Home> Gujarat
Advertisement
Prev
Next

એવું નથી કે પોલીસ મોડી જ પહોંચે, હત્યારો ગળેટૂંપો આપતો હતો અને પોલીસ પહોંચી ગઇ અને...

યમરાજ પહોંચે તે પહેલા નરોડા પોલીસની ગાડી પહોંચી અને યુવાનનો જીવ બચાવ્યો, જો એક પણ મિનિટ મોડા પડ્યા હોત તો હત્યાના પ્રયાસનો ગુનો હત્યાનો બની ગયો હોત

એવું નથી કે પોલીસ મોડી જ પહોંચે, હત્યારો ગળેટૂંપો આપતો હતો અને પોલીસ પહોંચી ગઇ અને...

ઉદય રંજન/અમદાવાદ : શહેરના નરોડા પોલીસની બિરદાવા લાયક કામગીરી સામે આવી છે. હત્યા થાય એ પહેલા નરોડા પોલીસે હત્યારાને ઝડપી લઇને ભોગ બનનારનો જીવ બચાવી લીધો છે. અત્યાર સુધી આપણે ફિલ્મોમાં એવું જોવામાં આવ્યું હોય છે કે, કોઈ પણ ઘટના બને તો પોલીસ મોડી પહોંચતી હોય છે, પરંતુ અમદાવાદમાં પોલીસ સમયસર પહોંચી જતા એક યુવકનો જીવ બચી ગયો છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો નરોડા પોલીસ સ્ટેશનમાં પીસીઆર વાન પેટ્રોલીંગમાં હતી. ત્યારે 6 મેના રાતના સવા નવ વાગ્યા સમયે નરોડા નાના ચિલોડા રીંગરોડ સર્કલ પાસે આવેલા પેરામાઉન્ટ નામની નવી બનતી બિલ્ડીંગ પાસેથી પસાર થઈ રહ્યા હતા, તે સમયે એક સફેદ કલરની ક્વીડ કાર અંધારામાં ઉભી હોવાથી પોલીસને શંકા જતા તેની પાસે રહેલી ટોર્ચથી ગાડી ચેક કરતા ગાડીમાં ડ્રાઈવર સીટ પર બેઠેલો યુવક તેની બાજુની સીટ પર બેઠેલા યુવકને દોરીથી ગળે ટૂંપો આપી હત્યા કરતો જોવા મળ્યો હતો.

કાકાના છોકરાએ ઓળખવાનો ઇન્કાર કરતા ભાઇઓ તુટી પડ્યાં અને યુવકની જાહેરમાં હત્યા કરી નાખી

આ દ્રશ્ય જોઈને પીસીઆર વાનમાં બેઠેલા પોલીસ કર્મી ચોંકી ઉઠ્યા હતા. તાત્કાલિક પોલીસે ગાડીનો દરવાજો ખોલવાનો પ્રયાસ કરતા કાર અંદરથી લોક હતી. પોલીસે કારનો કાચ ખખડાવતા કારચાલકે દરવાજો ખોલ્યો હતો. ત્યારે પોલીસે કારમાં અંદર જોતા ડ્રાઈવર સીટની બાજુમાં બેઠેલો યુવક બેભાન અવસ્થામાં હતો. તેના ગળા પર દોરી વીંટાળેલી હતી. પોલીસે તાત્કાલિક ડ્રાઈવિંગ સીટ પર ના યુવકને પકડી બેભાન યુવકને બચાવવા માટે 108ને ફોન કરી યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પોલીસે કારચાલકનું નામ પુછતાં તેનું નામ સંદિપ સુલતાન સિંગ જાટ હોવાનું જણાવ્યું હતું અને તેને અટકાયત કરી હતી. 

સાસુ-વહુનો સંબંધ હોય તો આવો! મધર્સ ડેના આગલા દિવસે બનેલી ઘટના જાણીને ભીના થશે તમારા આંખના ખૂણા

આ સમગ્ર મામલે નરોડા પોલીસે આરોપી સંદીપ જાટની હત્યાના પ્રયાસના ગુનામાં ધરપકડ કરી હતી. હત્યા કરવા પાછળનું કારણ તપાસતા આરોપી સંદીપ જાટને રામસ્વરૂપ જાંગીડ પાસેથી 5 લાખ રૂપિયા લેવાના નીકળતા હતા. જે પૈસા તે ઘણા સમયથી ન આપતા અંતે તેણે આ પૈસા મામલે રામસ્વરૂપ જાંગીડ ઘરેથી કારમાં બેસાડી રીંગ રોડ પાસે અવાવરું જગ્યાએ લઈ ગયો અને ત્યાં મારામારી કરી દોરીથી ગળે ટૂંપો આપી હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આ મામલે પોલીસે આરોપી સંદીપ જાટની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે. પોલીસ સમયસર પહોંચતા યુવકનો જીવ બચ્યો છે. ત્યારે પોલીસની આ કામગીરીને લઇને શહેરના ઉંચ્ચ પોલીસ અધિકારી પોલીસ કર્મીની પ્રશંસા કરી રહયા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More