Home> Gujarat
Advertisement
Prev
Next

ફરી વરસાદે ગુજરાતમાં જમાવટ શરૂ કરી! આ 12 જિલ્લામાં ધોધમાર, 51 તાલુકાઓમાં વરસાદી માહોલ

Gujarat Rain: લાંબા વિરામ બાદ ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ, હવામાન વિભાગની આગાહી શું કહે છે? આગામી 6 દિવસ દરમિયાન ક્યાં-કેવો પડશે વરસાદ?

ફરી વરસાદે ગુજરાતમાં જમાવટ શરૂ કરી! આ 12 જિલ્લામાં ધોધમાર, 51 તાલુકાઓમાં વરસાદી માહોલ

Gujarat Rain: જન્માષ્ટમીના દિવસે રાજ્યમાં વરસાદી માહોલ બન્યો છે. બપોરબાદ અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદની એન્ટ્રી થઈ છે. ત્યારે જન્માષ્ટમીના દિવસે સાબરકાંઠા, પાટણ, નર્મદા, વડોદરા, દાહોદ, અમદાવાદ, આણંદ, ખેડા અને ડાંગ જિલ્લામાં વરસ્યો વરસાદ છે. આ સાથે જ સવારથી અત્યાર સુધી 51 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. બીજી બાજુ હજું આગામી 4 દિવસ મધ્યમથી હળવા વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

આ આગાહી વાંચી ફરવા જવાનો પ્લાન કરવો પડશે કેન્સલ! આ વિસ્તારોમાં છે ભારે વરસાદની આગાહી

રાજ્યના 51 તાલુકાઓમાં વરસાદી માહોલ બન્યો છે, ત્યારે સૌથી વધુ ઉમરપાડામાં 3 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે સુરતના ઉમરપાડામા 2 કલાકમાં સવા બે ઈંચ વરસાદ ખાબક્યો છે. વઘઈમાં 2 ઈંચ, ડાંગ-આહવામાં 2 ઈંચ, સુબીરમાં દોઢ ઈંચ, ડેડિયાપાડા અને છોટાઉદેપુરમાં સવા એક ઈંચ, સતલાસણા અને મહીસાગરના વીરપુરમાં એક-એક ઈંચ વરસાદ ખાબક્યો છે.

અમદાવાદમાં ફરી મેઘરાજાની પધરામણી; જન્માષ્ટમીના દિવસે આ વિસ્તારોમાં તૂટી પડ્યો વરસાદ

સુરતમાં બપોર બાદ વરસાદ
સુરતરમાં બપોર બાદ વાદળો ઘેરાયા હતા અને ત્યારબાદ અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. ગોડાદરા વિસ્તારમાં કાળા ડીબાંગ વાદળો જોવા મળી રહ્યા છે. જ્યારે સુરત જિલ્લાના માંગરોળ, ઓલપાડ તાલુકામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. કિમ, કુદસદ,મૂળદ, સાયણ, મોટા બોરસરા, કઠોદરા સહિતના વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. ગાજવીજ સાથે વરસાદ શરુ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વરસાદ શરૂ થતા ડાંગર પકવતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. 

જન્માષ્ટમીના પર્વે ડૂબવાથી 5ના કરૂણ મોત, છોટા ઉદેપુરમાં 2 અને સાબરમતી નદીમા 3 ડૂબ્યા

મહીસાગરમાં વરસાદી માહોલ
મહીસાગરના બાલાસિનોર શહેર તેમજ તાલુકામાં પણ  વરસાદ શરુ થયો છે. જિલ્લામાં વાદળછાયા વાતાવરણ બાદ બાલાસિનોર શહેરમાં પણ વરસાદ શરૂ થતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. 

World Cup 2023: વર્લ્ડકપ ભારત જ જીતશે! બન્યો એક અદ્ભુત સંયોગ, ચાહકો ખુશખુશાલ

પાટણમાં વરસાદથી ખેડૂતોને રાહત મળી
પાટણમાં વરસાદથી ખેડૂતોને રાહત મળી છે. સિદ્ધપુર અને સરસ્વતી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો છે. સરસ્વતીના વામૈયાગામ સહિતના ગામોમાં વરસાદ પડી રહ્યો છે.

રાજકોટમાં એક જ દિવસમાં બે યુવકોના હાર્ટએટેકથી મોત, એકને જન્માષ્ટમીના કાર્યક્રમમાં દુ

અરવલ્લીમાં વરસાદ
અરવલ્લીના માલપુર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત ગોવિંદપુર,સોનિકપુર, મોર ડુંગરી,રુઘનાથપુરમાં વરસાદ પડ્યો છે. ઉત્તર ગુજરાત-મધ્ય ગુજરાતમાં વરસાદથી ખેડૂતોને રાહત થઈ છે. મહીસાગર, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા,પાલનપુર, દાંતા, અંબાજી સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. ખેડૂતોના સુકાતા પાકને જીવંતદાન મળ્યું છે. 

ન તો IIT કે IIM... પતિએ નોકરી છોડી, પછી પતિ-પત્નીએ મળીને બનાવી ₹8,000 કરોડની કંપની

અમદાવાદમાં વરસાદ
અમદાવાદ શહેરમાં  બપોર પછી અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ હતું, ત્યારબાદ શહેરમાં ધોધમાર વરસાદ શરુ થયો છે. અમદાવાદમાં ભારેથી અતિભારે વરસાદના કારણે પાલડી, વાસણા, જીવરાજપાર્ક, ગોતા, એસજી હાઈવે, નારોલ, નરોડા અને બાપુનગરમાં વરસાદ વરસી રહ્યો છે. શહેરમાં વરસાદી માહોલ છવાતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે. લાંબા વિરામ બાદ શહેરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

મહેસાણાના ઊંઝા નજીક 3 હવસખોરોના કાંડથી ખળભળાટ; સગીરાને ઝાડીઓ લઈ જઈ પીંખી નાખી

ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરતમાં વરસાદ શરૂ થયો છે. સુરત શહેરના કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ પડી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More