Home> Gujarat
Advertisement
Prev
Next

પ્રધાનમંત્રી મોદી માટે વાંધાજનક ટિપ્પણી કરનાર યુવકની જૂનાગઢથી ધરપકડ

Controversial Statement On PM Modi : પ્રધાનમંત્રી મોદી વિરુદ્ધ ટિપ્પણી કરનારની ધરપકડ, હૈદર નામના યુવાનની આપત્તિજનક ટિપ્પણી થઈ હતી વાયરલ, ટિપ્પણી કરનાર યુવક જૂનાગઢનો રહેવાસી 

પ્રધાનમંત્રી મોદી માટે વાંધાજનક ટિપ્પણી કરનાર યુવકની જૂનાગઢથી ધરપકડ

Junagadh News : PM મોદી વિરૂધ્ધ આપત્તિજનક ટિપ્પણી કરનાર યુવકની જુનાગઢથી ધરપકડ કરવામાં આવી છે. જુનાગઢના હૈદર નામના યુવાન દ્વારા પીએમ મોદી માટે સોશિયલ મીડિયા પર આપત્તિજનક ટિપ્પણી કરાઈ હતી. પોલીસ દ્વારા યુવકની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરાઈ છે. આ યુવક જૂનાગઢનો રહેવાસી છે. 

જૂનાગઢના યુવકની PM મોદી વિરૂધ્ધ ટિપ્પણી કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. હૈદર કુરેશી નામના યુવાનની ધરપકડ કરાઈ છે. હૈદર નામના યુવક દ્વારા PM મોદી માટે આપત્તિજનક ટિપ્પણી ‘આઈ લવ માય જૂનાગઢ’ નામના વૉટ્સએપ્પ ગ્રુપ પર કરાઈ હતી. એટલુ જ નહિ, તેણે સોશિયલ મીડિયા પર પણ પીએમ વિરુદ્ધ ખરાબ શબ્દો વાપર્યા હતા. બાદમાં પોસ્ટ ડિલીટ કરી પુરાવાનો નાશ કર્યો હતો. 

ત્યારે સમગ્ર મામલો બહાર આવતા જુનાગઢ પોલીસ દ્વારા ગુનો દાખલ કરાયો છે. જુનાગઢ પોલીસે IPC 153(b) 505(2) અને 504 મુજબ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. 

વધુ વાંચો : 

કચ્છમાં 9 લોકોને રહેંસી નાંખનાર સામુહિક હત્યાકાંડનો આરોપી 23 વર્ષે પકડાયો

અમદાવાદથી 40 મિનિટમાં સાળંગપુર પહોંચાડશે હેલિકોપ્ટર, શરૂ થશે નવી રાઈડ

આ ઉમેદવારની હિંમતને દાદ દેવી પડે, 6 વખત ચૂંટણી હાર્યા છતા ફરી લોકસભા લડશે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More