Home> Gujarat
Advertisement
Prev
Next

જામનગરમાં મેઘરાજાને રીઝવવા મહિલાઓએ ગાય-કૂતરા માટે 900 કિલો ચૂરમાના લાડું બનાવ્યાં!

લાંબા સમયથી જામનગરના ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યાં છે. ત્યારે સારા વરસાદની શુભકામના સાથે કૃષ્ણનગર મહિલા મંડળના સભ્યો દ્વારા ગાય તથા કૂતરા માટે 900 કિલો ચૂરમાના લાડુ બનાવવામાં આવ્યાં.

જામનગરમાં મેઘરાજાને રીઝવવા મહિલાઓએ ગાય-કૂતરા માટે 900 કિલો ચૂરમાના લાડું બનાવ્યાં!

મુસ્તાક દલ,જામનગર: કોરોના કાળને કારણે તમામ ધંધા-રોજગારને માઠી અસર પડી છે. એવામાં જીવલેણ વાયરસના સંક્રમણને અટકાવવા લોકડાઉન અને કરફ્યૂ જેવા કડક પગલાં પણ લેવા પડ્યાં હતાં. જેનાથી ધંધા-રોજગારને મોટું નુકસાન થયું. કૃષિ ક્ષેત્રે પણ કોરોના કાળમાં ભારે નુકસાની થઈ. ત્યારે આ સ્થિતિની વચ્ચે હવે ગુજરાતના જામનગર જિલ્લાના ખેડૂતો પણ મેઘરાજાની પધરામણીની કાગડોળે રાહ જોઈ રહ્યાં છે. એવામાં અહીનીં મહિલાઓએ મેઘરાજાને રીઝવવા અનોખો સેવા યજ્ઞ કર્યો છે.

fallbacks

જામનગર જિલ્લામાં સારો વરસાદ પડે તે માટે મેઘરાજાને રીઝવવા મહિલા મંડળ દ્વારા 900 કિલો જેટલા ચૂરમાના લાડુ બનાવવામાં આવ્યા. સ્થાનિક લોકો દ્વારા ગાય અને કૂતરા ને લાડુ ખવડાવી સારા વરસાદની પ્રાર્થના કરવામાં આવી હતી. મહિલા મંડળ દ્વારા 16 વર્ષની પરંપરા જાળવી રાખવામાં આવી છે. જામનગરમાં સારા વરસાદની શુભકામના માટે આજરોજ કૃષ્ણનગર મહિલા મંડળ દ્વારા ગાય તથા કૂતરા માટે 900 કિલો લાડુ બનાવ્યા હતાં. જામનગરમાં ચોમાસાની સિઝન આવી છે ત્યારે આ વર્ષે સારો વરસાદ પડે તે માટે મેઘરાજાને રિઝવવા પ્રયાસો શરુ થઇ ચૂકયા છે.

fallbacks

જામનગરમાં કૃષ્ણનગર મહિલા મંડળ દ્વારા 240 કિલો ઘઉં, 150 કિલો તેલ તથા 150 કિલો ગોળ સહિતની ખાદ્ય સામગ્રીનો ઉપયોગ કરી અંદાજિત 900 કિલો જેટલા ચુરમાના લાડુ બનાવવામાં આવ્યા હતાં અને શહેરમાં ગાય તથા કૂતરાઓને આ લાડુ ખવડાવી સારા વરસાદ માટે પ્રાર્થના કરી હતી. આ સેવા કાર્યમાં કૃષ્ણનગર મહિલા મંડળની બહેનોએ જહેમત ઉઠાવી હતી.

fallbacks

પહેલાંના સમયમાં વરસાદ ન આવે ત્યારે મેઘરાજાને રીઝવવા માટે જાત-જાતના જતનો કરવામાં આવતા હતા. ક્યારેક સંગીત વગાડવામાં આવતું, ક્યારેક રાગ મલ્હાર આલાપવામાં આવતો, ક્યારેક યજ્ઞ કે હવન કરવામાં આવતો. એટલું જ નહીં મેઘરાજા અને વરુણ દેવની પૂર્જા અર્ચના પણ કરવામાં આવતી. જામનગરની મહિલાઓએ પણ આવી જ શ્રદ્ધા સાથે આ સેવા યજ્ઞ કર્યો છે. જેમાં તેમણે ગાય અને કૂતરા માટે ચૂરમાના લાડું બનાવીને મેઘરાજાને પ્રસન્ન કરવાનો પ્રયાસ કર્યો છે. આ કામમાં સંસ્થાની મહિલાઓ ઉપરાંત ગામ લોકો પણ સ્વયંભૂ જોડાઈ ગયા હતાં. સૌ કોઈએ આ સેવા યજ્ઞની પ્રસંશા કરી હતી.

Krrish થી લઈને Shahenshah સુધી, Bollywood ના 7 Superhero હંમેશા Fans ને રહેશે યાદ

Mithun સાથે રોમાન્સ કરી ચૂકી છે ‘અનુપમા’ ની Rupali, હવે તેની જ વહુની બની ગઈ છે ‘સૌતન’

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More