Home> Gujarat
Advertisement
Prev
Next

આવુ સાહસ તો સુરતીઓ જ કરી શકે : ગર્ભનાળ, બાળકના વાળ, નખમાંખી બનાવે છે જ્વેલરી

માતૃત્વની ભાવનાને વર્ષો સુધી અનુભવવા માટે તેમજ નાની-નાની ક્ષણોને સાચવીને રાખવા માટે હાલ મહિલાઓ બ્રેસ્ટ મિલ્ક તેમજ ગર્ભનાળ, બાળકના વાળ, નખમાંથી અલગ અલગ જવેલરી બનાવડાવી રહી છે

આવુ સાહસ તો સુરતીઓ જ કરી શકે : ગર્ભનાળ, બાળકના વાળ, નખમાંખી બનાવે છે જ્વેલરી

ચેતન પટેલ/સુરત :સુરતમાં હવે અનોખા પ્રકારની DNA અને બ્રેસ્ટ મિલ્ક જ્વેલરીનો ટ્રેન્ડ વધી રહ્યો છે. મહિલાઓ ગર્ભનાળ, બાળકના વાળ, નખમાંથી જ્વેલરી બનાવડાવી રહી છે. 18 થી 22 કેરેટ સોનામાં પેન્ડન્ટ, બ્રેસલેટ, વીંટી જેવી જ્વેલરી બનાવડાવવામાં આવી રહી છે. આ સાથે જ બ્રેસ્ટ મિલ્કને પણ વર્ષો સુધી સાચવવા માટે અને યાદી રૂપે રાખવા માટે ખાસ જ્વેલરી બનાવવામાં આવી રહી છે. આ જ્વેલરી માટે હવે ઑનલાઈન પણ ઓર્ડર લેવામાં આવી રહ્યા છે. આ જ્વેલરીને સોના સિવાય ઈમિટેશનમાં પણ બનાવવામાં આવે છે. તેને જે ધાતુમાં બનાવવામાં આવે તેના પ્રમાણે ભાવ રહે છે.

આ સાહસ સુરતની એક યુવતી અદિતિનું છે, જે યુનિક જવેલરી બનાવે છે. જે જવેલરીને લઈને હવે લોકો ઓનલાઈન ઓર્ડર આપી રહ્યા છે. માતૃત્વની ભાવનાને વર્ષો સુધી અનુભવવા માટે તેમજ નાની-નાની ક્ષણોને સાચવીને રાખવા માટે હાલ મહિલાઓ બ્રેસ્ટ મિલ્ક તેમજ ગર્ભનાળ, બાળકના વાળ, નખમાંથી અલગ અલગ જવેલરી બનાવડાવી રહી છે. ૧૮ થી ૨૨ કેરેટ ગોલ્ડમાં પેન્ડન્ટ, બ્રેસ્લેટ, વીંટી વગેરે જેવી જવેલરી કરાવી રહી છે.

આ પણ વાંચો : ઓસ્ટ્રેલિયામાં નવરાત્રિ પહેલા ગરબાની રમઝટ બોલાઈ, ગુજરાતીઓ મન ભરીને ઝૂમ્યા

જ્વેલરી ડિઝાઈન કરનાર ડો.અદિતિ કહે છે કે, ખાસ કરીને પ્રેગ્નન્સી થી લઈને બાળકનો જન્મ ત્યાં સુધીના વિવિધ ક્ષણો માતા પિતા ફોટો કે વીડિયો થકી કેપ્ચર કરતા હોય છે અને બાળકના જન્મ બાદ પણ તેમની સાથે જોડાયેલી નાની નાની વસ્તુઓને સાચવતા પણ હોય છે. આ વચ્ચે નવજાત બાળક માટે જરૂરી અને માતૃત્વનો અભિન્ન ભાગ એવા બ્રેસ્ટ મિલ્કનો ઉપયોગ કરીને જ્વેલરી બનાવવામાં આવી રહી છે. બ્રેસ્ટ મિલ્ક અને બાળકના વાળ, નખ, ફિંગર પ્રિન્ટ, હેન્ડ પ્રિન્ટ, ફુટ પ્રિન્ટ, ગર્ભનાળ વગેરેનો ઉપયોગ કરીને પેન્ડન્ટ, બ્રેસલેટ, વીંટી જેવી અલગ અલગ જ્વેલરી બનાવડાવે છે. માતા પિતા તેમના નવા જીવનના વિવિધ પળોને સાચવીને રાખવાનો પ્રયત્ન કરી રહ્યા છે. 

આ પણ વાંચો : નરેન્દ્ર મોદીએ કેમ શંકરસિંહને લખ્યો હતો પત્ર? ઈતિહાસની એ વાત જે બહુ ઓછા લોકો જાણે છે

fallbacks

તેઓ કહે છે કે, બ્રેસ્ટ મિલ્ક અને DNA જ્વેલરીએ કસ્ટમાઇઝ્ડ જવેલરી છે. જેમાં બ્રેસ્ટ મિલ્કને સૌ - પ્રથમ પાવડર ફોર્મમાં રૂપાંતરિત કરી તેમાં કેમિકલ નાંખીને સોલીડ ફોર્મ બનાવી તૈયાર કરવામાં આવે છે. માતા બાળકને સ્તનપાન અમુક સમય સુધી જ કરાવી શકે છે જેને લઈને આજના સમયમા માતાઓ આ પ્રકારે જવેલરી બનાવડાવીને માતૃત્વની ઉજવણી વર્ષો સુધી કરવા માંગે કરે છે. આ પ્રકારની જ્વેલરી પેઢી દર પેઢી સચવાઈને રહી શકે એમ છે જેને લઇને મહિલાઓ તેને બનાવડાવી રહી છે. તેને ઇમિટેશન જવેલરીમાં પણ બનાવી શકાય છે. તે રૂ.૩૦૦૦ થી શરૂ કરીને સોનાની જવેલરી માટે જેટલા ગ્રામ સોનુ વપરાય તે અનુસાર તેની કિંમત રહે છે. હાલ તો 3 હજારથી લઈ 1 લાખ સુધીની જવેલરી બનાવી રહી છે, જેનો ઓનલાઈન પર ધૂમ ઓર્ડર મળી રહ્યા છે.

આજ રીતે સુરતના વર્ષા પટેલના પુત્ર અને તેનો પરિવાર વિદેશમાં રહે છે. વિદેશમાં રહેતો પૌત્ર એક વર્ષનો થશે, દાદી તરીકે પૌત્રની યાદગીરી પોતાની પાસે રહે તે માટે તેમને પણ યુનિક જવેલરી બનાવડાવી હતી. જેને ધ્યાનમાં રાખીને તેમને પોતાની વહુનું બ્રેસ્ટ દૂધ અને પૌત્રના વાળ મંગાવ્યા હતા. જે બંનોમાંથી સોનાની વીંટી અને પેંડલ બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More