Home> Gujarat
Advertisement
Prev
Next

ઝૂમાં એક્સચેન્જ ઓફર, 8 સિંહો સક્કરબાગને કરશે બાય બાય કરીને નવા પાંજરામાં પૂરાશે

જૂનાગઢના સક્કરબાગ ઝૂથી 8 સિંહને ઉત્તર પ્રદેશ મોકલાવી તૈયારીઓ કરવામાં આવી રહી છે. 6 સિંહણ અને 2 સિંહને ઉત્તર પ્રદેશના ગોરખપુર ઝૂને મોકલવામાં આવશે. ઝૂ એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત આ આપ-લે કરવામાં આવનાર. 8 સિંહના બદલામાં અન્ય દુર્લભ વન્યજીવ ગુજરાત સરકારને સોંપવામાં આવશે. જેથી જુનાગઢવાસીઓને સક્કરબાગમાં ટૂંક સમયમાં જ નવા મહેમાન પ્રાણીઓ જોવા મળશે. 

ઝૂમાં એક્સચેન્જ ઓફર, 8 સિંહો સક્કરબાગને કરશે બાય બાય કરીને નવા પાંજરામાં પૂરાશે

હનીફ ખોખર/જુનાગઢ :જૂનાગઢના સક્કરબાગ ઝૂથી 8 સિંહને ઉત્તર પ્રદેશ મોકલાવી તૈયારીઓ કરવામાં આવી રહી છે. 6 સિંહણ અને 2 સિંહને ઉત્તર પ્રદેશના ગોરખપુર ઝૂને મોકલવામાં આવશે. ઝૂ એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત આ આપ-લે કરવામાં આવનાર. 8 સિંહના બદલામાં અન્ય દુર્લભ વન્યજીવ ગુજરાત સરકારને સોંપવામાં આવશે. જેથી જુનાગઢવાસીઓને સક્કરબાગમાં ટૂંક સમયમાં જ નવા મહેમાન પ્રાણીઓ જોવા મળશે. 

સુરત : ધારાશાયી બિલ્ડીંગમાંથી કરોડો રૂપિયા અને ડાયમંડને કાઢવા વેપારીએ જબરો તુક્કો લગાવ્યો

યુપીના ગોરખપુરમાં શહીદ અશફાક ઉલ્લાહ ખાં નામનું નવુ પ્રાણી સંગ્રહાલય બની રહ્યું છે, જેમાં સિંહો માટે 2750 વર્ગ મીટરનું પીંજરું બનાવવામાં આવશે. સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા 8 સિંહના સ્થળાંતરની મંજૂરી મળ્યાં બાદ હવે આ સિંહોને ત્યાં મોકલાશે. આ વિશે સક્કરબાગ ઝુના ડિરેક્ટર રામરતન લાલાએ જણાવ્યું કે, યુપીમાં નવુ ઝુ બની રહ્યું છે, તેમને 8 સિંહ મોકલવાની પરમિશન મળી છે. સેન્ટ્રલ ઝુ ની ઓથોરિટી પરમિશન બાદ જ આ સિંહોને ગોરખપુર મોકલવામાં આવશે. જે પણ પ્રાણી એક ઝુમાંથી બીજા ઝુમાં જાય છે, તેમના મેડિકલ ટેસ્ટ કરાશે. પણ લઈ જવાની ઝુ સામેવાળા ઝુની હોય છે. સામાન્ય રીતે બાય રોડ કે પછી એરલિફ્ટ કરીને પ્રાણીઓને લઈ જવામાં આવે છે. રસ્તો કેટલો લાંબો તેના પર કેવી રીતે લઈ જવાશે તે નક્કી કરાય છે. 6 મહિનામાં ગમે ત્યારે સિંહોને ગોરખપુર લઈ જવાશે. સિંહોના બદલામાં યુપી ફોરેસ્ટ વિભાગને પક્ષી તથા કેટલાક દુર્લભ પ્રાણીઓ અમે મેળવીશું. 

ઉલ્લેખનીય છે કે, આ પહેલા યુપીના ઈટાવામાં પણ સિંહો મોકલ્યા હતા, ત્યારે હવે ગોરખપુરમાં 8 સિંહો મોકલાઈ રહ્યા છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More