Home> Gujarat
Advertisement
Prev
Next

વિરોધીઓને રાદડિયાનો સણસણતો જવાબ : મેં પાર્ટી વિરૂદ્ધ કામ કર્યું નથી, ભાજપે મને નાની ઉંમરમાં ઘણુ આપ્યું છે

IFFCO Gujarat Election : ઈફ્કોમાં જયેશ રાદડિયાની જીત બાદ ભાજપમાં થયો ભડકો....રાદડિયા જીત થતા ભાજપનું બીજું જૂથ મેદાને આવ્યું , સૌરાષ્ટ્રના સહકારી આગેવાન બાબુ નસીતે જયેશ રાદડિયા સામે મોડ્યો મોર્ચો...પક્ષના મેન્ડેટની અવગણના કરનારા રાદડિયા સામે તાત્કાલિક કાર્યવાહીની કરી માગણી

વિરોધીઓને રાદડિયાનો સણસણતો જવાબ : મેં પાર્ટી વિરૂદ્ધ કામ કર્યું નથી, ભાજપે મને નાની ઉંમરમાં ઘણુ આપ્યું છે

Jayesh Radadiya :  ઈફ્કોમાં જયેશ રાદડિયાની જીત બાદ ભાજપમાં મોટો ભડકો થયો છે. ભાજપમાં હવે પાર્ટી સામે વિરોધના સૂર ઉઠ્યા છે. ત્યારે સૌરાષ્ટ્રના સહકારી આગેવાન બાબુ નસીતે જયેશ રાદડિયા સામે મોરચો માંડ્યો છે. પક્ષના મેન્ડેટની અવગણના કરનારા રાદડિયા સામે તાત્કાલિક કાર્યવાહીની માંગણી ઉઠી છે. સહકારી આગેવાન બાબુ નસીતના આક્ષેપો પર જયેશ રાદડિયાએ જવાબ આપ્યો છે. ઝી 24 કલાક સાથેની વાતચીતમાં રાદડિયાએ કહ્યું, મેં પાર્ટી વિરૂદ્ધ કોઈ કામ કર્યુ નથી. જે લોકો મારો વિરોધ કરે છે તે લોકો ખેડૂત વિરોધી છે. મેં પાર્ટી માટે લોકસભા ચૂંટણીમાં કામ કર્યું છે. 

ભાજપના મેન્ડેટ પહેલા મેં ઉમેદવારી નોંધવારી હતી - રાદડિયા
બાબુ નસીતના આરોપો બાદ ઈફ્કોના ડાયરેક્ટર જયેશ રાદડિયાએ પ્રેસ કોન્ફરન્સ સંબોધીને આક્ષેપોના જવાબ આપ્યા હતા. ઈફ્કો ડિરેકટર જયેશ રાદડિયાએ કહ્યું કે, ઈફ્કોની ચૂંટણીમાં ભાજપે મેન્ડેડ આપ્યું તે પહેલા મેં ઉમેદવારી નોંધાવી હતી. મને ખબર પણ નહોતી કે ભાજપે મેન્ડેડ આપ્યું છે. લોકસભા ચૂંટણીમાં મારી વિધાનસભા વિસ્તારમાં મેં પાર્ટી માટે જ કામ કર્યું છે. મેં કોઈ પાર્ટી વિરુદ્ધ કામ કર્યું નથી. 

ગુજરાતના ઈલુ ઈલુ રાજકારણમાં ભડકો : હાઈકમાન્ડના આદેશને અવગણતા રાદડિયા સામે થયા આક્ષેપ

ભાજપે મને નાની ઉંમરે ઘણું આપ્યું છે - રાદડિયા
તેમણે સહકારી સંગઠન વિશે કહ્યું કે, રાજકોટ જિલ્લા બેન્ક અને સહકારી માળખું ખેડૂત સભાસદો પર ચાલે છે. મારા પર આક્ષેપ કરે છે તેને મારે જવાબ આપવાના ન હોય. આક્ષેપ કરનારા પોતાનું જોઈ લે. મારે ખેડૂત સભાસદોનું હિત જોવાનું છે. ખેડૂતોના હિત માટે મેં ચૂંટણી લડી છે. કોઈ સામાજિક સંસ્થાઓએ સહકારી ક્ષેત્રમાં ન આવવું જઈએ. રાજકારણમાં સામાજિક સંસ્થાઓએ ન ઝંપલાવવુ જોઈએ. જે સામાજિક સંસ્થાઓમાં રાજનીતિ આવે છે ત્યારે સમાજનું પતન થાય છે. સામાજિક સંસ્થાઓના વડાને કહેવા માગું છું કે, સમાજમાં રાજકારણ કરવાને બદલે જો રાજકારણ કરવું જ હોઈ તો રાજનીતિમાં આવી જવું જોઈએ. ભારતીય જનતા પાર્ટીએ નાની ઉંમરે ઘણું આપ્યું છે. 

દીકરીએ ધોરણ-10માં A1 ગ્રેડ મેળવ્યો, તો મૂકબધિર માતાપિતાએ ઈશારાથી ખુશી વ્યક્ત કરી

બાબુ નસીતના રાદડિયા પર આક્ષેપો
બાબુ નસીતનું કહેવું છે કે, રાજકોટ લોધિકા સંઘમાં મેન્ડેટ હોવા છતાં મારા વિરુદ્ધ પગલાં લીધા હતા. મારા સામે તરત જ પગલાં લેવાયા હતા એવી રીતે જયેશ રાદડિયા સામે પગલાં લેવામાં આવે. આ સાથે સહકારી સંસ્થામાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હોવાની બાબુ નસીતે દાવો કર્યો છે. સાથે જ ભાજપ વિરુદ્ધ જઈ અને કામ કરે છે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ઇફ્કોની ચૂંટણીમાં જયેશ રદડિયાએ ભાજપ વિરુદ્ધ જઇ ચૂંટણી લડી છે. જયેશ રાદડિયાને મત આપનાર સભ્યો સામે પ્રદેશ અધ્યક્ષ પગલાં લે તેવી મારી માંગ છે. રાજકોટ લોધિકા સંઘમાં મેન્ડેડ હોવા છતાં મારા વિરુદ્ધ પગલાં લીધા હતા. આજે પણ સહકારી ક્ષેત્રમાં ભાજપ-કોંગ્રેસનું ઇલું ઇલું ચાલે છે. ડો. ડાયાભાઈ પટેલ અને મહમદ પીરજાદા બંને રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના સભ્યો છે. આ બંને સભ્યો કોંગ્રેસના છે અને ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ મતદાન કર્યું હતું. અમારા સામે જેવી રીતે પગલાં લેવાયા તેવી જ રીતે આ લોકો સામે પણ પગલાં લેવાય. જયેશ રાદડિયા સામે પાર્ટીએ પગલાં લેવા જોઈએ. સહકારી સંસ્થાઓમાં ભાજપના નેતાઓ જેઓ કોંગ્રેસમાંથી આવ્યા છે તે ભ્રષ્ટાચાર કરે જ છે. ભાજપ વિરુદ્ધ જઈ અને કામ કરે છે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે. 

ગુજરાતમાં આજથી વરસાદની આગાહી : વાવાઝોડા જેવા પવન સાથે આ જિલ્લાઓમાં આવશે વરસાદ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More