઘડાતું હોવાની આશંકાને પગલે અદાવત રાખીને આરોપીએ રાકેશ ઉર્ફે બોબીની મહેતાની હત્યા કરવામાં આવી હતી.

શહેરના ખાડિયા વિસ્તારમાં બુધવારે બપોરના સમયે એક વ્યક્તિની જાહેરમાં હત્યા થતા પોલીસ દોડતી થઇ ગઇ હતી. જો કે આ હત્યા કરનાર બીજું કોઈ નહીં પરંતુ સ્થાનીક નામચીન મોન્ટુ નામદાર અને તેના સાગરિતો જ હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ આરોપીને શોધવા માટે કામે લાગી હતી. ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળતા જ આરોપી ની ધરપકડ કરી છે.જ્યારે અન્ય ફરાર આરોપી વિશ્વા રામી, જયરામ રબારી અને તેના બે મિત્રોની શોધખોળ શરૂ કરી છે.

મારી પત્નીને છોડી દેજે નહીં તો... કહી મહિલાના પતિએ યુવક સામે તાકી રિવોલ્વર, બે રાઉન્ડ ફાયરિંગ કર્યા અને...

પોલીસે આરોપી મોન્ટુ નામદારની પ્રાથમિક  પૂછપરછ કરતા જાણવા મળ્યું છે કે વર્ષ 1992માં મોન્ટુ એ તેના કાકાની દીકરી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા અને પ્રેમ લગ્ન કરનાર મહિલાના ભાઈ સચિન અને જુગનુને પસંદનો હોવાથી અવાર નવાર તેઓ મોન્ટુને મારવાના પ્લાન કરતા. જ્યારે થોડા સમય પહેલા સચિન, જુગનુ, રાકેશ ઉર્ફે બોબી મહેતા એ તેમના મળતિયા મારફતે મોન્ટુ નામદાર ના પુત્રની હત્યા કરવા માટે આબુ અને રતનપુરમાં એક મિટિંગ કરી હતી. જે અંગેની જાણ આરોપી મોંન્ટુને થતાં તેણે રાકેશ ઉર્ફે બોબી મહેતાની હત્યા કરવાનુ નક્કી કર્યું.

વડોદરાની યુવતીના પોતાની જાત સાથે લગ્ન, ક્ષમા બિંદુએ આત્મવિવાહ બાદ કર્યો મોટો ખુલાસો

પ્લાન મુજબ જ્યારે બોબી ઓફિસ થી નીકળીને જુગનુની ઓફીસ જવા માટે નીકળ્યા તે સમયે આરોપીએ તેના સાગરીતો સાથે મળીને બેઝબોલના દંડ વડે માર મારી  હત્યા કરી.હાલમાં પોલીસે આરોપી મોન્ટુની ધરપકડ કરી ખાડિયા પોલીસને હવાલે કર્યો છે. જયારે હત્યાના ગુનામાં અન્ય ફરાર આરોપીઓ પકડાયા બાદ બોબીની હત્યા અંગેના કેટલાક કારણો અને હત્યારાઓના નામ મોન્ટુની પૂછપરછ બાદ સામે આવી શકે છે. મહત્વનું છે કે મોન્ટુ નામદાર વિરુદ્ધ પણ અગાઉ ઘણા પોલીસ કેસ થઈ ચૂક્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More