Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદમાં ગેંગવોર! વર્ચસ્વની લડાઈમાં લોહિયાળ જંગ, આ વિસ્તારમાં યુપી બિહાર જેવા દ્રશ્યો!

યુપી બિહાર નહી પરંતુ ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદમાં હાથમાં લાકડી, તલવારો અને અન્ય હથિયારો સાથે વિસ્તારમાં આતંક મચાવનાર શખ્સોનો વિડીયો જુહાપુરા ફતેવાડીનો સામે આવ્યો છે. શહેરનો જુહાપુરા વિસ્તાર એક સમયે ગુનેગારોથી ખદબદતો હોય છે...

અમદાવાદમાં ગેંગવોર! વર્ચસ્વની લડાઈમાં લોહિયાળ જંગ, આ વિસ્તારમાં યુપી બિહાર જેવા દ્રશ્યો!

ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદ શહેરનો જુહાપુરા ફતેવાડી વિસ્તાર ફરી એકવાર અસામાજિક તત્વોની વર્ચસ્વની લડાઈ સામે આવી છે. જે હત્યામાં પ્રણમી છે. એક દિવસ પહેલા થયેલા ઝઘડાની અને ગેરકાયદેસર ધંધો કરવાની અદાવત રાખીને અસામાજિક તત્વોએ અન્ય હથિયારોથી હુમલો કરી એક અસામાજિક શખ્સની હત્યા કરી નાખી છે. પોલીસે ફરિયાદ નોંધી આરોપીની શોધખોળ શરુ કરી છે.

નોંધી લેજો! ગુજરાતમાં ભારે વરસાદ માટે કેટલી જોવી પડશે રાહ, જાણો શુ છે ચિંતાજનક આગાહી

યુપી બિહાર નહી પરંતુ ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદમાં હાથમાં લાકડી, તલવારો અને અન્ય હથિયારો સાથે વિસ્તારમાં આતંક મચાવનાર શખ્સોનો વિડીયો જુહાપુરા ફતેવાડીનો સામે આવ્યો છે. શહેરનો જુહાપુરા વિસ્તાર એક સમયે ગુનેગારોથી ખદબદતો હોય છે ત્યારે ફરી એક વાર ગુનેગાર વિસ્તારમાં વર્ચસ્વ જમાવવા ગુનાખોરી તરફ આગળ વધી રહ્યા છે. ફતેવાડી વિસ્તારમાં નાઝ પાર્લર પાસે મંગળવારે રાત્રે 10 વાગે 30 વર્ષીય સદ્દામ હુસૈન મોમીનની કેટલાક શખ્સોએ તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી નાખ્યો હતો. જે ઘટનાની જાણ થતા વેજલપુર પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને આ મામલે 8 જેટલા શખ્સો સામે હત્યાનો ગુનો દાખલ કર્યો છે. 

રાજકોટ બાદ વધુ એક ભયાનક આગ; કાબૂ મેળવ્યો ન હોત તો અગ્નિકાંડ પાર્ટ-2 અહીં જોવા મળતો!

આ મામલે પોલીસે તપાસ કરતા સામે આવ્યું કે જુહાપુરા ફતેવાડીના મુસ્તકીમ ઉર્ફે મુસ્કીન પઠાણ, અલ્લારખા ઉર્ફે ડેરીંગ કુરેશી, અરબાજ ઉર્ફે પોંદી સૈયદ, સોહિલ ઉર્ફે બદ્દા સૈયદ, અફસાના કુરેશી અને અન્ય 3 જેટલા શખ્સોએ ભેગા મળી આ ગુનાને અંજામ આપ્યો છે. આ ઘટનાને લઈને મૃતકના ભાઈ સજ્જાદ હુસેન મોમીને ફરિયાદ નોંધાવી છે. 

ઓલિમ્પિકમાં ખેલાડીઓને જીવનું જોખમ! સૌથી મોટી સ્પોર્ટ્સ ઈવેન્ટને લઈને ખરાબ સમાચાર

મંગળવારે રાત્રે 10 વાગે આસપાસ ફરિયાદી તેના ભાઈ અને અન્ય મિત્રો સાથે ફતેવાડી નાઝ પાર્લર પર ઉભો હતો ત્યારે આરોપીઓ ત્યાં તલવાર, લાકડી અને છરી જેવા હથિયારો સાથે આવ્યા હતા અને એક દિવસ પહેલા આરોપી મુસ્તકીમને મૃતકે માર માર્યો હતો જેનો બદલો લેવાનું જણાવી તેમજ પતાવી દેવાનો છે તેમ કહી હથિયારોથી હુમલો કર્યો હતો. જે સમયે સદ્દામ હુસૈન મોમીનને ઈજાઓ પહોંચતા અન્ય લોકો તેને બચાવવા વચ્ચે પડતા આરોપીઓએ તેઓને પણ માર માર્યો હતો અને તમામ ફરાર થઈ ગયા હતા. જે બાદ સદ્દામને હોસ્પિટલમાં લઈ જવાતા તબીબે મૃત જાહેર કર્યો હતો.

અજીબોગરીબ કિસ્સો! કળયુગી પિતાએ પત્ની સાથે ઝગડો થતા ફૂલ જેવા ત્રણ બાળકોને ત્યજી દીધા

આ ઘટના બની એના એક દિવસ પહેલા ફતેવાડી મસ્તાન મસ્જિદ પાસે સદ્દામ હુસૈન તેનો ભાઈ સજ્જાદ મોમીન, નઝીર મામા અને ઝમીર મામા આ 4 જણાએ ભેગા મળીને દુકાન બંધ કરાવવા નીકળ્યા હતા અને તે સમયે મુસ્તકીમ પઠાણને માર માર્યો હતો. જેને લઈને વેજલપુર પોલીસ મથકે ગુનો પણ નોંધાયો હતો. 

બાઇકની એવરેજ થઈ જશે 80 Kmpl! આજે જ મિકેનિક પાસે કરાવી લો આ સામાન્ય સેટિંગ્સ

મૃતક અને આરોપીઓ તમામ હત્યા અને મારમારી સહિતના 13 ગુનાઓમાં સામેલ હોવાનું પણ તપાસમાં સામે આવ્યુ છે. ત્યારે વિસ્તારમાં ડ્રગ્સ અને દારૂના ધંધાની હરીફાઈમાં આ હત્યા બની હોય તેવુ લોકો માં ચર્ચાય રહ્યું છે . હાલ તો આ ગુનામાં સામેલ આરોપીઓ ફરાર હોય તેઓની શોધખોળ પોલીસે હાથ ધરી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More