Home> Gujarat
Advertisement
Prev
Next

બ્રેકિંગ ન્યૂઝ : જુનાગઢમાં કરોડોના તોડકાંડનો આરોપી સસ્પેન્ડેડ પીઆઈ તરલ ભટ્ટ આખરે ઝડપાયો

Junagadh extortion case : જૂનાગઢ તોડકાંડનો ફરાર આરોપી તરલ ભટ્ટે અંતે ઝડપાયો.... ગુજરાત ATSએ સસ્પેન્ડેડ PIની કરી ધરપકડ.... અન્ય 2 આરોપીઓનું પગેરું શોધી રહી છે પોલીસ...
 

બ્રેકિંગ ન્યૂઝ : જુનાગઢમાં કરોડોના તોડકાંડનો આરોપી સસ્પેન્ડેડ પીઆઈ તરલ ભટ્ટ આખરે ઝડપાયો

Junagadh News : જુનાગઢ તોડકાંડના ફરાર આરોપી તરલ ભટ્ટ અંતે ઝડપાયો છે. એટીએ દ્વારા સસ્પેન્ડ પીઆઈ તરલ ભટ્ટની ધરપકડ કરવામાં આવી છે. ગઈકાલે અમદાવાદ સ્થિત તરલ ભટ્ટના નિવાસ્થાન પર દરોડા પાડવામાં આવ્યા હતા. પોલીસની ભીંસ વધતા તરલ ભટ્ટનું પગેરું મળી આવ્યું હતું અને એટીએસ દ્વારા તરલ ભટ્ટ પકડાઈ ગયો છે. એટીએસ અન્ય બે આરોપીઓ સુધી પહોંચવા પણ પ્રયાસ કરી રહી છે. હાલ તરલ ભટ્ટની પૂછપરછ શરૂ કરાઈ છે. 

તરલ ભટ્ટના પરિવારની પૂછપરછ કરાઈ 
જુનાગઢમાં કરોડોના તોડકાંડ મામલે ગુજરાત એટીએસએ કાર્યવાહી તેજ કરી હતી. ગુજરાત Ats દ્વારા ગઈકાલે આરોપી પીઆઈ તરલ ભટ્ટના અમદાવાદ સ્થિત ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા. તોડકાંડના તરલ ભટ્ટ સહિત અન્ય આરોપીઓને પકડવા ats ની ટીમ કામે લાગી છે. જેમાં તરલ ભટ્ટને પકડવામાં સફળતા મળી છે. ફરાર પીઆઈ તરલ ભટ્ટના ઘરે તપાસના સીસીટીવી સામે આવ્યા હતા. Ats ની ટીમ અંદાજીત 1 કલાક 30 મીનીટ સુધી રોકાઈ હતી. જેમાં તરલ ભટ્ટના પરિવારની પૂછપરછ કરાઈ હતી. તરલ ભટ્ટના ઘરની તથા બેંક એકાઉન્ટની માહિતી મેળવવામાં આવી છે. 

ગુજરાતનું હવામાન બગડવાનું છે : અંબાલાલ પટેલની આગાહીથી હવે ચેતી જજો

જૂનાગઢ પોલીસના મહાતોડકાંડમાં આરોપી સસ્પેન્ડેડ પીઆઇ તરલ ભટ્ટે જુનાગઢ સેશન્સ કોર્ટેમાં આગોતરા જામીન માંગ્યા હતા. જેમાં એટીએસ દ્વારા કોર્ટમાં મુદત માંગવામાં આવી હતી. સેશન્સ કોર્ટ દ્વારા મુદત મંજૂર કરવામાં આવી હતી. જેમાં આગામી તા.6 ફેબ્રુઆરીએ સુનાવણી થશે. એટીએસએ કોર્ટમાં કહ્યું કે, તપાસના કામમાં હોવાથી કોર્ટમાં પહોંચી શકાય તેમ નથી. તરલ ભટ્ટના આગોતરા મુદ્દે એટીએસે કોર્ટમાં સોગંધનામું રજૂ કરવાનું હતું.

અમેરિકાએ વિઝા ફીમાં તોતિંગ વધારો કર્યો, હવે ભારતીયોને આટલા ડોલર વધુ ચૂકવવા પડશે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More