Home> Gujarat
Advertisement
Prev
Next

જેતપુરમાં રખડતા ઢોરના યુદ્ધમાં બાળકોથી ભરેલી રીક્ષા પલટી મારી ગઈ, રૂવાંટા ઉભા કરી દે તેવો VIDEO વાયરલ

રાજકોટના જેતપુરમાં રખડતા ઢોરનો આતંક વધી રહ્યો છે. ત્યારે ટાકુડીપરા વિસ્તારમાં રખડતા ઢોરે રમખાણ મચાવ્યું છે. રસ્તા પરથી પસાર થતી સ્કૂલ રિક્ષાને અડફેટે લીધી હતી. રખડતા ઢોરના યુદ્ધમાં બાળકોથી ભરેલી રીક્ષા પલટી ખાઈ ગઈ હતી.

જેતપુરમાં રખડતા ઢોરના યુદ્ધમાં બાળકોથી ભરેલી રીક્ષા પલટી મારી ગઈ, રૂવાંટા ઉભા કરી દે તેવો VIDEO વાયરલ

નરેશ ભાલિયા/જેતપુર: રાજ્યભરમાં રખડતાં ઢોરના ત્રાસથી જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે, ત્યારે શહેરો અને ગામડાઓમાં પણ નિર્દોષ લોકો પર ઢોરના હુમલાના કેસ વધ્યા છે. ZEE 24 કલાકના રિયાલિટી ચેકમાં પણ આ વાત ઊડીને આંખે વળગી છે અને તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. આ વાત વચ્ચે જેતપુરમાં બે આખલા વચ્ચેની લડાઈ સામે આવી છે. જેમાં એક આખલાની જોરદાર ટક્કરથી 10થી વધુ વિદ્યાર્થી ભરેલી ચાલુ રિક્ષા ઊંધી વળી ગઈ છે.

રાજકોટના જેતપુરમાં રખડતા ઢોરનો આતંક વધી રહ્યો છે. ત્યારે ટાકુડીપરા વિસ્તારમાં રખડતા ઢોરે રમખાણ મચાવ્યું છે. રસ્તા પરથી પસાર થતી સ્કૂલ રિક્ષાને અડફેટે લીધી હતી. રખડતા ઢોરના યુદ્ધમાં બાળકોથી ભરેલી રીક્ષા પલટી ખાઈ ગઈ હતી. રીક્ષા પલટી જતાં અનેક બાળકોને સામાન્ચ ઈજા પહોંચી છે. આ ઘટનાથી બાળકો ચીચયારી કરવા માંડ્યા હતા. રખડતા ઢોરના યુદ્ધની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.

વડોદરામાં એશિયાના સૌથી મોટા વિન્ટેજ કાર શોમાં નવાબની જીપ- કાર બનશે આકર્ષણનું કેન્દ્ર

સીસીટીવીમાં શું છે સમગ્ર ઘટના?
રાજકોટના જેતપુરમાં બનેલી આ ઘટનામાં સીસીટીવી મુજબ એક ગાય અને એક આખલો ટાકુડીપરા વિસ્તારમાં એક શેરીમાં ચાલીને જતા હોય તેવી દેખાઈ રહ્યું છે. બાજુમાંથી લોકો, વાહનચાલકો પણ પસાર થઈ રહ્યા છે. ત્યારે અચાનક ગાય અને આખલાની સામે અન્ય એક આખલો આવે છે. આ આખલો ગાય અને આખલા પર હુમલો કરી દે છે. આ સમયે જ 10થી વધુ વિદ્યાર્થી ભરેલી રિક્ષા બાજુમાંથી પસાર થવાનો પ્રયાસ કરે છે. ત્યારે આખલાએ બાળકો ભરેલી રિક્ષાને હવામાં ઉછાળે છે.

ઉત્તરાયણના બે દિવસ કેવો રહેશે પવન? પતંગ રસિયાઓ માટે આ આગાહી જાણી લેજો, નહીંતર...

આખલાની જોરદાર ઢીંકથી ગાય અને આખલો ઊલળીને રિક્ષા પર પડે છે. આથી રિક્ષા પલટી ખાઇને ઊંધી વળી જાય છે. રિક્ષા ઊંધી વળતા જ વિદ્યાર્થીઓ ચીસાચીસ કરવા માંડે છે. તે ક્ષણે આજુબાજુમાંથી લોકો દોડી આવે છે અને ઊંધી વળેલી રિક્ષાને ઉભી કરે છે. જો કે આ બનાવમાં એક વિદ્યાર્થીને સામાન્ય ઇજા પહોંચે છે જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. આ ઘટનાથી વિદ્યાર્થીઓમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. કેટલાક વિદ્યાર્થીઓ રડવા લાગ્યા હતા. જો કે, લોકોએ વિદ્યાર્થીઓને શાંત કર્યા હતા.

ગુજરાતના યાત્રાધામો પર વરસી ભૂપેન્દ્ર પટેલ સરકાર, વિકાસ પાછળ ધૂમ રૂપિયા ખર્ચશે

ઉલ્લેખનીય છે કે, આ ઘટનાથી ઘટનાસ્થળે એકત્ર થયેલા લોકોએ તંત્ર પર રોષ ઠાલવ્યો હતો. જેતપુરમાં રખડતા ઢોરને કારણે લોકો પરેશાન બની ગયા છે. રસ્તા પર રખડતા ઢોરના કારણે લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે તેવી ચર્ચા ઉઠી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More