Home> Gujarat
Advertisement
Prev
Next

જામનગર મહાનગર પાલિકા દ્વારા પ્રિમોન્સુન કામગીરીમાં લાલિયાવાડી આવી સામે

જામનગર મહાનગરપાલિકાની હંમેશા વિવાદમાં રહેલી પ્રિમોન્સુન કામગીરી ફરીથી એક વખત વિવાદમાં આવી છે અને ક્યાંક ને ક્યાંક પ્રિમોન્સુન કામગીરીમાં ચાલતી લાલિયાવાડીના એક ઉત્તમ નમૂનો આજે જોવા મળ્યો હતો. જેમાં જામનગર શહેરના વોર્ડ નંબર 16માં પટેલનગર અને મહાવીરનગર વિસ્તારની પાસે અંદાજે એક કિલોમીટર લાંબી કેનાલ પર ભૂ માફિયાઓ દ્વારા દબાણ કરી કેનાલમાં કેરણ નાખી બુરી દેવામાં આવી હતી. અને પાણીના પ્રવાહને રોકવામાં આવ્યો હતો. જ્યારે સમગ્ર ઘટનાને લઈને મહાનગરપાલિકાના કમિશ્નર પણ જાત નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા.

જામનગર મહાનગર પાલિકા દ્વારા પ્રિમોન્સુન કામગીરીમાં લાલિયાવાડી આવી સામે

મુસ્તાક દલ/જામનગર: જામનગર મહાનગરપાલિકાની હંમેશા વિવાદમાં રહેલી પ્રિમોન્સુન કામગીરી ફરીથી એક વખત વિવાદમાં આવી છે અને ક્યાંક ને ક્યાંક પ્રિમોન્સુન કામગીરીમાં ચાલતી લાલિયાવાડીના એક ઉત્તમ નમૂનો આજે જોવા મળ્યો હતો. જેમાં જામનગર શહેરના વોર્ડ નંબર 16માં પટેલનગર અને મહાવીરનગર વિસ્તારની પાસે અંદાજે એક કિલોમીટર લાંબી કેનાલ પર ભૂ માફિયાઓ દ્વારા દબાણ કરી કેનાલમાં કેરણ નાખી બુરી દેવામાં આવી હતી. અને પાણીના પ્રવાહને રોકવામાં આવ્યો હતો. જ્યારે સમગ્ર ઘટનાને લઈને મહાનગરપાલિકાના કમિશ્નર પણ જાત નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા.

જામનગર મહાનગર પાલિકાની પ્રિમોન્સુન કામગીરી સામે ખુદ શાસક પક્ષે પણ સવાલો ઉઠાવ્યા બાદ હજુ પણ મનપાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો જાણે કુંભકર્ણની નિંદ્રામાંથી જાગ્યાના જેવો ઘાટ સર્જાયો છે. ખાસ કરીને ક્યાંકને ક્યાંક ભૂ માફિયાઓને એક રીતે કમાવી દેવાનો કારસો પ્રિમોન્સુન કામગીરીની લાલિયાવાડીને લઇને ચલાવવામાં આવતો હોય તેવો આક્ષેપ મનપા વોર્ડ નં-16ના વિપક્ષી નગરસેવક યુસુફ ખફી અને સાથી નગરસેવકો દ્વારા કરવામાં આવ્યો હતો. આજે વોર્ડ નં-16ના પટેલનગર અને મહાવીરનગર સહિતના સ્થળો પર કેનાલના દબાણો માટે જનતા રેડ પણ કરાઇ હતી.

મોરબી: વ્યાજખોરોના ત્રાસથી પિતા અને બે પુત્રોએ ઝેરી દવા ગટગટાવી લીધી

જ્યારે કેનાલ પર ભુમાફિયાઓ દ્વારા કરાયેલા એક કિલોમીટર લાંબા દબાણને લઈને ગત વર્ષે પણ રજૂઆત કરી હતી. તેમ છતાં તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી ન કરાતાં આખરે ફરીથી આજે તંત્રને ઉજાગર કરવા વિપક્ષી નગરસેવકો ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને ભૂમાફિયાઓને કમાવી દેવાના ષડયંત્રનો પર્દાફાશ કરી યોગ્ય તપાસની માંગણી કમિશનર પાસે કરી હતી. જ્યારે હાલ પ્રિમોન્સુનની કામગીરી મનપા દ્વારા ચાલી રહ્યો ત્યારે ક્યાંકને કેનાલો પર દબાણ હોવા છતાં પણ આ કેનાલોમાં પ્રિમોનસુનની કામગીરીના બિલ કોન્ટ્રાક્ટ દ્વારા મુકી કૌભાંડ આચરવામાં આવી રહ્યા છે. તેવા પણ આક્ષેપો વિપક્ષ દ્વારા કરવામા આવ્યા હતા. જ્યારે સમગ્ર ઘટનાને લઈને વિપક્ષી નગરસેવકો યુસુફ ખફી અને નિતાબેન પરમારે એવી ચીમકી પણ ઉચ્ચારી છે જો આ બાબતે યોગ્ય કાર્યવાહી નહિ કરાય તો સોમવારથી કમિશનર કાર્યાલય સામે ધરણા પર બેસવામાં આવશે.

સમુદ્રની સફર કરનારા ગુજરાતીઓ માટે ખુશ ખબરી, આ સ્થળે પણ શરૂ થશે રો-રો ફેરી

તો બીજી તરફ વોર્ડ નંબર 16માં પટેલનગર અને મહાવીરનગરમાં રહેતા રહેવાસીઓએ પણ ક્યાંકને ક્યાંક કેનાલો પર કરવામાં આવેલા દબાણોને લઇને પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. અને જણાવ્યું હતું કે, જો થોડો પણ વધુ વરસાદ આ વિસ્તારમાં પડે અને કેનાલોમાં દબાણના કારણે કેનાલનું પાણી વિસ્તારમાં પ્રવેશે તો રહેવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો ઉઠાવવા પડે તેવા દિવસો આવશે. ક્યાંકને ક્યાંક બિલ્ડરોને કમાવી દેવાના આશરે અને મનપાની મિલી ભગતને લઈને હાલ આટલી મોટી જગ્યા પર કેનાલો પર દબાણ કરવામાં આવ્યા છે તે ગેરવ્યાજબી છે. કેનાલોના વહેણને રોકતા અવરોધોને દૂર કરી તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી પણ રહેવાસીઓએ માંગ કરી હતી.

શિક્ષણને અનુલક્ષીને ગુજરાત સરકારનો શાળ-કોલેજો માટે ત્રણ મહત્વના નિર્ણય

એક કિલોમીટર જેટલી લાંબી કેનાલો પર બિલ્ડરો દ્વારા કરેલ દબાણની ઘટનાને લઈને ઝી ચોવીસ કલાકે મનપાના કમિશનરનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો ત્યારે કમિશનર ખુદ આ વિસ્તારની મુલાકાતે હોય ત્યારે વિવાદસ્પદ કેનાલની જગ્યા પર નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. અને તેમણે પણ જોયું હતું કે, કેરળ નાખીને કેનાલો પર દબાણ કરવામાં આવ્યું છે. ત્યારે જે કોઇ પણ સ્થાનિકો અથવા બિલ્ડરો દ્વારા કેનાલો પર દબાણ કરવામાં આવ્યું છે. તેના વિરૂદ્ધ કાર્યવાહી કરવાનું આશ્વાસન પણ મનપાના કમિશનર દ્વારા આપવામાં આવ્યું હતું.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More