Home> Gujarat
Advertisement
Prev
Next

કરજણ પેટા ચૂંટણી: પાટલી બદલ્યા બાદ અક્ષય પટેલની જીત સામે મોટો સવાલ, જાણો કેમ

કરજણ વિધાનસભાની ચૂંટણીની તડામાર તૈયારીઓ બન્ને પક્ષો દ્વારા ચૂંટણી પ્રચાર શરૂ કરી દેવાયો. ZEE 24 કલાકે કરજણ નગરના સ્થાનિકો સાથે ખાસ વાત કરી હતી. કરજણ નગરમાં સ્થાનિકો અનેક સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે

કરજણ પેટા ચૂંટણી: પાટલી બદલ્યા બાદ અક્ષય પટેલની જીત સામે મોટો સવાલ, જાણો કેમ

મિતેશ માલી/ કરજણ: કરજણ વિધાનસભાની ચૂંટણીની તડામાર તૈયારીઓ બન્ને પક્ષો દ્વારા ચૂંટણી પ્રચાર શરૂ કરી દેવાયો. ZEE 24 કલાકે કરજણ નગરના સ્થાનિકો સાથે ખાસ વાત કરી હતી. કરજણ નગરમાં સ્થાનિકો અનેક સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે. પૂર્વ ધારાસભ્ય અક્ષય પટેલ પક્ષ બદલતા લોકોમાં નારાજગી જોવા મળી રહી છે

આ પણ વાંચો:- પેટા ચૂંટણી: જાણો પાટીદાર અને મુસ્લિમ મતદારોનું વર્ચસ્વ ધરાવતી કરજણ બેઠકનું ગણિત

કરજણ વિધાનસભાની પેટા ચૂંટણીની તરીખ જાહેર કરી દેવાઈ છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા સંભવિત ઉમેદવારોના નામ સામે આવ્યા છે. કરજણ વિધાનસભાની પેટા ચૂંટણીમાં અક્ષય પટેલે ભાજપમાંથી પોતાની ઉમેદવારી પાકી કરી છે. અક્ષય પટેલે પોતાના મત વિસ્તારમાં ચૂંટણી પ્રચાર પુર જોશમાં શરૂ કર્યો છે. ZEE 24 કલાક કરજણ પહોંચ્યું હતું અને કરજણ નગરના સ્થાનિકો સાથે ખાસ ચર્ચા કરો હતી.

આ પણ વાંચો:- પીસીબીના દરોડા, લક્ઝુરીયસ કારમાં સટ્ટો રમાડતા સટોડીયા ઝડપાયા

કરજણ નગરમાં ત્રણ વર્ષ દરમિયાન પૂર્વ ધારાસભ્ય અક્ષય પટેલે કોઈ વિકાસ ન કર્યો હોવાનું લોકો જણાવી રહ્યા છે. ત્યારે જાહેર માર્ગો વિસ્મર હાલત માં જોવા મળી રહ્યા છે કે નગર પાલિકા હદમાં આવતા વિસ્તારોમાં ગટરની સમસ્યા હોય કે પાણીની સમસ્યાને લઇ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જે સમસ્યાઓને લઇ અક્ષય પટેલ સામે લોકો નારાજ જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો:- મહીસાગર ગેંગરેપમાં મહિલા આયોગે આપ્યા તપાસના આદેશ

2017ની કરજણ વિધાનસભાની ચૂંટણીમાં અક્ષય પટેલ જંગી મતોથી જીત્યા હતા. અક્ષય પટેલને કોંગ્રેસમાંથી મતદારોએ જીત અપાવી હતી પરંતુ અક્ષય પટેલ કોંગ્રેસમાંથી રાજીનામું આપતા જ ભાજપમાં જોડાયા હતા. જેને લઈ કરજણ તાલુકામાં લોકોમાં નારાજગી વ્યાપી જવા પામી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More