Home> Gujarat
Advertisement
Prev
Next

દર્દનાક છે ગુજરાતની આ ઘટના! સગીરા પર 14 જેટલા શખ્સોએ વારાફરતી હોટેલોમાં આચર્યું દુષ્કર્મ

એક મજૂર પરિવારની સગીરા પર 14 જેટલા શખ્સોએ વારાફરતી હોટેલોમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યાની ફરિયાદ જૂનાગઢ એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 2 આરોપીઓને ઝડપી લેવામાં સફતળા મળી છે.

દર્દનાક છે ગુજરાતની આ ઘટના! સગીરા પર 14 જેટલા શખ્સોએ વારાફરતી હોટેલોમાં આચર્યું દુષ્કર્મ

અશોક બારોટ/જૂનાગઢ: જૂનાગઢ એ ડિવિઝન પોલીસ મથકમાં એક મજૂર પરિવારની સગીરા પર 14 જેટલા શખ્સોએ વારાફરતી હોટેલોમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યાની ફરિયાદ જૂનાગઢ એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 2 આરોપીઓને ઝડપી લેવામાં સફતળા મળી છે, આ ઘટનામાં કુલ 14 ઈસમો દ્વારા દુષ્કર્મ કર્યા અંગેની પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે. 

કોઈ ગમે તે કહેતું હોય,આ આગાહી કંઈક અલગ જ સૂચવે છે! શું ગુજરાતમાથી ચોમાસાએ વિદાય લીધી

આ સગીરાનું અપહરણ કર્યા બાદ દુષ્કર્મ અંગેની ફરિયાદ ફરિયાદ નોંધાઇ છે, અરબાઝ નામનો ઈસમ સગીરાનો મિત્ર હોવાનું ખુલ્યું છે, પહેલા અરબાઝ અને બાદમાં તેમના મિત્રોએ સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું, આ સગીરા પાસે આકાશ નામના શખ્સે દેહ વ્યાપાર કરાવ્યું હતું, જ્યારે અરબાઝનો મિત્ર આકાશ દ્વારા દુષ્કર્મ આચરી સગીરાને દેહ વિકરીના ધંધામાં ધકેલી પૈસા કમાતો હતો. 

ખાલી 8 જ દિવસ,9માં દિવસે તમારા તમામ વાયદાઓ રદ! ભૂપેન્દ્ર પટેલ સરકારને કોને આપી ચીમકી

આ ઘટનમાં ઝડપાયેલા આરોપીઓમાં 3 આરોપીઓ જૂનાગઢના છે જ્યારે અન્ય શખસો રાજકોટના હોવાનું ખુલ્યું હતું, જ્યારે ઝડપાયેલા બે આરોપી રેહાન અને કિરણ નામના શખ્સને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. હાલ સગીરાને પોતાના Organised જવું ન હોઈ જેથી શિશુમંગલમાં મોકલી આપવામાં આવી છે. આ ઘટનાની વધુ તપાસ પોલીસ હાલ ચલાવી રહી છે. 

હવે 35 રૂપિયામાં પહોંચો ગાંધીનગર! નહીં ટ્રાફિકની ઝંઝટ કે નહીં કોઈ મગજમારી, જાણો વિગત

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More