Home> Gujarat
Advertisement
Prev
Next

કનેક્ટ વિમેન ગ્રુપ દ્વારા કાજલ ઓઝા વૈદ્યનું AMAમાં ઈન્ટરેક્ટિવ સેશન યોજાશે

કનેક્ટ વિમેન ગ્રુપ દ્વારા દર વખતે અલગ અલગ મહત્વના પ્રોગ્રામ યોજાય છે. જેમાં આ વખતે 'કનેક્ટ વિથ કાજોલ ઓઝા વૈદ્ય' ટેગ લાઈન હેઠળ પ્રોગ્રામ યોજાશે. આ પ્રોગ્રામ મહત્વનો એટલા માટે રહેશે કે તેમાં જાણીતા લેખિકા કાજલ ઓઝા વૈદ્યનું ઓડિયન્સ સાથે ઈન્ટરેક્ટિવ સેશન પહેલીવાર અમદાવાદમાં યોજવામાં આવશે. આ સેશન AMA (અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન) ખાતે આવેલા જે.બી. ઑડિટોરીયમમાં યોજાશે. 

કનેક્ટ વિમેન ગ્રુપ દ્વારા કાજલ ઓઝા વૈદ્યનું AMAમાં ઈન્ટરેક્ટિવ સેશન યોજાશે

અમદાવાદ: કનેક્ટ વિમેન ગ્રુપ દ્વારા દર વખતે અલગ અલગ મહત્વના પ્રોગ્રામ યોજાય છે. જેમાં આ વખતે 'કનેક્ટ વિથ કાજોલ ઓઝા વૈદ્ય' ટેગ લાઈન હેઠળ પ્રોગ્રામ યોજાશે. આ પ્રોગ્રામ મહત્વનો એટલા માટે રહેશે કે તેમાં જાણીતા લેખિકા કાજલ ઓઝા વૈદ્યનું ઓડિયન્સ સાથે ઈન્ટરેક્ટિવ સેશન પહેલીવાર અમદાવાદમાં યોજવામાં આવશે. આ સેશન AMA (અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન) ખાતે આવેલા જે.બી. ઑડિટોરીયમમાં યોજાશે. 

આ ટૉકમાં તેઓ કનેક્ટ વિમેન ગ્રુપ તેમજ શહેરીજનો સાથે કેટલીક મહત્વની વાતો શેર કરશે. એમિનેન્ટ સ્પીકર કાજલ ઓઝા વૈદ્ય કે જેઓ પોતાની અલગ અને આગવી ઓળખ ધરાવે છે તેઓ અહીં પણ પોતાના આગવા અંદાજમાં સ્પીચ આપતા જોવા મળશે. 

કનેક્ટ ગ્રુપના ફાઉન્ડર નાઈકા અગ્રવાલ અને જલ્પા જોશિપુરા છે જેમને બન્ને એ કનેક્ટ ગ્રુપ વિશે માહિતી આપતા કહ્યું કે, 'કનેક્ટ ગુજરાતની આંત્રપ્રિન્યોર મહિલાઓને નેટવર્કિંગ પ્લેટફોર્મ પુરુ પાડે છે. કનેક્ટ વિમેન ગ્રુપના 4 ચેપ્ટર ગુજરાતમાં છે જેમાં ડીસેમ્બર 2017માં અમદાવાદ ચેપ્ટર લોન્ચ કરાયુ હતું. જેમા ગૌરવની વાત એ છે કે કનેક્ટ વિમેન ગ્રુપમાં 370થી પણ વધારે રજીસ્ટર્ડ મહિલા મેમ્બર્સ છે. આ ઈવેન્ટમાં 500થી પણ વધારે મહિલા મેમ્બર જોડાવાની અપેક્ષા છે.' 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More