Home> Gujarat
Advertisement
Prev
Next

ચિરાગ પટેલ અપમૃત્યુ કેસ: જો અને તો ની થીયર વચ્ચે પોલીસે કરી આત્મહત્યાની આશંકા

ખાનગી ન્યૂઝ ચેનલના પત્રકાર ચિરાગ પટેલના અપમૃત્યુ કેસમાં પોલીસની ‘જો અને તો’ની થિયરી પર તપાસ ચાલુ છે. પોલીસ ખુદ મુઝવણમા છે કે હત્યા થઈ કે આત્મહત્યા... પોલીસે પોતાની આબરૂ બચાવવા આત્મહત્યા હોવાનો ખુલાસો કર્યો. પરંતુ અનેક મુદ્દાઓ હજુ પણ શંકાસ્પદ છે. જેનો કોયડો પોલીસ પણ નથી ઉકેલી શકી. ત્યારે અમદાવાદ પોલીસ ચિરાગને ન્યાય અપાવશે કે નહિ તે સવાલ છે.. પરંતુ ચિરાગને ન્યાય અપાવવા માટે તમામ લોકોએ સોસીયલ મિડીયા પર અભિયાન શરૂ કર્યુ છે.

ચિરાગ પટેલ અપમૃત્યુ કેસ: જો અને તો ની થીયર વચ્ચે પોલીસે કરી આત્મહત્યાની આશંકા

ઉદય રંજન/અમદાવાદ: ખાનગી ન્યૂઝ ચેનલના પત્રકાર ચિરાગ પટેલના અપમૃત્યુ કેસમાં પોલીસની ‘જો અને તો’ની થિયરી પર તપાસ ચાલુ છે. પોલીસ ખુદ મુઝવણમા છે કે હત્યા થઈ કે આત્મહત્યા... પોલીસે પોતાની આબરૂ બચાવવા આત્મહત્યા હોવાનો ખુલાસો કર્યો. પરંતુ અનેક મુદ્દાઓ હજુ પણ શંકાસ્પદ છે. જેનો કોયડો પોલીસ પણ નથી ઉકેલી શકી. ત્યારે અમદાવાદ પોલીસ ચિરાગને ન્યાય અપાવશે કે નહિ તે સવાલ છે.. પરંતુ ચિરાગને ન્યાય અપાવવા માટે તમામ લોકોએ સોસીયલ મિડીયા પર અભિયાન શરૂ કર્યુ છે.

  • અમદાવાદ પોલીસની જો અને તોની તપાસ
  • આત્મહત્યા કે હત્યા પોલીસ ખુદ મુઝવણમા
  • રેડ બ્લુ અને મસાલો ખાઈને ચિરાગે આત્મહત્યા કરી?
  • પોલીસે પોતાની નિષ્કીયતા છુપાવવા આત્મહત્યાની શકયતા વ્યકત કરી
  • પોલીસ આત્મહત્યાના પુરાવા મેળવવામા પણ નિષ્ફળ
  • ટેક્નોલોજીકલ પાર્ટ અને હ્યમુન ઈન્ટેલિજન્સની મદદથી તપાસ શરૂ કરી 

ચિરાગની રહસ્યમયી મોત અંગે ઘૂંટાતુ રહસ્ય હજુ પણ અકબંધ છે. આ કેસમાં નિકોલ પોલીસ અને DCP કક્ષાના અધિકારી પહેલાથી ચિરાગ પટેલે આત્મહત્યા કરી હોવાની થિયેરી ઉપર તપાસ શરૂ કરી હતી. પત્રકાર પરિસદમા પણ આત્મહત્યા કરી હોવાનો ખુલાસો કર્યો હતો. પરંતુ ઘટનાસ્થળેથી પોલીસને ચિરાગે જ્વલનશીલ પદાર્થ છાંટીને આત્મહત્યા કરી હોય એવા કોઈ પુરાવા નથી મળ્યા. છતા પણ તેઓ માત્ર આત્મહત્યાના કરી હોવાની દિશામાં તપાસ આરંભી હતી. 

પત્રકાર ચિરાગ પટેલ હત્યા કેસ: ચાર દિવસ છતા પોલીસ પુરાવાથી દૂર

  • ચિરાગના મોતના શંકાસ્પદ કારણો
  • ટેબલી હનુમાન સુધી એકલો પહોચ્યો.
  • મહંતએ એકલા બેસેલો જોયો..
  • 4.25 વાગે પાણીની બોટલ ખરીદે છે..
  • 4.58 પોતાના ભાઈ સાથે વાતચીત કરે છે..
  • મોબાઈલ હજુ મીસીંગ હોવાથી પોલીસ મુઝંવણમા
  • માચીશની સળી એની સાથે સળગી ગઈ હોવાની પોલીસની થીયરી
  • બોટલમા બાઈક માથી પેટોલમા કાઢીને સળગ્યો હોવાનુ અનુમાન

આ ઘટનાને ત્રણ દિવસ વીતી ગયા છતા પોલીસ તપાસ હાલ પેપર પર જ રહી છે. પોલીસ અંધારામાં જાણે ફીફા ખાંડતી હોય તેમ તપાસ કરી રહી છે. બીજી તરફ ચિરાગ પટેલના પરિવારજનો અને સમગ્ર અમદાવાદ શહેર આ ઘટનાના કારણે શોકમાં ડૂબી જવાની લાગણી ઉભી થઈ છે. આ સમગ્ર પ્રકરણમાં હજી એવી ખુટતી કડીઓ છે જેના કારણે પોલીસ તપાસ સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે. ત્યારે CM રૂપાણીએ ચિરાગ પટેલની હત્યા મામલે ગંભીર નોંધ લઈ પોલીસને કડક તપાસના આદેશ આપ્યા છે.

  • 6 IPS, 2 ACP, 2 PI ની ટીમે તપાસ શરૂ કરી
  • ટેક્નોલોજીકલ પાર્ટ અને હ્યુમન ઈન્ટેલિજન્સથી તપાસ
  • પોલીસ પાસે ચિરાગના  7 સીસીટીવી ફૂટેજ છે
  • વોલેટમાંથી બાકી લેવાના પૈસાનું લિસ્ટ મળી આવ્યું છે
  • સાયબર ક્રાઈમ અને FSL દ્વારા તપાસ ચાલુ છે
  • મોબાઈલ નથી મળ્યો તે દિશામાં તપાસ ચાલું છે
  • મોબાઈલ પર ટ્રેસ પર મુકેલો છે
  • ફેસબુકની પોસ્ટ ડિલિટ કરેલી છે
  • બપોરે 4.30 વાગ્યા બાદ તેણે ઈન્ટરનેટનો ઉપયોગ જ નથી કર્યો
  • શરીરના અંદરના ભાગમાં કોઈ ઈજા નહીં
  • ક્રાઈમ બ્રાન્ચ, સાયબર ક્રાઈમની તપાસના નિવેદનમાં કોઈ શંકાસ્પદ નથી લાગતું
  • હત્યા અને આત્મહત્યા બંનેની થિયરી પર પોલીસની તપાસ ચાલુ
     

હાલમા તો હત્યાના બદલે આત્મહત્યાની થિયરી પર પોલીસની તપાસ તેજ છે.. પરંતુ હત્યાની શકયતાઓને પણ નકારી નથી રહયા.. ત્યારે સોસીયલ મિડીયા પર  #justiceforchirag ટ્રેન્ડ શરૂ થતા પોલીસે પણ પોતાનો બચાવ કર્યો છે.. મહત્વનુ છે કે પોલીસ હત્યાને તો નકારી રહી છે પરંતુ આત્મહત્યાને પણ સાબિત કરી શકી નથી.. ત્યારે હજારો લોકોએ ચિરાગના પરિવારજનોને ન્યાય અપાવવાની માંગણી કરીને કેન્ડલ માર્ચ દ્રારા પોતાનુ દુખ વ્યકત કર્યુ હતુ.

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More