Home> Gujarat
Advertisement
Prev
Next

અખાત્રીજના પરોઢિયે જામનગરના ખેડૂતોએ કર્યો વરતારો, ચોમાસા માટે આપ્યા ચિંતાજનક સમાચાર

Gujarat Weather Forecast : જામનગર જિલ્લાના જોડિયા પંથકના લીંબુડા ગામે વહેલી સવારે પરોઢિયે કેટલાક વડીલોએ ખેતરમાં અગ્નિ પ્રકટાવી આગામી ચોમાસું કેવુ જશે તે વિશે જણાવ્યું 
 

અખાત્રીજના પરોઢિયે જામનગરના ખેડૂતોએ કર્યો વરતારો, ચોમાસા માટે આપ્યા ચિંતાજનક સમાચાર

Weather Prediction On Akshaya Tritiya : આપણા પૂર્વજોએ ભારતમાં અનેક એવી પદ્ધતિઓ વિકસાવી છે, જેના થકી તેઓ ચોમાસાની આગાહી કરતા હતા. જેને વરસાદનો વરતારો કહેવાય છે. દરેક પ્રાંતની વરસાદનો વરતારો કરવાની પ્રથા અલગ અલગ હોય છે. જેમાં આગામી સીઝનમાં આવતા વરસાદનુ અનુમાન લગાવવામાં આવે છે. આજનુ વિજ્ઞાન પણ આ પદ્ધતિને માને છે, કારણ કે તે પવનની ગતિ પરથી અંદાજ લગાવીને કાઢવામા આવે છે. ત્યારે જામનગરના વડીલ ખેડૂતોએ અખાત્રીજના દિવસે વરતારો કરીને ચોમાસું કેવુ જશે તે જણાવ્યું. 

અખાત્રીજનો દિવસ એટલે વણજોયેલા મુહુર્તનો દિવસ, આ દિવસે શુકનના કામો થાય છે. પરંતુ આ દિવસે આગામી ચોમાસાની સીઝન માટે વરતારો પણ કાઢવામા આવે છે. ત્યારે જામનગરના વડીલોએ આ વરતારો જોવાની પરંપરા જાળવી રાખી હતી. પરોઢિયે વડવાઓ દ્વારા ખુલ્લા ખેતરમાં અગ્નિ પ્રજવલિત કરી તેનો ધુમાડો કઈ દિશામાં જાય છે. તે જોઇને આ અંગેનો વર્તારો નક્કી કરવામાં આવ્યો છે.

અંબાલાલ પટેલની આગાહીથી ચેતજો : માવઠું કે ગરમી નહિ, ગુજરાત પર હજી મોટું સંકટ આવશે

કેવી રીતે જોવાયો વરતારો
આ માટે જામનગરના લીંબુડા ગામના ખેડૂતો કેશવજીભાઈ રામોલિયા અને વીરજીભાઈ સોરઠીયા અખાત્રીજની વહેલી સવારે 4 વાગ્યે ખેતરમાં પહોંચી ગયા હતા. સવારે 4 વાગ્યાથી 6 વાગ્યા સુધી ખેતરમાં અગ્નિ પ્રગટાવી હતી. તેઓએ અખાત્રીજે પેટવેલી અગ્નિનો ધુમાડો પશ્ચિમથી પૂર્વ અગ્નિ ખૂણા તરફ ગયો હતો.

શું આવ્યું પરિણામ
બંને ખેડૂતોએ ચોમાસું કેવુ જશે તે વિશે કહ્યું કે, આવનારું ચોમાસું 50% જેવું હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે. આ વખતે નદી નાળા પૂરી રીતે નહીં ભરાય તેવો વરસાદ પડશે. 

સફાઈ કર્મી સાથે ક્રૂર મજાક! ગરીબ સફાઈ કર્મીને મળી 16 કરોડની લોન ચૂકવવાની નોટિસ

જામનગરના જોડિયા પંથકના ખેડૂતો આજે પણ વર્ષો જૂની આ પરંપરાથી વરસાદનું અનુમાન લગાવે છે. તેના માટે તેઓ પરોઢિયે ખેતર પહોંચી ધુમાડો કરે છે. જેને અખાત્રીજનો વરતારો કહેવાય છે. જોકે, આ વરતારા મુજબ આ વર્ષનું ચોમાસું સારુ નહિ જાય તેવા એંધાણ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More