Home> Gujarat
Advertisement
Prev
Next

નોટના બદલે વોટનો ખેલ : કરજણ બેઠક પર રૂપિયા વહેંચણીનો વીડિયો વાયરલ

નોટના બદલે વોટનો ખેલ : કરજણ બેઠક પર રૂપિયા વહેંચણીનો વીડિયો વાયરલ
  • કરજણ વિધાનસભાની પેટાચૂંટણીમાં ‘વોટ ના બદલે નોટ’ના વિવાદ પોર ઇટોલા ગામમાં મતદારોને રૂપિયા વહેંચતો વીડિયો વાયરલ થયો છે.
  • કરજણ વિધાનસભા પેટા ચૂંટણીની આગલી રાત્રે મતદારો રીઝવવા માટે રૂપિયાની લ્હાણી કરવા નીકળેલ 2 શખ્સોની ધરપકડ કરાઈ

રવિ અગ્રવાલ/વડોદરા :ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં કરજણ બેઠક પર પહેલેથી જ ગરમાવો જોવા મળ્યો હતો. અહી અનેક તાલુકામાં ભાજપના ઉમેદવારનો ખુલ્લો વિરોધ જોવા મળ્યો હતો. કારણ કે, ભાજપે આ બેઠક પર કોંગ્રેસમાંથી આયાતી ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે  ત્યારે આજે પેટાચૂંટણી (byelection) માં કરજણ બેઠક પર વોટના બદલે નોટ આપવાનો વીડિયો વાયરલ થયો છે. ઈટોલા ગામમાં મતદારોને રૂપિયા વહેંચતો વીડિયો વાયરલ થયો છે. જેની તપાસ માટે ચૂંટણી પંચે આદેશ આપ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ એ જ બેઠક છે જેના પર નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પર જૂતુ ફેંકાયું હતું. 

સૌરાષ્ટ્ર-કચ્છની 5 બેઠકો પર સૌની નજર, મતદાન આંકડા કહે છે મતદારોનો ઉત્સાહ  

2000 રૂપિયાને બદલે અક્ષય પટેલને વોટ આપો
કરજણ વિધાનસભાની પેટાચૂંટણીમાં ‘વોટ ના બદલે નોટ’ના વિવાદ પોર ઇટોલા ગામમાં મતદારોને રૂપિયા વહેંચતો વીડિયો વાયરલ થયો છે. ભાજપ ઉમેદવાર અક્ષય પટેલને મત આપવા રૂપિયા આપતાં હોવાનો આ વીડિયો છે. આ વીડિયોમાં રૂપિયા આપનાર શખ્સનો ચહેરો સ્પષ્ટ દેખાઈ રહ્યો  છે. લોકોને રૂપિયા આપનાર શખ્સ ભાજપના ઉમેદવાર અક્ષય પટેલને મત આપવા મતદારોને કહી રહ્યો છે. સાથે જ તેઓને 2000 રૂપિયાની નોટ આપી રહ્યો છે. કોંગ્રેસે આ વીડિયો જાહેર કરીને ભાજપ પર મત ખરીદીનો આક્ષેપ લગાવ્યો છે. સાથે જ ચૂંટણી પંચને તપાસ કરવા માંગ કરી છે. 

ચૂંટણી પંચે તપાસના આદેશ આપ્યા 
તો બીજી તરફ, ભાજપના ઉમેદવાર અક્ષય પટેલે આ વીડિયો અગે કહ્યું કે, વીડિયો મેં જોયો નથી, આ કોંગ્રેસની કરતૂત હોઈ શકે છે. કોંગ્રેસ પાસે બીજો કોઈ મુદ્દો નથી. સમગ્ર વીડિયો મામલે ચૂંટણી પંચ દ્વારા આ વીડિયો અંગે તપાસના આદેશ અપાયા છે. જિલ્લા કલેકટર પાસે સમગ્ર ઘટનાનો રિપોર્ટ ચૂંટણીપંચ દ્વારા માંગવામાં આવ્યો છે. 

Live : ગુજરાતમાં પેટાચૂંટણીનો જંગ, 9 વાગ્યા સુધી સરેરાશ 9.5 ટકા મતદાન થયું 

કોંગ્રેસ પોતાની હારની ઠીકરુ ભાજપ પર ફોડે છે  - ગોરધન ઝડફિયા 
આ વાયરલ વીડિયો અંગે ભાજપના નેતા ગોરધન ઝડફિયાએ કહ્યું કે, કોંગ્રેસ હારે ત્યારે તેનું ઠીકરુ ભાજપ પર ફોડે છે. વીડિયોના આક્ષેપ પાયાવિહોણા છે. કોંગ્રેસ 30 વર્ષથી આવુ જ કરે છે. અમે માઈક્રો પ્લાનિંગ કરીને પેજ કમિટી સુધી પહોંચ્યા છે, કોંગ્રેસ બૂથ સુધી પણ પહોંચી નથી. કોગ્રસના આ ગતકડા વંશપરપરા હશે. આ સાથે જ ભાજપના ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાએ તમામ 8 બેઠકો જીતવાનો દાવો કર્યો હતો. તેઓએ કહ્યુ કે, ગઢડા સહિત તમામ બેઠકો પર પેટા ચૂંટણીના પ્રમાણે સારું મતદાન થઈ રહ્યું છે. સુરતથી પણ મતદારો મતદાન કરવા આવ્યા છે. વિસ્તાર પ્રત્યેની તેમની લાગણી અને વિકાસની આશાના આધારે મતદાન કરશે. કોંગ્રેસ હાર ભાળી ગઈ છે એટલે આવા વીડિયો વાયરલ કરી આરોપ લગાવે છે, પૈસા આપવાથી મતદારો મત આપતા હોત તો આર્થિક સંપન્ન ઉમેદવારો ક્યારેય ચૂંટણી ના હારતા. ભાજપ સરકારે કરેલા વિકાસ કાર્યોના આધારે મત મળશે અને તમામ 8 બેઠકો જીતીશું. 

કોંગ્રેસના ઉમેદવાર રોકડા રૂપિયા સાથે પકડાયા 
તો બીજી તરફ, કરજણ વિધાનસભા પેટા ચૂંટણીની આગલી રાત્રે મતદારો રીઝવવા માટે રૂપિયાની લ્હાણી કરવા નીકળેલ 2 શખ્સોની ધરપકડ કરાઈ છે. કરજણ પોલીસે આ અંગે ગુનો નોંધ્યો છે. કોંગ્રેસના ઉમેદવારના ટેકેદાર મિત પટેલ સહિત અન્ય 2 સામે ગુનો નોંધાયો છે. પોલીસે 57000 રૂપિયા રોકડા તેમજ ગાડી ઝડપી પાડી છે. તો બીજી તરફ, સમગ્ર ઘટનામાં કોંગ્રેસ ઉમેદવારના ટેકેદાર મિત પટેલ ફરાર થયા છે. પોલીસે રૂપા ગામ પાસેથી બે કાર્યકરોની ધરપકડ કરી છે. સોહેલ ચૌહાણ અને વિગ્નેશ પટેલ નામના કાર્યકરોની ધરપકડ કરાઈ છે. પોલીસ પેટ્રોલિંગ કરતી હતી તે દરમિયાન આ આરોપીઓ પકડાયા છે. મિત પટેલ પાસેથી મતદારોને રૂપિયા વેચવા લાવ્યા હોવાની બંનેએ કબૂલાત કરી હતી. પોલીસે હાલમાં બંને આરોપીઓને પકડી વધુ તપાસ શરૂ કરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More