Home> Gujarat
Advertisement
Prev
Next

કમલેશ તિવારી હત્યાકાંડ: ATSએ દક્ષિણ ગુજરાતમાંથી વધુ એક શકમંદની અટકાયત કરી

હાલ કમલેશ તિવારી હત્યાકાંડ (Kamlesh Tiwari Murder Case)  ઉત્તર પ્રદેશ અને ગુજરાત બંને રાજ્યોમાં વધુ ચર્ચાઈ રહેલો કિસ્સો છે. ત્યારે કમલેશ તિવારી હત્યા કેસમાં એટીએસ (ATS) એ વધુ એક શકમંદની અટકાયત કરી છે. દક્ષિણ ગુજરાતમાંથી એક મૌલાનાની અટકાયત કરવામાં આવી છે. હાલ એટીએસ દ્વારા મૌલાનાના સઘન પૂછપરછ હાથ ધરાઈ છે. ઉલ્લેખનીય છે કે, કમલેશ તિવારી હત્યા કેસમાં અત્યાર સુધી ત્રણ આરોપીઓ પકડાયા છે. જેઓને ઉત્તર પ્રદેશ પોલીસ (UP Police) ને ગઈકાલે સોમવારે સોંપવામાં આવ્યા હતા. સુરત (Surat)ના ત્રણેય આરોપી રશીદ પઠાણ, મૌલાના મોહસીન શેખ અને ફૈઝાન છીપાને મોડી રાત્રે યુપી લઈ જવાયા હતા.

કમલેશ તિવારી હત્યાકાંડ: ATSએ દક્ષિણ ગુજરાતમાંથી વધુ એક શકમંદની અટકાયત કરી

ઉદય રંજન/અમદાવાદ :હાલ કમલેશ તિવારી હત્યાકાંડ (Kamlesh Tiwari Murder Case)  ઉત્તર પ્રદેશ અને ગુજરાત બંને રાજ્યોમાં વધુ ચર્ચાઈ રહેલો કિસ્સો છે. ત્યારે કમલેશ તિવારી હત્યા કેસમાં એટીએસ (ATS) એ વધુ એક શકમંદની અટકાયત કરી છે. દક્ષિણ ગુજરાતમાંથી એક મૌલાનાની અટકાયત કરવામાં આવી છે. હાલ એટીએસ દ્વારા મૌલાનાના સઘન પૂછપરછ હાથ ધરાઈ છે. ઉલ્લેખનીય છે કે, કમલેશ તિવારી હત્યા કેસમાં અત્યાર સુધી ત્રણ આરોપીઓ પકડાયા છે. જેઓને ઉત્તર પ્રદેશ પોલીસ (UP Police) ને ગઈકાલે સોમવારે સોંપવામાં આવ્યા હતા. સુરત (Surat)ના ત્રણેય આરોપી રશીદ પઠાણ, મૌલાના મોહસીન શેખ અને ફૈઝાન છીપાને મોડી રાત્રે યુપી લઈ જવાયા હતા.

રુંવાડા ઉભા કરી દે તેવો Video, ગ્રાહકોની સામે વેપારીને હાર્ટ એટેક આવ્યો, અને ઢળી પડ્યા...

અશફાક હિન્દુ સમાજ પાર્ટી સાથે જોડાયો હતો 
યુપીના હિન્દુ મહાસભાના નેતા કમલેશ તિવારીના હત્યા કેસમાં રોજેરોજ નવા ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યાં છે. હત્યારા અશફાક મામલે ખુલાસો થયો હતો કે, તે હિન્દુ સમાજ પાર્ટી સાથે જોડાયો હતો. તેને રોહિત સોલંકીના નામનું નિમણૂક પત્ર અપાયું હતું અને તેને આઇટી સેલના પ્રચારકનો હોદ્દો અપાયો હતો. અમદાવાદના જૈમીન દવેએ તેની નિમણૂંક કરી હતી. 

કચ્છ : વિવાદિત હરામી નાળા પાસે પહોંચી ગયા બે માછીમાર, BSFએ પીછો કરીને પકડ્યા

અન્ય બે આરોપીઓની તસવીર જાહેર કરી
યુપી પોલીસે હિન્દુ સમાજ પાર્ટીના નેતા કમલેશ તિવારીની હત્યાના આરોપીઓની તસવીરો બહાર પાડી છે. બંને આરોપીઓના નામ અશફાક અને મોઈનુદ્દીન છે. આ બાજુ કમલેશ તિવારીની હત્યા કરીને ભાગેલા બંને આરોપીઓ રવિવારે મોડી રાતે શાહજહાપુરમાં જોવા મળ્યાં. બંને ગૌરીફાંટાથી થઈને નેપાળ ભાગવાની ફિરાકમાં હતાં પરંતુ કડક ચેકિંગના કારણે સફળ થઈ શક્યા નથી. ડીજીપી ઓપી સિંહે બંને પર અઢી અઢી લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું છે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More