Home> Gujarat
Advertisement
Prev
Next

Kedarnath Helicopter Crash : પૂર્વા રામાનુજે હેલિકોપ્ટરમાં વીડિયો બનાવીને શેર કર્યો અને બીજી જ સેકન્ડે તે ક્રેશ થયું

Bhavnagar Girls Death In Kedarnath Helicopter Crash : કેદારનાથમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં ભાવનગરની ત્રણ દીકરીઓના મોત નિપજ્યા છે. જેમાં બે પિતરાઈ બહેનો હતી, જેમાંથી એકનો તો આજે જન્મદિવસ હતો

Kedarnath Helicopter Crash : પૂર્વા રામાનુજે હેલિકોપ્ટરમાં વીડિયો બનાવીને શેર કર્યો અને બીજી જ સેકન્ડે તે ક્રેશ થયું

અમદાવાદ :કેદારનાથમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં 7 મોતમાં ત્રણ યુવતીઓ ભાવનગરની હોવાનું સામે આવ્યું છે. કેદારનાથ દર્શને ગયેલી ઉર્વી બારડ, પૂર્વા રામાનૂજ અને ક્રુતી બારડને ભગવાનના ધામમાં આ રીતે મોત મળશે તે ખબર ન હતી. કેદારનાથમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં ભાવનગરની ત્રણ દીકરીઓના મોત નિપજ્યા છે. જેમાં બે પિતરાઈ બહેનો હતી, જેમાંથી એકનો તો આજે જન્મદિવસ હતો. કૃતિ બારડનો તો આજે જ જન્મદિવસ હતો.

હેલિકોપ્ટર દુર્ઘટનામાં જે ત્રણ યુવતીઓના મોત નિપજ્યા છે. તેમાં ઉર્વી બારડ અને કૃતિ બારડ ભાવનગર શહેરના રહેવાસી છે. જ્યારે પૂર્વા રામાનુજ ભાવનગરના સિહોરની રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. પૂર્વા રામાનુજના પિતા સિહોર નગરપાલિકાના સભ્યો હોવાનું જાણવા મળ્યું છે.

ભાવનગરના દેસાઈનગરની ઉર્વી બારડ અને કૃતિ બારડનું મોત થતા બારડ પરિવારમાં માતમનો માહોલ છવાયો છે. ઝી 24 કલાક પાસે મૃતકોના અકસ્માત પહેલાની EXCLUSIVE તસવીર સામે આવી છે. મૃતક પૂર્વા રામાનુજે ભગવાન કેદારનાથના દર્શન કર્યા તે પહેલા એક વીડિયો બનાવ્યો હતો અને શેર કર્યો હતો. પૂર્વા રામાનુજની હેલિકોપ્ટર મુસાફરીનો વીડિયો પણ મળ્યો છે. આ વીડિયો હેલિકોપ્ટર અકસ્માત પહેલાનો છે. જ્યાં પૂર્વા રામાનુજે હેલિકોપ્ટરમાં બેસીને વીડિયો શૂટ કર્યો છે. જેના પછી અકસ્માત થયો હતો અને હેલિકોપ્ટર ક્રેશ થયુ હતું. ક્રેશ થયા બાદ હેલિકોપ્ટરમાં આગ ફાટી નીકળી હતી.

fallbacks

ભાવનગરની બે અને શિહોર ની એક સહિત 3 દીકરીઓ કેદારનાથ ગઇ હતી. તેઓ 14 તારીખના રોજ અહીંથી ગઈ હતી અને 17 તારીખે તેમનું હેલિકોપ્ટરનું બુકિંગ હતું. દર્શન કરવા માટે ઉત્તરકાશીથી કેદારનાથ જવા માટે હેલિકોપ્ટરમાં સવાર હતા. અને દર્શન કરી ત્યાંથી હેલિકોપ્ટરમાં પરત આવતા હતા ત્યારે કેદારનાથથી માત્ર 2 કિમી દૂર ગરુડચટ્ટી નજીક હેલિકોપ્ટર ક્રેશ થયું.

સરકારે સહાય જાહેર કરી 
કેદારનાથમાં હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટનામાં ભાવનગરની 3 યુવતીના મોત નિપજ્યા છે. આ દુર્ઘટનામાં ભાવનગરના દેસાઈનગરની ઉર્વી બારડ અને કૃતિ બારડ, જ્યારે સિહોરની પૂર્વા રામાનુજનું  દુર્ઘટનામાં મોત નિપજ્યું છે. ત્યારે તમામ મૃતકોના પરિવારોને 4-4 લાખના સહાયની સરકારે જાહેરાત કરી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહાયની જાહેરાત કરી છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More