Home> Gujarat
Advertisement
Prev
Next

મહાઠગ કિરણ પટેલોની કોઈ કમી નથી! વધુ એક ઠગ ઝડપાયો, હું CM કાર્યાલયમાંથી બોલું છું.. કહીને મામુ બનાવતો!

Jamanagar News: CM કાર્યાલયના અધિકારીની ખોટી ઓળખ આપનારા ઠગને LCBએ ઝડપ્યો, લાખોની છેતરપિંડી આચરનારા આરોપીને છોડાવા માટે SPને CMO અધિકારીની આપી હતી ઓળખ
 

મહાઠગ કિરણ પટેલોની કોઈ કમી નથી! વધુ એક ઠગ ઝડપાયો, હું CM કાર્યાલયમાંથી બોલું છું.. કહીને મામુ બનાવતો!

મુસ્તાક દલ/જામનગર: CMO કાર્યાલયના નકલી અધિકારીની ઓળખ આપી જામનગર સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલ આરોપીને છોડી દેવા મામલે ફોન કરનાર ઠગ શખ્સને જામનગર પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યો છે.

ગુજરાતમાં મેઘરાજા આ તારીખ પછી તોફાની બેટિંગ કરશે, વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી

મહાઠગ કિરણ પટેલ હજુ બધાને યાદ હશે આવા કિરણ પટેલોની ગુજરાતમાં પણ કોઈ કમી નથી આવી જ એક ઘટના જામનગરમાં સામે આવી છે જ્યાં એક કૌભાંડમાં સાઈબર ક્રાઈમ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે તેને જવા દેવા માટે પોતે સીએમ ઓફીસમાં કોઈ અધિકારી ન હોવા છતાં અધિકારી તરીકે ઓળખ આપી એલસીબીને આ આરોપીને જવા દેવાની ભલામણ કરનાર ઈસમને એલસીબીએ રાતોરાત અમદાવાદથી ઉઠાવી લીધો છે.આ અંગે સરકાર તરફે એલસીબી એ.એસ.આઈ ભરત પટેલે ફરિયાદી બની ફરિયાદ આપી છે તેની વિગતો એવી છે કે.

ગુજરાત યુનિ.ના કૌભાંડો અંગે ગુજરાત સરકાર ગંભીર, ગમે ત્યારે છૂટી શકે છે તપાસના આદેશ

જામનગર જિલ્લામાં બે થી વધુ મિલ્કત સબંધી ગુન્હામાં પકડાયેલ આરોપીઓની પ્રવૃત્તિ સંબંધી સરપ્રાઇઝ મીટીંગ પોલીસ અધિક્ષકએ એલ.સી.બી.કચેરી જામનગર લાલબંગલા કમ્પાઉન્ડ અંદર ખાતે પોલીસ અધિક્ષક તથા એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેકટર જે.વી, ચૌધરી સાથે મીટીંગ યોજેલ આ દરમ્યાન પોલીસ અધિક્ષક અને પોલીસ ઇન્સ્પેકટરનો ફોન ASI ભરતભાઈ પટેલને એટેન્ડ કરવા માટે સોંપેલ હતો.

Share Market: નવા સપ્તાહમાં કેવી રહેશે બજારની ચાલ? જાણો કયા શેર પર રહેશે સૌની નજર

આ દરમ્યાન એસપીના નંબર પર વોટસઅપ કોલ આવતા આ ફોન રીસીવ કરતા મોબાઇલ કરનાર વ્યકિતએ પોતે ગુજરાત રાજયના મુખ્યમંત્રીના કાર્યાલયથી સરકારી ઓફીસર નીકુંજભાઇ પટેલ બોલું છું તેમાં જામનગર પોલીસને આમીર અસલમ ગરાણા નામના વ્યકિતને પકડેલ છે. તેઓને તાત્કાલીક છોડી દેવા માટે મારી અંગત ભલામણ છે તે ધ્યાનથી સાંભળી તેઓને તાત્કાલીક છોડાવવાની વ્યવસ્થા કરો,તેવી રીતે વોટસઅપ કોલ કરેલ.

અચાનક શું બન્યું મોડાસામાં? 6 ગામના હજારો લોકોએ વિરોધ નોંધાવ્યો, એકઠા થઇ સૂત્રોચ્ચાર

આ દરમ્યાન પોલીસ અધિક્ષકની સરપ્રાઇઝ મીટીંગ પુર્ણ થતા ASI ભરત પટેલે સમગ્ર મામલે ઉચ્ચ અધિકારીઓનું ધ્યાન દોરી આ અંગે મુખ્યમંત્રીના કાર્યાલયથી નીકુંજ પટેલ નામના સરકારી ઓફીસર અંગે ખરાઈ કરાવતા આવા કોઇ વ્યકિત મુખ્યમંત્રીના કાર્યાલયમાં સરકારી નોકરી ન કરતા હોવાનું સામે આવ્યું હતું.

કાચા પોચા મન વાળા લોકો ભૂલથી પણ ના કરતા આ વેબ સિરિઝ જોવાનો પ્રયાસ

આમ પોતે સરકારી અધિકારી ના હોવા છતાં નિકુંજ પટેલ મો.નં.૭૬૦૦૪૪૨૦૫૫ વાળાએ સરકારી ઓફીસર તરીકે નોકરી કરતા ન હોવા છતા તેઓ સરકારી ઓફીસર હોય તેવી ખોટી ઓળખ આપી સરકારી ઓફીસર તરીકેનુ નામ ધારણ કરી સાયબર ક્રાઇમના ગુનામાં પકડાયેલ આમીર અસલમ ગરાણાને તાત્કાલીક છોડી દેવા માટે જણાવતા એલસીબીએ તત્કાલ અસરથી અમદાવાદથી ખાતેથી નિકુંજ પટેલને ઉપાડી લઇ અને સીટી એ ડીવીઝન પોલીસને સોંપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.આ શખ્સ અગાઉ કોઈ ગુન્હાઓમાં ઝડપાયેલ છે કે કેમ તે અંગે વધુ તપાસ તજવીજ એલસીબી ચલાવી રહી છે. 

રાજકોટ બન્યું આકર્ષણનું કેન્દ્ર; લહેરાયો 250 ફૂટ લાંબો તિરંગો, 1 કિમી દૂરથી જોઈ શકાય

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More